SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ કવિ રાષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે અવધિજ્ઞાનથી જાણ્યું કે આમાનવ સમકિતી છે. આવું જાણીદેવહરખાયો તે પ્રસન્ન થયો.)....૭૮૨ મેરૂ પર્વત સમાન અચલ શ્રદ્ધાનંત વિક્રમ રાજકુમારને જાણી ધનંજય યક્ષે પ્રસન્ન થઈ કહ્યું, “હું દયાળુ રાજકુમારી તું મારો પરમબંધુ છે. તારી ભક્તિને નિશ્ચલ રાખી, ધર્મને દીપાવી, તારી ખાનદાની રાખી છે."૭૮૩ વિક્રમ રાજકુમારના અનુરાગી બનેલાય સર્વઉપસર્ગોનું સંહરણ કર્યું, યક્ષે ઉત્તમ વચનો વડે કુમારની સ્તુતિ કરી. રાજકુમારદેવનેજિન ધર્મ અને અરિહંતાદિનું માહાત્મસમજાવ્યું...૭૮૪ સમકિત શ્રેયકારી છે, તેવું જાણી યક્ષે તેને અંગીકાર કર્યું. યક્ષદેવ વિક્રમ રાજકુમારનો સેવક બન્યો. વિક્રમ રાજકુમારની ઘણી પ્રશંસા કરીયક્ષસ્વસ્થાને ગયો ૭૮૫ જેઓ નિશ્ચલ (દઢ) મનવાળા છે, તેમનો જગતમાં મહિમા વધે છે. પછી યક્ષના સાનિધ્યથી વિક્રમ રાજકુમારે (ઘણારાજાઓને હરાવી) ઘણાં દેશો મેળવ્યાં...૭૮૬ | વિક્રમ રાજકુમારે પૃથ્વીને જિનમંદિરથી વિભૂષિત કરી. સર્વજનોને જિન શ્રમણ ભક્ત બનાવી ઉદ્ધાર કર્યો. જૈન મુનિઓ માટે વિહાર સ્થાન બનાવ્યા, તેથી મુનિઓને વિહારમાં સુલભતા પ્રાપ્ત થઈ. તેમણે દંડકુદંડની પ્રથાનું નિવારણ કર્યું.૭૮૭ હરિતિલકરાજાએ સંયમ અંગીકાર કર્યો. તેઓ સંયમનું યથાર્થપણે પાલન કરી, આઠે કર્મોનો ક્ષય કરી, જન્મ-મૃત્યુ અને વૃદ્ધાવસ્થાનો અંત આણી શ્રેષ્ઠ એવી મોક્ષની પદવી પામ્યા...૭૮૮ વિક્રમરાજા રાજ્યનું સંચાલન કરે છે. એકવાર તે ઉદ્યાનમાં ફરવા ગયા. તેમણે ધનંદ શ્રેષ્ઠીનાં ઘરે પુત્રના વિવાહનિમિતે ધામધૂમથી ઉત્સવ ઉજવાતો જોયો...૭૮૯ તે જોઈને વિક્રમરાજા હરખાયા. તે વિચારે છે હું પૃથ્વીનો રાજા અને શ્રેષ્ઠી પુત્રવરરાજા છે. આ પ્રમાણે અમે બંને શ્રેષ્ઠ-વર છીએ) તેથી અમારા બંનેના ઘણાં વાજા વાગે છે...૭૯૦ એવું વિચારી વિક્રમરાજા ઉદ્યાનની શોભા જોવા ગયા. ત્યાં ઉદ્યાનની શોભા જોઈ પાછા ફરતાં તેમણે શ્રેષ્ઠીપુત્રના શબને બાંધીને સ્મશાને લઈ જતાં જોયા. મૃતદેહપાસે ઘણાં લોકો આજંદકરતા હતા...૭૯૧ વિક્રમરાજાએ લોકોને પૂછ્યું, “એના જેટલી ઉંમરનો તો હું છું. તો તે કેવી રીતે મૃત્યુ પામ્યો?” ત્યારે સ્વજનોએ કહ્યું કે તેને પેટશૂલ ઉપડ્યું તેથી તેના પ્રાણહરણ થયા(મૃત્યુ પામ્યા)”...૭૯૨ આ પ્રસંગથી વિક્રમરાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે તરત જ સંસારનો ત્યાગ કર્યો.વિમલકીર્તિ કેવલી પાસે સંયમ અંગીકાર કર્યો...૭૯૩ વિક્રમરાજાએ પોતાના પુત્ર ચંદ્રસેનને રાજ્ય સોંપી દીક્ષા લીધી. સર્વ કર્મ ક્ષય કરી વિક્રમરાજા મોક્ષપુરીમાં ગયા. વિક્રમરાજા સમકિતના શ્રેષ્ઠ ભાજનરૂપ છે. તેમની સ્તુતિ કરો. તેમને મસ્તક નમાવી વંદન કરો...૭૯૪ વિક્રમરાજાનું આ કથાનક ભવભાવના ગ્રંથમાં આલેખાયેલું છે. વાસુપૂજ્ય સ્વામીનું કથાનક ત્યાં વિસ્તારપૂર્વક કહેલ છે, જે અતિ પ્રશંસનીય છે...૭૯૫
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy