SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે તીર્થકરોની સ્તુતિ છે. ડૉ. શિનિકંઠ મિશ્ર લખે છે કે, “જૈન ધર્મ જ્ઞાનપ્રધાન તેમજ નિવૃત્તિમૂલક ધર્મ છે, છતાં ભક્તિથી તેનો સંબંધ છે. શ્રદ્ધાથી સમ્યગદર્શન અને સમ્યગુદર્શનથી મોક્ષપ્રાપ્તિ જૈનાચાર્યને સ્વીકાર્ય છે. જૈનદર્શનમાં મુક્તિ માટે શ્રદ્ધાનું-ભક્તિનું ઘણું મહત્વપૂર્ણ સ્થાન છે.” જ્ઞાન-ધ્યાન કેતાની શક્તિઓ કદાચ સ્વપુરુષાર્થથી મળી શકે પરંતુ મળેલી શક્તિઓનું પાચન કરાવી દેતી શક્તિ એકલા ભક્તિયોગમાં છે. ફક્ત સાબુ, ફક્ત અરીઠાં કે ફક્ત સોડા કદીએલનો નાશ કરી શકતા નથી. એની સાથે પાણી તો જોઈએ જ.પાણી વિના સાબુ કપડાં ઉપર ઘસવાથીનિષ્ફળ જાય છે. જ્ઞાન, ધ્યાન અને તપએ સાબુ, અરીઠાં અને સોડા જેવા છે. તેમના એકલામાં આત્માની શુદ્ધિ કરવાની તાકાત નથી. તેમની સાથે પરમાત્માની ભક્તિનું પાણી જોઈએ. જેની પાસે ભક્તિ નથી અને જ્ઞાન-ધ્યાન, તપ વગેરે છે, તે એકડા વિનાનાં મીંડાઓ છે. ભક્તિ જ એકડો છે. મીંડા વધારવાની શક્તિ એકડામાં જ છે. જ્યાં ભક્તિ નથી ત્યાં ઘણું બધું હોવા છતાં શૂન્યબરોબર છે. ભક્તિ એ મુક્તિનો ભવ્ય રાજમાર્ગ છે, તેથી ભક્તિને મુક્તિની દૂતી કહી છે. ભગવાન મહાવીરની હાજરીમાં એક માત્ર શ્રેણિક મહારાજા જ નહીં બીજા નવ જણાએ ભગવાનની ભક્તિ કરી ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું. અરિહંત ભક્તિ ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ હરનારી છે. વિશ્વવ્યાપી યશને ફેલાવનારી છે. ચક્રવર્તીપણું, દેવપણું, અહમિંદ્રપણું, ઇન્દ્રપણું, યોગીન્દ્રપણું અને ધાવતુ પરમાત્માપણું આપનારી છે.” અરિહંત પરમાત્માનો પ્રભાવ અચિંત્ય છે. ભલે અરિહંત રાગ વિનાના હોય, તે ભક્તો પર રીઝતાન હોય છતાં મુમુક્ષુ તેનું ધ્યાન ધરે છે. તેમના પ્રભાવથી જ સ્વર્ગ કે મોક્ષ મળ્યા વિના રહેતા નથી. જિનેશ્વર ભગવંતે દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મ દ્વારા ભક્તિ માર્ગ દર્શાવેલ છે. દાનનાચાર પ્રકાર છે. ૧) આહારદાન ૨) ઔષધદાન ૩) ઉપકરણદાન૪) આવાસદાન.“ શ્રીતત્વાર્થસૂત્રમાં કહ્યું છે विधिद्रव्यदातृपात्रविशेषात्तदिशेषः । २८ વિધિવિશેષ, દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્રવિશેષથીદાનમાંવિશેષતા હોય છે. (૧) વિધિવિશેષ-દેશકાળનું ઉચિતપણું, કલ્પનીયવસ્તુનું અર્પણ ઇત્યાદિ બાબતો વિધિવિશેષ છે. (૨)દ્રવ્યવિશેષ-તપ,સ્વાધ્યાય, વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહારાદિનેદ્રવ્યવિશેષકહે છે. (૩) દાવિશેષ-શ્રદ્ધા, સંતોષ, ભક્તિ, જ્ઞાન, નિર્લોભતા,ક્ષમા અને સત્યએ સાત ગુણોથી યુક્તદાતા હોય. (૪) પાત્રવિશેષ - દાન લેવાવાળા રત્નત્રય યુક્ત હોય તો તે પાત્ર કહેવાય છે. સમ્યક્તયુક્ત મુનિ ઉત્તમપાત્ર, દેશવિરતિ શ્રાવક મધ્યમપાત્રતથાવતરહિત સમ્યગુષ્ટિ જીવો જઘન્ય પાત્ર છે.' જેમ ફળદ્રુપ જમીનમાં વાવેલું નાનું બીજ, યોગ્ય કાળે વિશાલ છાયા અને અનેક ફળોરૂપે ફળે છે તેમ યોગ્ય પાત્રને, આપેલું અલ્પદાન પણ યોગ્ય સમયે જીવને વિશાળ ઐશ્વર્ય, સંપત્તિ અને ઇચ્છાનુસાર અનેક ભોગપભોગાદિ ફળરૂપે ફળે છે.” ઉત્તમપાત્ર એવા મહાવ્રતધારી મુનિ ભગવંતોને ભક્તિભાવપૂર્વક, શુદ્ધ નિર્દોષ આહાર વહોરાવતાં
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy