SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ આભામંડળનારંગો એજ જૈનદર્શનનીલેશ્યાછે.લેશ્યાના અસંખ્ય પ્રકાર છે કારણકે મનનાઅધ્યવસાય અસંખ્ય છે. રંગોના પરિવર્તનનો આધાર વ્યક્તિની શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાગણીઓ છે. પ્રથમની ત્રણ અશુભ લેશ્યા છે. બાકીની ત્રણ શુભ લેગ્યા છે. મનુષ્યની પ્રકૃતિ, સ્વભાવ, કાર્ય અને કર્મ અનુસાર આભામંડળનું નિર્માણ થાય છે. (૧)હિંસકઅથવાદુરાચારી વ્યક્તિનીલેશ્યા કે આભામંડળ કૃષ્ણવર્ણનું હોય છે. (૨) ઈર્ષાળુ વ્યક્તિનીલેશ્યા,આભામંડળનીલવર્ણનું હોય છે. (૩) માયાવી, મત્સરી વ્યક્તિનીલેશ્યાકેઆભામંડળ કાપીત (કબૂતરારંગજેવું) વર્ણનું હોય છે. (૪) ધર્મિષ્ઠ, પાપભીર વ્યક્તિનલેશ્યા કે આભામંડળ લાલવનું હોય છે. (૫) કષાયોની અલ્પતા હોય તેવા વ્યક્તિનીલેશ્યાકેઆભામંડળ પીળા વર્ણનું હોય છે. (૬) શુભ ધ્યાન કરનાર, શાંત અને સ્વસ્થ મનુષ્યનું આભામંડળ શ્વેત વર્ણનું હોય છે. આભામંડળના રંગોમાં પરિવર્તન કરવામાં આવે તો સ્વાથ્યમાં સુધારો થઈ શકે. વેશ્યા રસાયણ પરિવર્તનની વિધિ છે. જૂની ગ્રંથિઓને ખોલી, અશુભલેશ્યાનું પ્રતિક્રમણ કરી, વ્યક્તિ પોતાની ચેતનાને નિઃશલ્ય બનાવી શકે છે. આ પ્રમાણે આભામંડળ અને લેગ્યા એકબીજાના પૂરક છે. ઉપરોક્ત વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે, જૈનદર્શન અને વિજ્ઞાન સાપેક્ષ દૃષ્ટિએ ઘણા સ્થાને સુમેળ ધરાવે છે. જૈનદર્શનમાં પુગલોને સ્વરૂપનું વર્ણન આનુષંગિક રીતે મળે છે તે અત્યંત નોંધપાત્ર છે. પરમાત્મા મહાવીરે આત્મતત્ત્વનું વિજ્ઞાન દર્શાવ્યું હતું, જે વિશ્વમાં અજોડ છે. આજના વિજ્ઞાને પરમાત્માએ દર્શાવેલ પુદ્ગલાદિ તત્ત્વના નિરૂપણપર ઘણે અંશે યથાર્થતાની મહોર મારી છે. ભવિષ્યમાં વિજ્ઞાન જેનાગમની ઘણી બધી વાતો સત્યસિદ્ધ કરશે એવી સંભાવના છે. સમ્યગુદર્શનનું જીવનમાં મહત્ત્વ પરમાત્મા મહાવીરના વચનો આધુનિક જીવનમાં પણ એટલા જ ઉપયોગી છે. તે સદાચાર, સદ્વિચાર અને ત્યાગની ભૂમિકા છે. જીવનને મધમધતું, રસાળ અને મુલાયમ બનાવે છે. જીવનમાં રસિકતા પ્રેરે છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓથી ઓતપ્રોત ધર્મ સદાચારરૂપે છે. આ સદાચારમાંથી ચારિત્રનું ઘડતર થાય છે. આવો સદાચારયુક્ત ધર્મ વિશ્વશાંતિ પ્રગટાવી શકે છે. પરમાત્મા મહાવીરનો ઉપદેશ આજના કાળમાં પણ પ્રસ્તુત છે. પરમાત્મા મહાવીરે કહ્યું છે, સર્વ ગવારિફતિ નવિન રિજિાડાઅર્થાત્ સર્વ જીવો જીવવાને ઇચ્છે છે. કોઈ મૃત્યુને ઇચ્છતું નથી. પરમાત્મા મહાવીરનું આ અનુપમ સૂત્ર જગતનાં તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને સાધર્મિકતા ઉત્પન્ન કરાવે છે. જ્ઞાન, દર્શન, અનંત સુખ અને વીર્ય સર્વ જીવોનાં સમાન છે. સર્વ જીવોનું ચૈતન્ય લક્ષણ સમાન છે, તેથી સર્વ જીવો એક જ પરિવારના છે. આવો વિચાર સર્વ જીવો પ્રત્યે અહિંસક
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy