SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ સક્ષમ ન હોય તે લક્ષ્યમાં રાખી ભગવાન મહાવીરે આગાર ધર્મની પણ પ્રરૂપણા કરી. આગાર ધર્મ એટલે મર્યાદિત સમય સુધી અંશે ધર્મનું પાલન કરવું. ગૃહસ્થ જીવનમાં મર્યાદિતપણે બ્રહ્મચર્યનું પાલન કરવા સ્વસ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીના ત્યાગરૂપે બ્રહ્મચર્ય વ્રત છે. લગ્નવ્યવસ્થા એ વ્યાભિચારને દૂર કરી સ્વસ્થ સમાજ નિર્માણની એક વ્યવસ્થા છે. સ્વસ્થ અને નિરોગીજીવનના નિર્માણ હેતુ બ્રહ્મચર્યવ્રત આવશ્યક છે. જ્યાં ભોગ છે, ત્યાં સ્પૃહા, લાલસા કે અભિપ્સા છે. પરિગ્રહ, આસક્તિ, મમત્વની જનની સ્પૃહા (ઇચ્છા) છે.છ૩માસના ગviતિયા "ઇચ્છા આકાશસમાન અનંત છે. ભોગ સામગ્રીઓ જગતમાં સીમિત છે. સ્પૃહાથી અતૃમિ અને અતૃપ્તિથી હિંસા વધે છે. અહિંસાનો સૌથી મોટો આધાર અપરિગ્રહ છે. અપરિગ્રહ વિના અહિંસા સફળ ન બને. પરિગ્રહનીમૂચ્છવ્યક્તિને કોઈ પણ પ્રકારે ધન ઈત્યાદિ મેળવવા પ્રેરે છે તેથી આસક્તિથી હિંસાનો જન્મ થાય છે. સંતોષી અભયકુમારે રાજપાટનો ત્યાગ કરી વાસ્તવિક રાજર્ષિપણું પ્રાપ્ત કર્યું. જ્યાં સંગ્રહવૃત્તિ, ઘૂસણખોરી છે, ત્યાં વિષમતા છે. જ્યાં સંતોષ છે, ત્યાં તમે પણ સુખેથી રહો અને અમે પણ સુખેથી રહીએ, એવી ભાવના છે. દાનનું મહત્ત્વ સાધન અને સંપત્તિ પરત્વેના મમતાના ત્યાગનું છે. વિતરણવૃત્તિ અને સંવિભાગવૃત્તિએ અપરિગ્રહની નિશાની છે, જે વિષમતા દૂર કરે છે. અહિંસામાં વૃદ્ધિ કરનારા દિશા પરિમાણ, ભોગપભોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણવ્રત છે. ચારે દિશાઓ અને વિદિશાઓમાં અમુક મર્યાદા સુધી ગમનાગમનની છૂટ તથા તે ઉપરાંત જવાની પ્રતિજ્ઞા કરવી તે દિગુપરિમાણવ્રત છે. આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ્યતૃષ્ણાને નિયંત્રિત કરવી તથા મર્યાદિત ક્ષેત્રની બહાર થતી હિંસાથી નિવૃત્ત થવું; એવો છે. તપાવેલો ગોળો જેમ જ્યાં જાય ત્યાં જીવોનો નાશ કરે, તેમ પ્રત્યાખ્યાન વિનાનો આરંભસમારંભમાં પ્રવૃત્ત ગૃહસ્થ પાપ કર્મથી ભારે બને છે. સંયમી સાધક સમિતિ ગુપ્તિથી યુક્ત હોવાથી તેમના ગમનાગમન પર નિયંત્રણ હોય છે. દિવ્રતનું પરિમાણલોભવૃત્તિને રોકે છે. નિર્લોભીવ્યક્તિ સદા સંતોષી અને આનંદીજીવન પસાર કરે છે. એકવાર ભોગવાય તેવા પદાર્થો. દા.ત. અનાજ, પાણી આદિ ભોગ કહેવાય અને વારંવાર જેનો ઉપયોગ થઈ શકે તેવા વસ્ત્ર, અલંકાર આદિ ઉપભોગપદાર્થોનું સંખ્યાદિરૂપે પ્રમાણ કરવું તે ભોગપભોગ પરિમાણવ્રત છે. જેમાં ભોજન નિયંત્રણ અને કર્મ નિયંત્રણનું માર્ગદર્શન થયું છે. અભક્ષ્ય આહારનો ત્યાગ, સચિત્ત (સજીવ) આહારનો ત્યાગ, માંસ, મદિરા આદિનો ત્યાગ કરી, જીવન જરૂરિયાત વસ્તુઓના પદાર્થોનું નિયમન તેમજ વ્યાપારમાં અલ્પારંભવાળા આજીવિકાનાં કાર્યો કરવાં પરંતુ પંદર પ્રકારના અધમ વ્યાપાર ન કરવા ઈત્યાદિ વસ્તુઓની ભગવાન મહાવીરે જાણકારી આપી છે. આ વ્રતમાં રાત્રિભોજનને અભોજ્ય ગયું છે. સૂર્યપ્રકાશના અભાવમાં રાત્રિના સમયે જીવોની ઉત્પત્તિ વધુ હોય છે, જે ભોજનમાં પડે અને તેવું ભોજન કરવાથી અનેક પ્રકારના રોગો થવાની સંભાવના છે. આયુર્વેદમાં પણ કહ્યું છે કે સૂર્યાસ્ત થતાં નાભિકમળ સંકોચાઈ જાય છે. તેથી રાત્રેખાધેલું બરાબર પચતું નથી. પક્ષીઓ પણ રાત્રિભોજન કરતા નથી. રાત્રિ ભોજન નરકનોનેશનલ હાઈવે છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy