SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ (કવિ કહે છે) વિક્રમરાજાની ધર્મપ્રત્યેની અડગતા, પ્રમાણિકતાને અને સમકિતમાં દૃઢતાને હું વંદન કરું છું . સ્થિરતા એ સમકિતનું ચોથું ભૂષણ છે. જે વ્રત-નિયમ ગ્રહણ કરેલ હોય તેને પ્રાણ જાય છતાં છોડે નહિં.૭૯૬ સમકિતનું પાંચમું ભૂષણ જિનશાસનની પ્રભાવના છે. જે જિનશાસનની પ્રભાવના કરે છે, ઉદ્યોત કરે છે; તે મોક્ષમાં શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે...૭૯૭ જેનું સમકિત નિર્મળ છે, તે જિનશાસનને દીપાવે છે. તે જિનશાસનની પ્રભાવના (ઉન્નતિ) કરવારૂપ સમકિતનું પાંચમું ભૂષણ છે. તેને ધારણ કરનાર ચાર ગતિનાં જન્મ મરણનાં ચક્ર ટાળે છે...૭૯૮ કડી ૭૭૯માં કવિએ મૂર્ખ-અજ્ઞાની મનુષ્યને પશુ સાથે સરખાવ્યાં છે. તેમજ સમ્યક્ત્વની તાંબાના ભાજન સાથે તુલના કરી છે. મિથ્યાત્વયુક્ત મનુષ્ય પશુ સમાન છે. જ્યારે સમ્યક્ત્વયુક્ત ચિત્તવાળો પશુ પણ મનુષ્ય સમાન છે. કવિ ઋષભદાસે સમ્યક્ત્વના ચોથા અને પાંચમા ભૂષણ માટે એક જ કથા-(રાજકુમાર વિક્રમની) આપી છે. જ્યારે હરિભદ્રસૂરિજીએ સમ્યક્ત્વ સમતિમાં સ્થિરતા-ભૂષણના સંદર્ભમાં સતી સુલસાની કથા આલેખી છે અને પ્રભાવના ભૂષણના વિષયમાં સિંહરાજાની કથા આલેખી છે. (૪) સ્થિરતા ઃ- ચિયા સમ્મત``- દૃઢ સમ્યક્ત્વ એ સ્થિરતા છે. જિનેશ્વર દેવનાં ધર્મમાં પોતે સ્થિર રહેવું તેમજ અન્ય જીવોને પણ સ્થિર કરવા તથા શાક્ય આદિ અન્ય દર્શનના મહિમાને જોઈ ધર્મથી ચલાયમાન ન થવું, તે સ્થિરતા ભૂષણ છે. કવિ ઋષભદાસ તેના સંદર્ભમાં નૃપ હરિતિલકના પુત્રવિક્રમરાજાની કથા કહે છે. આ કથા કવિએ ખૂબ વિસ્તારપૂર્વક કહી છે. જીવ સમ્યક્દર્શની બને છે, ત્યારે તેનામાં સારાસારની વિવેકબુદ્ધિ ઉપજે છે. અત્યાર સુધી લોકપરંપરા કે કુલપરંપરા અનુસાર વડીલોના રીત-રિવાજોને માન આપી ચાલનાર વ્યક્તિ સમ્યક્દષ્ટિ બનતાં મિથ્યા પરંપરાને છોડી દે છે. સમ્યક્ત્વએ તત્ત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધા સ્વરૂપે છે.ઘંટીના બે પડ વચ્ચે મોટા ભાગના દાણા પીસાઈ જાય છે પણ જે થોડા દાણા ઘંટીના ખીલા સાથે ચીપકી જાય છે તે આબાદ બચી જાય છે, તેમ નિશ્ચય સમકિત સાથે જોડાયેલ જીવોનું રાગદ્વેષરૂપી ઘંટીનું પડ કાંઈ બગાડી શકે નહીં. શ્રી યશોવિજયજી અધ્યાત્મસાર ગ્રંથમાં કહે છેधर्मोद्यतेन कर्तव्यं कृतं बहुभिरेव चेत् । Lar तदा मिथ्याद्दशां धर्मो न त्याज्यः श्यात्कदाचन । । અર્થ : ધર્મમાં ઉદ્યત પુરુષ, જે ઘણાંએ કર્યું હોય તે જ કરે તો મિથ્યાદષ્ટિનો આરાધ્ય બને. આધ્યાત્મિક સમજણ અને ડહાપણ ધરાવનાર જગતમાં અલ્પ જીવો હોય છે તેથી મિથ્યાદષ્ટિ જીવો કરતાં સમ્યગ્દષ્ટિ જીવો અલ્પ જ રહેવાના. અધ્યાત્મના ક્ષેત્રે લોકસંજ્ઞા હંમેશાં ત્યાજ્ય છે. વિક્રમ રાજકુમાર દઢધર્મી અને પ્રિયધર્મી હતા. તે યક્ષની ધમકીઓ કે લોકોના દબાણને ગણકાર્યા વિના પોતાની શ્રદ્ધામાં દઢ રહ્યા. ‘યક્ષ કદાચ આ બાહ્ય શરીરનો નાશ કરશે પણ અત્યંતર શરીર (તેજસ-કાર્યણ) નો નાશ કરવાને અસમર્થ છે'; આવી તત્ત્વ શ્રદ્ધા ધરાવનાર આત્મા સ્વગુણની રક્ષા કરી શકે છે. વિક્રમ રાજકુમારનું
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy