________________
૨૭૦
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
વીકમનરપતિ બોલ્યો તેણિ, આઉસબલિનવી ચાલઈ કેણિ,
બુટાવિનરનમરઈ કોય, થોડઈ કાજ્યસમકતકુણખોય. ૭૧ અર્થ: (રત્નસ્થલ નામની ઇન્દ્રપુરી જેવી) તે નગરીમાં પદ્મ(પદ્રાક્ષ) નામનો રાજા રાજ્ય કરતો હતો. તે નાસ્તિક હોવાથી) તેણે સર્વ ધર્મ છોડી દીધાં. તે નાચગાનનો શોખીન હોવાથી તેમાં જસમય વ્યતીત કરતો મોટો થયો. એકદિવસ તે વનમાં દૂર ફરવા ગયો.૭૪૧
વનમાં સુજસ નામના જૈન મુનિ કાયોત્સર્ગમાં સ્થિર ઉભા હતા. રાજાએ તે મુનિને જોયા. મુનિને જોઈ તેમના પ્રત્યે રાજાને ક્રોધ ઉત્પન્ન થયો. તેણે બાણ વડે મુનિને હણ્યા. પરંતુ મુનિએ રાજા પ્રત્યે મનમાં બિલકુલષન કર્યો.૭૪૨
મુનિ શુભભાવનું ચિંતન કરતાં મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધવિમાનમાં ઉત્પન્ન થયા. પવાલરાજા અકૃત્ય કરી આ પૃથ્વી પર અપમાનિત થયો. નગરજનોએ તેની નિંદા કરી, તેથી ક્રોધિત બની રાજાએ લોકોને મારવાનું શરૂ કર્યું.૭૪૩
નગરજનો અને પ્રધાને સાથે મળીને રાજાનો ગર્વ ઉતારવા તેને પકડીને કાષ્ટના પાંજરામાં પૂર્યો. પુંડરિક નામનાતેના પુત્રને રાજગાદીએ બેસાડ્યો...૭૪૪
ત્યારપછી પવાલ રાજાને દેશનિકાલની સજા કરવામાં આવી. તે ભટકતો ભટકતો જંગલમાં આવ્યો. તેણે ત્યાં સોમનામનામુનિને કાયોત્સર્ગમાં ઉભેલા જોયા. મુનિને જોઈ રાજાફરીથી ક્રોધિત થયો...૭૪૫
તેણે મુનિને પીઠમાં લાકડીનો પ્રહાર કર્યો. જેમ વૃક્ષ ઉપરથી ડાળ તૂટી નીચે પડે છે તેમ(કાયોત્સર્ગમાં ઉભેલા) મુનિ જમીન પર ઢળી પડ્યા. ચેતના વળતાં (મૂછ વળતાં) મુનિ પુનઃ ઊભા થયા અને કાયોત્સર્ગમાં સ્થિર થયા. ફરી રાજાએ લાકડીનો પ્રહાર કર્યો.૭૪૬
આ પ્રમાણે વારંવાર સાત વખત પવાલ રાજાએ મુનિને લાકડીના પ્રહાર કર્યા, ત્યારે મુનિએ આ રાજા સાધુનો ઘાતક', તેવું જાણી ક્રોધથી તેજલેશ્યા છોડી રાજાને બાળી નાખ્યો. ૭૪૭
રાજા પરાક્ષ (અત્યંત દુઃખ પામી) મૃત્યુ પામ્યો. તે સાતમી નરકે ગયો. સોમમુનિ પાપની આલોચના કરી દેવલોકમાં દેવ થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ (મનુષ્ય બની) થોડા સમયમાં જ મોક્ષમાં ગયા. પવાલ રાજાનો જીવ મરીને માછલાતરીકે ઉપયો...૭૪૮
(માછલાનું આયુષ્ય પૂર્ણ કરી) ત્યાંથી પુનઃ સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી તિર્યંચ ગતિમાં ગયો. સાતે નરકમાં તે બેબેવાર નારકપણે ઉપજ્યો...૭૪૯
આ પ્રમાણે વિક્રમ રાજકુમાર છએ કાયમાં (પૃથ્વીકાયઆદિ) જન્મ-મરણ કરી ભટક્યો. ત્યાં તેણે અનંત કાલ સુધી દુઃખ ભોગવ્યું. ત્યારપછી કર્મસંયોગે વસંતપુરનગરમાં કણબીના ઘરે પુત્રપણે જન્મ્યો...૭૫૦
ત્યાં તેણે યુવાનીમાં સંન્યાસ (તાપસ) વ્રત લીધું. તે પંચાગ્નિ તપ સાધી વનમાં રહ્યો. તેણે અજ્ઞાનપણે ખૂબ કષ્ટ સહીતપ કર્યું. તેથી રાજ! તે જીવતારા ઘરે પુત્રપણે અવતર્યો છે.૭૫૧
હે રાજન! પૂર્વે કરેલાં અશુભ કર્મના કારણે તે કર્મના ફળ સ્વરૂપે વિક્રમ રાજકુમારના શરીરમાં રોગ