SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ નથી) જ્ઞાનની વિરાધના કરનાર વ્યક્તિને ભલા કહેવાય. તેમની કેવી પ્રશંસા?૬૬૬ જ્ઞાનના આઠ અતિચાર છે. તેમાંથી પ્રથમ અતિચાર સહુ સાંભળો. જે અકાળે સ્વાધ્યાય કરે,(સ્વાધ્યાય કરતાં) અક્ષરો ઓછાંકે અધિકભણે, તેઓ સંયમને બાળી નાંખે છે અર્થાતુસંયમનો નાશ કરે છે. ૬૬૭ વળી તે મૂર્ખ જ્ઞાન ભણતાં ગુરનો અવિનય કરે છે. ગુરુને ઉપાલંભા આપે છે. જ્ઞાનદાતા ઉપકારી ગુરુના ઉપકારને છૂપાવે છે (ઓળવે છે) તેમજ યોગની એકાગ્રતા વિના કે તપ વિના ભણે છે...૬૬૮ તે મૂર્ખ અભિમાનરૂપી કચરો કાઢ્યા વિના જ ઉપદેશમાલા, સૂત્ર સિદ્ધાંત તેમજ સ્થવરાવલી આદિ શાસ્ત્રોનું અધ્યયન મૂઢપણે કરે છે....૬૬૯ જે જ્ઞાન ભંડારના દ્રવ્યોનું ભક્ષણ કરે છે, તેમજ તેની ઉપેક્ષા કરે છે. વળી જ્ઞાનના સાધનો ઉપર પગ મૂકી ચાલે છે, તે જ્ઞાનકુશીલ કહેવાય...૬૭૦ તે મૂર્ણ થંક વડે અક્ષરોને ભૂંસતો, શાસ્ત્ર (સિદ્ધાંતના પુસ્તકો) પર થૂક ફેંકતો (અર્થાત્ ઉઘાડે મોઢે સિદ્ધાંતવાંચવાથી) તેમજ કોઈ જીભથી તોતડું બોલી અભ્યાસ કરતો હોય તેની મશ્કરી કરે છે. ૬૭૧ જ્ઞાનીની આશાતના કરવાથી, તેમની નિંદા સાંભળવાથી, તેમને જ્ઞાનમાં અંતરાય પાડવાથી, જ્ઞાનનું અભિમાન કરવાથી, જ્ઞાનીપર દ્વેષ કરવાથી જ્ઞાનકુશીલ કહેવાય છે....૬૭૨ દર્શનકુશીલ -દુહા-૪૪ભાખ્યો જ્ઞાનકુસીલીઉં દરશણબીજ કુસીલ, શ્રીદેવગુરુધર્મજવીષિ, શંકવહિઅલીણ ૯૭૩ સંક્યા ધર્મત ફલિં, સાધર્મિકનંદ્યાય; પ્રભાવનાનીધ્યાતની, દેખી આનંદ થાય ૬૭૪ શાસનદ્રવ્યવ્યણાસતો, નવીકરીપડીલેહેણ, આશાતના જિનગુરતણી, જાણી કરતો તેણ અર્થ જ્ઞાન કુશીલનું સ્વરૂપ દર્શાવ્યું હવે બીજા દર્શન કુશીલનું સ્વરૂપ કહું છું. સુદેવ, સુગુરુ અને સુધર્મને વિષે અજ્ઞાનતાને કારણે તે શંકાશીલ રહે છે...૬૭૩ તે સત્યધર્મના ફળને વિષે સંશયશીલ રહે છે. સાધર્મિકની નિંદા કરે છે. મિથ્યાત્વની અનુમોદનાકરે છે. મિથ્યાત્વીની પ્રભાવનાથતી જોઈ તે આનંદિત બને છે...૬૭૪ તે સંઘનું દ્રવ્ય ભંડોળ વ્યય કરે છે તેમજ (સંયમની ક્રિયા જેવી કે, પડિલેહણ ઈત્યાદિ કરતો નથી. જૈન શ્રમણ અથવા પોતાના ગુરુની જાણી જોઈને (ઈરાદાપૂર્વક)આશાતના કરે છે...૬૭૫ ૬૭૫
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy