SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ જ્ઞાતા હોય; તેવા સાધુઓને વિનય-વંદન કરવું." "પાસસ્થાવગેરે ચારિત્રથી મલિન છે પણ સમક્તિથી ભ્રષ્ટ નથી, પ્રભુનો કહેલો સાધુવેષ ધારણ કરનારા છે માટે પૂજ્ય છે" એમ કહી કારણ વિના વંદન કરવું અનુચિત છે. વેશને વંદન કરવાથી જમાલી જેવાનિતવોને વંદન કરવાનો પ્રસંગ આવે.સૂત્રકારોએ અપરિચિત સાધુને સત્કાર, સન્માન કરવાનો નિષેધ કર્યો નથી કારણકે સત્કાર આદિ વિનય ગુણ જોઈ સાધુ સન્માર્ગે આવી શકે તેવી સંભાવના છે. ગુરુવંદન આદિ વ્યવહાર તેમની ઉત્તમતા જોઈ પછી જ કરવો. પરિચિત સાધુ શિથિલાચારી હોય તો સત્કાર પણ ન કરો કારણકે તેમને વંદન કરવાથી શિથિલાચારીના અવગુણો પોષાય છે. છઘસ્થપણાને કારણે મુસાધુને સુસાધુ માની ઉપાસના કરે તો કરનારને લાભ છે પણ દૂષણો જોવા છતાં ઉપાસના કરનારનું અહિત થાય છે. તેથી જ અભવ્ય આચાર્ય પણ વંદનને અયોગ્ય છે. પાસત્થા આદિને સહાય કરવાથી શાસનની અપકીર્તિ થાય છે. નિશ્ચયથી જિનેશ્વરની આજ્ઞા વડે જ ચારિત્ર છે. સાવદ્યયોગોના વર્જન થકીયતિધર્મસર્વોત્તમ છે. કડી ૭૨૧ થી ૭ર૩નોવિષયકવિએ શ્રીહરિભદ્રસૂરિજી મ. રચિતપંચવસ્તુકગ્રંથમાંથી લીધો છે.” દ્રવ્ય ભાવિક અને અભાવિક એમ બે પ્રકારે છે. અન્યના સંગની અસર થાય તે ભાવિક દ્રવ્ય. અન્યનો સંગ થવા છતાં જે નિર્લેપ રહે તે અભાવિક દ્રવ્ય. આમ્રવૃક્ષ ભાવિક દ્રવ્ય છે, જ્યારે નલખંભવૃક્ષ અભાવિક છે. વૈદૂર્યમણિ, સુવર્ણ અથવા કાચ સાથે રહેવા છતાં પ્રભાવિત ન થાય કારણકે તે અભાવિક દ્રવ્ય છે. સંસારી જીવ પાસસ્થા આદિના સંગથી, તેમના આચરેલ પ્રમાદાદિ ભાવોથી પ્રભાવિત થાય છે, જ્યારે સિદ્ધનો જીવ અભાવિક દ્રવ્ય છે. શુદ્ધ ચારિત્રી સાધુએ પાસસ્થા આદિ કુસાધુનો સંગ ન કરવો કારણકે જેમ ખરાબ કરી સાથે સારી કેરી મૂકવાથી પણ ખરાબબને છે તેમ અહીંસમજવું. (૩)ભક્તિઃ આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે भत्ती आयकरणं बहुच्चियं जिणवरिदम साहूणा" અર્થ: જિનેશ્વરદેવતથાનિગ્રંથસંતોનોયથોચિત આદર કરવો એ ભક્તિ કહેવાય. તીર્થકરોને વિધિપૂર્વક વંદન કરવાં, તેમનો આદર કરવો, જિનાજ્ઞાનું પાલન કરવું તે ભક્તિ કહેવાય. આરાધનાના ત્રણ માર્ગ છે. જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. આ ત્રણે યોગમાં ભક્તિયોગ સરળ અને સર્વજન પ્રિય છે. શુદ્ધ ભક્તિયોગ આત્મા અને પરમાત્માની એકતા અને તન્મયતા તરફ લઈ જાય છે. આત્માને પરમાત્મા બનાવવાની શક્તિ ભક્તિમાં છે. આનંદઘનજી મહારાજ કહે છે કે - જિનસ્વરૂપથઈજિન આરાધતે સહીજિનવરહોવે રે, ભૂંગી ઇલિકાને ચટકાવે, તેભૃગીજગોવેરે..દર્શન. અર્થઃ જિનેશ્વરની આરાધનામાં (ભક્તિ) તન્મય થવાથી જિન સ્વરૂપે પ્રગટ થાય છે. એક સામાન્ય કીડો પણ ભમરાનું ચિંતન કરતાં ભ્રમરરૂપથાય છે જૈનદર્શનના આવશ્યકમાં સમતા પછી ભક્તિને બીજું આવશ્યક બતાવવામાં આવ્યુ છે. ત્યાં જેને
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy