SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે ભાવ ઉત્પન્ન કરે છે. તેવા સમાજ કે રાષ્ટ્રમાં સર્વે જીવોના જીવનમાં સહાયક બનવાની અભિલાષા હોય છે પરંતુ, અણુબોમ્બારા એકસાથે હજારો માણસોને રહેંસી નાખવાની વૃત્તિ નહોય. અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત આ જૈન તીર્થકર દ્વારા જગતને મળેલી અનોખી દેન છે. ભગવાન મહાવીરે પ્રબોધેલા અનેક સિદ્ધાંતમાંથી આ ત્રણ સિદ્ધાંત વિશ્વ વિખ્યાત છે. ભગવાન મહાવીરના સમકાલીન ભગવાન બુદ્ધ ઉદ્ઘોષણા કરી દુનન હિતાય, દુગર સુધા - માનવીનું હિત થાય, તેમનું સુખ સચવાય, તે રીતે અહિંસાનો અમલ કરવો. ભગવાન મહાવીરે અહિંસાનું પૂર્ણ સ્વરૂપ કરુણાથી પ્રેરિત બની દર્શાવ્યું.. सबेपाणा पियाज्या सुहसाया दुक्खपडिकूला अप्पियवहा । पियजीविणो जीविउकामा णातिवाएज्ज વિના સર્વપ્રાણીઓને પોતાનું જીવન પ્રિય છે. સર્વે સુખના અભિલાષી છે. સર્વને દુઃખ અપ્રિય છે. સર્વ જીવો પ્રત્યે અહિંસક ભાવ મૈત્રીભાવ કેળવવો તે જ ધર્મ છે. આવા સિદ્ધાંતોને અનુસરનારો વ્યક્તિ છ કાય જીવોને અભયદાન આપનારો હોય છે. તે બીજાના દુઃખોને દૂર કરવાની ભાવનાવાળો હોય છે. જૈનદર્શનમાં અહિંસા નિષેધાત્મક અને વિધેયાત્મક સ્વરૂપે દર્શાવેલી છે. કોઈપણ જીવને દુઃખ કે પીડાન આપવી, તેમની હિંસા ન કરવી, એનિષેધાત્મક પક્ષ છે. સર્વ જીવોને આત્મતુલ્ય ગણવા, ર્તિ પૂણે સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખવો એ વિધેયાત્મકપલ છે. અહિંસાનું આવું સ્વરૂપ એપ્રભુ મહાવીરની સર્વોચ્ચ દેન છે. પ્રભુ મહાવીરે અહિંસાને સમૂથમરી" અર્થાત્ સર્વ જીવોનું ક્ષેમકુશળ મંગલ કરનારી કહી છે. પ્રભુ મહાવીરે પ્રબોધેલા આગાર ધર્મ અને અણગાર ધર્મમાં સૌથી પ્રથમ અહિંસા વ્રતનું સ્વરૂપ દર્શાવેલ છે. અહિંસા વ્રત એ મૂળવ્રત છે. બાકીનાવતો વાડરૂપે છે. અસત્યવચન, અદત ગ્રહણ કરવું (ચોરી), અબ્રહ્મનું સેવન (બળાત્કાર, ભૂણહત્યા, બાળલગ્ન) અને પરિગ્રહ (લોભવૃત્તિ, મમત્વ, આસક્તિ) આ ચાર વ્રતોનો આધાર અહિંસાના પાલન પર છે. આ વ્રતનું સેવન કરનારદ્રવ્યહિંસાની સાથે સાથે ભાવહિંસા પણ કરે છે. હિંસક સમાજ કે રાષ્ટ્રસ્વસ્થ કેવી રીતે રહી શકે? જ્યાં હિંસા છે, ત્યાં ભય છે. જ્યાં ભય છે, ત્યાં અસત્ય છે. સત્ય હંમેશાં નિર્ભયતા દ્વારા ટકે છે. હિત, મીત, પ્રિય વચન બોલનાર લોકપ્રિય બને છે. સત્ય પ્રત્યેના પ્રેમ વિના અનુકંપા, સંયમ, ત્યાગ, અર્પણ, નિર્ભયતા પણ ન જન્મે. અન્યનું અહિત કરનાર સત્ય વચન પણ સત્યાર્થી ન બોલે. સ્વસ્થ સમાજના નિર્માણ માટે અહિંસા સાથે સત્ય પણ જરૂરી છે. અદત્ત એટલે કોઈનું આંચકી લેવાની વૃત્તિ. આવી વૃત્તિ એ મહાપાપ છે. કોઈનું ખોવાયેલું, સંઘરેલું, દાટેલું પારકું ધન લેનાર અથવા બીજાની સંપત્તિ હડપ કરનાર વ્યક્તિ સામેના વ્યક્તિની માનસિક હિંસા કરે છે. ચોરી કરવીએ વિશ્વાસઘાત છે. જ્યાં અવિશ્વાસ છે, ત્યાં મૈત્રી કેપ્રીતિ નહોય. ભગવાન મહાવીરે અણગાર ધર્મની પ્રરૂપણા કરી, જેમાં સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. જૈન શ્રમણો સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ શૂરવીરનું કાર્ય છે. બધા જ માનવો અણગાર ધર્મ સ્વીકારવાને
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy