SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ત્રણ્ય ગુપતિ રે રાખિ નહી, મનમ્હાં આલપંપાલ રે, બિઠો પાતિગ ગુંથતો, (જ) યમમાછીમછ જાલ રે...ચારીત્ર બીજી ગુપતિ વીરાધતો, જીવ્હાનરહિ તે વારય, મૂની અણ સમઝ રે બોલતો, તેદ્ધિ બહુ ભમતો સંસારય રે...ચારીત્ર૦ ત્રીજી ગુપતિ વીરાધતો, અંદ્રીતન નહી ઠારય રે, સંયમસોય વીરધતો, ફરતો ચોગત્ય મઝારયરે..ચારીત્ર મન વચન કાયાયિરે ચૂકીઉં, પૂડરીક કેરડો ભાત રે, ...૬૯૯ 000*** ...૭૦૧ પંચ સૂમતિ રે છંડી કરી, કુંડરીક નર્ગમ્હાં જાત રે, ચારીત્ર સોય વીરાધા. ...૭૦૨ અર્થ : ચારિત્ર કુશીલ મુનિ) ચારિત્રની વિરાધના કરે છે. તે ઈર્યા સમિતિનું ખંડન કરે છે. જીવદયા વિના તે નિર્દયપણે ચાલે છે. કોઈ પણ જીવની યત્ના કરતો નથી. આ પ્રમાણે તે ચારિત્રની વિરાધના કરે છે...૬૯૩ ૨૫૩ કઠોર ભાષા બોલનાર ભાષા સમિતિનો નાશ કરે છે. એક બાજુ કોઈ મનુષ્યની હાંસી (ઠઠ્ઠા મશ્કરી) કરવી, તે લાખો માણસોની હિંસા કરવા બરોબર છે...૬૯૪ તેના વચનોમાં ઝેર ભરેલું છે. જેનાં વચનો અમૃત તુલ્ય મીઠાં છે અને જેને મૃદુતાપૂર્વક બોલતાં આવડે છે, તેના વચનોથી સર્વ આનંદ અનુભવે છે. (આ બીજી ભાષા સમિતિ છે.)...૬૯૫ ત્રીજી એષણા સમિતિ છે. જે શિથિલાચારી સાધુ શુદ્ધ, નિર્દોષ આહાર લેતાં નથી, તે ગોચરીના બેંતાલીસ દોષ લગાડીસંયમજીવનમાં અતિચાર લગાડે છે...૬૯૬ - દુહા -૪૬ - ચારીત્ર આપ વીરાધતો, ત્રીજો જેહ કુસીલ, સંસકતો ચોથો તજી, જે નર પામી લીલ ચોથી આદાન નિક્ષેપણ સમિતિ છે. સંયમની ઉપધિઓ લેતાં અને મૂકતાં યત્ના-જયણા ન રાખવાથી પાપ કર્મ બંધાય છે...૬૯૭ પારિષ્ઠાપનિકા એ પાંચમી સમિતિ છે. યત્નાવિના અનુપયોગી વસ્તુને પરઠવાથીવિરાધના થાય છે. આ પ્રમાણે ચારિત્ર કુશીલ સમિતિમાં દોષ લગાડે છે...૬૯૮ જેમ માછીમાર પોતાની જાળમાં માછલાં ભરે છે,તેમ ચારિત્ર કુશીલ ત્રણ ગુપ્તિના યથાર્થપાલન વિના તેમજ મનની અત્યંત સક્રિયતાથી (વાસનાઓની આળપંપાળથી) કર્મોને આત્મા સાથે બાંધે છે...૬૯૯ તેણે પોતાની જીભ પર નિયંત્રણ ન કર્યું, તેથી જેમ તેમ બોલી બીજી વચન ગુપ્તિની વિરાધના કરી મુનિ અનંત સંસાર ભટકે છે....૭૦૦ તેણે શરીર અને ઈન્દ્રિયોને વશમાં ન રાખી, તેથી સંયમની વિરાધના થઈ. આ પ્રમાણે કાયગુપ્તિમાં દોષ લગાડવાથી તે ચતુર્ગતિમાં ફરતો રહ્યો...૭૦૧ પુંડરીક રાજાનો ભાઈ કુંડરીક (શ્રમણ હોવા છતાં) મન, વચન, કાયાનું નિયંત્રણ ન કરી શક્યો તેથી તે ભૂલ્યો. તેણે પાંચ સમિતિને છોડી દીધી. ચારિત્રનીવિરાધના કરી તે નરકમાં ગયો...૭૦૨ ...૭૦૩
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy