SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ થયો છે. તે કર્મ હજી દૂરથયું નથી. ધર્મનું આરાધન કરવાથી તે સંપૂર્ણરોગ રહિત થશે૭પર કેવલી ભગવંતના સત્ય વચનો સાંભળી, તેના પર શ્રદ્ધા થવાથી વિક્રમ રાજકુમાર તે જ સમયે સમકિતા પામ્યો. તેણે શ્રાવકનાબારવ્રત ગુરુમુખેથી ઉચ્ચર્યા તે (જેને ધર્મનો) સર્વશ્રેષ્ઠ શ્રાવકબન્યો.૭૫૩ | વિક્રમ રાજકુમારે શુદ્ધિપૂર્વક સમકિત ધારણ કર્યું. તેણે મિથ્યાધર્મનો ત્યાગ કર્યો. રાજા હરિતિલક પણ કેવળજ્ઞાનીના વચનો સાંભળી પ્રભાવિત થયા. તેમણે શ્રાવકના વ્રતો અંગીકાર કર્યા. તેઓ ભદ્ર સ્વભાવી શ્રાવક બન્યા. મુનિભગવંતે બંને આત્માને પ્રતિબોધિવિહાર કર્યો.૭૫૪ વિક્રમ રાજકુમાર કેવલીભગવંતને નમસ્કાર કરી પોતાના નગરમાં આવ્યો. તે નવકાર મંત્રનું આરાધન કરતો સમકિતને શુદ્ધપણે પાળતો હતો. સમય જતાં) કર્મદૂર થતાંવિક્રમ રાજકુમારરોગમુક્ત થયો.૭૫૫ ત્યારે ધનંજય યક્ષ ત્યાં ઝડપથી આવ્યો. તેણે વિક્રમ રાજકુમારને કહ્યું, “મને સો પાડા આપ. તેં જે માનતા કરી છે તે પૂર્ણ કર,પછી યાત્રા અને વંદન કર. ત્યાર પછી તું સુખેથી આપૃથ્વી પરફર.”.૭૫૬ ત્યારે વિક્રમ રાજકુમાર કંઈક હસીને બોલ્યો, “ધર્મના પ્રભાવથી મારું શરીર રોગ રહિત થયું છે. તું તારા કામે લાગ. તું અહીંપાડાશાનો માંગે છે?”.૭૫૭ (આવું સાંભળી) ધનંજય યક્ષ મનમાં ખીજાયો. ક્રોધથી ધૂવાંવા થતો કોપાયમાન થઈ તે, “વિક્રમ રાજકુમારનું અનિષ્ટ થાઓ” તેવો શાપ આપી ચાલ્યો ગયો. એક દિવસ વિક્રમ રાજકુમાર (જિનદેવની પૂજા કરી પાછા ફરતાં) યક્ષના મંદિર પાસેથી પસાર થયા...૭૫૮ ત્યારે પૂજારી એ વિક્રમ રાજકુમારને બોલાવી કહ્યું, “હે કુમાર! પ્રસાદ લેતા જાવ.” વિકમ રાજકુમારે પક્ષના મંદિર સમક્ષ નજર પણ ન કરી. મંદિર ઓળંગીને આગળ ચાલ્યા. તેટલામાં ગુસ્સે થયેલો ધનંજ્ય યક્ષ દોડતો આવ્યો. તેણે કુમાર સહિત પરિવારજનોને થંભાવી દીધાં.૭૫૯ તેણે પરિવારજનોના મુખમાંથી લોહીની ઉલટી કરાવી. ત્યારપછી વિક્રમ રાજકુમારને ચેતવણી આપતાં ધનંજય યક્ષે કહ્યું, “હે કુમાર! તેં જેની માનતા કરી છે તે પાડાનો બલિ મને આપ નહીં તો તને મારી નાખીશ.”..૭૬૦ | વિક્રમ રાજકુમારે કહ્યું, “હેયક્ષા આયુષ્ય બળવાન હોય તો કોઈનું કાંઈ ચાલતું નથી. આયુષ્ય પૂર્ણ થયા વિના કોઈ નરમૃત્યુ પામતો નથી. હું થોડા માટે સમકિતને શા માટે મલિન કરું”...૭૬૧ - દુહા ૪૯એહાઈવચને જખીખીજીઓ,ઝાલી મતગવેલિ, પ્રબતશલી ઉપરિવલી, કુમર અફાલોતેરિ. અર્થ: વિક્રમ રાજકુમારનાં વચનો સાંભળી ધનંજય યક્ષ બીજાયો. તેણે કુમારને મસ્તકથી ઉંચકી નજીકના પર્વતની શિલા ઉપર પછાડ્યો...૭૬૨ ૭૬૨
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy