________________
૨૪૮
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
અપૂર્ણ રીતે કરે...૬૬૩
જેમ શેરડીના સાંઠાનું બનાવેલું ધોસરું (નબળું હોવાથી) ભાંગી જાય છે, તેમ ગુરુના વચનોને તે વચ્ચેથી જ તોડી (મરડી) નાંખે છે. અર્થાત્ ગુરુ સમક્ષ ઉદ્ધતાઈપૂર્વક બોલે છે. તેને દેશ ઉસન્નો કહેવાય. તેમને વંદન કરવાથી વિશેષ કોઈ લાભ થતો નથી...૬૬૪
ત્રીજા - કુશીલ કુગુરુ
- દુહા - ૪૩ -
કુસીલીઉં ત્રીજો કહ્યું, તેહના ત્રણ્યપ્રકાર,
શાન દરીસણુ સંયમી, ત્રણે ભેદ અપાર
...૬૬૫
અર્થ:
કુશીલ એ ત્રીજા નંબરના શિથિલાચારી સાધુ છે. તેમના ત્રણ પ્રકાર છે. જ્ઞાન કુશીલ, દર્શન કુશીલ, ચારિત્ર કુશીલ. આ ત્રણપ્રકારના પણ ઘણા ભેદ છે...૬૬૫
પાર્શ્વસ્થ (પાસસ્થા) તથા અવસન્ન (ઓસન્ન) નું સ્વરૂપ દર્શાવી કવિ હવે ત્રીજા શિથિલાચારી કુગુરુ ‘કુશીલ’ નું સ્વરૂપ દર્શાવે છે.
જ્ઞાનકુશીલ કુગુરુ
(ઢાળ : ૩૬ મિગલ માતા રે વનમાંહિ વસઈ. રાગ મેવાડો) આઠ અતીચાર જે જગી શાનના, તે નવી ટાલિ અજાણ, ન્યાનવરાધિ તે નર નહી ભલા, તેહનું કસ્યું રે વખાંણ આઠ અતીચાર જે જગી ન્યાનના આંચલી પ્રથમઅતીચાર સૂણયો સહૂં વલી, ભણતો જેહ અકાલિ, ઓછો અધિકો કે અર્થ અખ્યર કહઈ, નાખિ સંયમબોલ...આઠ અવ્યનિ કરતો રે મુરખય ગુરુતણો, વલી દે તો ઉપમાન,
આપ તણો ગુરુગરભિ ઓલવિ, નવહિ યોગ ઉપધાન...આઠ કાજો કાઢી તે નવ્યઉં ધરઈ, ભણતો ઉપદેશ માલ, સૂત્રસીધાંતનિં જે થીવરાવલી, પઢતો મૂરખય બાલ...આઠ શાન તણો દ્રવ્ય ભક્ષત જે કરિ, કરિ ઉપેક્ષત જેહા, શાનો પગઈ ચાપિપગ તલિ, શાન કુસીલીઓ તેહ...આઠ શૂંકિ અખ્યર મૂરખય માંજતો, શાહાસ્ત્રિ મૂખનો રે સાસ, ભણતો દેખી રે બોબડ તોતલો, કરતો તેહની હાંસ....આઠ જ્ઞાનવંતની રે કરઈ આશાતના,નિં સૂણતાં અંતર રાય,
......
...૬૬૭
...દ.
...૬૬૯
...૬૭૦
...૬૭૧
મછર મનમાંહાંરે દ્વેષ ધરી કરી, શાન ફુસીલીઓ થાય....આઠ અર્થ : કુશીલ સાધુ જ્ઞાનના આઠ અતિચારમાં અજ્ઞાનતાને કારણે દોષ લગાડે છે. (તેઓ દોષોનો ત્યાગ કરતા
...૬૭૨