SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ઉસનો સર્વથી સલગ રે, સદા વાવરિપીડ નિં ફલગરે, થાપનો કુલનો લિ આહાર રે, ઋષી ઉસનો (અ) અસાર૨ે આવશકષટર્નિસઝાઈરે, પડીલેહેણ ન પૂરી થાય રે, ધ્યના ગોચરીનિંપચખાંણ રે, વીરાધિ મુની સોય અજાણ રે આવાગમન કર્રિમૂની જ્યાઉિં રે, ન કરિ ઋષી જઈણા ત્યાહિં રે, નવ્ય કયરીઆ કરતો પૂરી રે, કરિ ઊંણી કઈ(અ) અધૂરીરે ગુરૂવચન તે મરીડી મંજઈ રે, યમસાંઠી ઘોસરું ભંજઈ રે, એ દેસ ઉસનો કહીઈ રે, તસ વંદિ ફલ નવ્ય લહીઈ રે ...૬૬૧ ...૬૨ ...૩ ૨૪૭ ...૬૬૪ અર્થ: જ્ઞાન, દર્શન અને ચારિત્રથી જે મુનિવર જુદો રહે છે. અર્થાત્ જેનામાં આ ત્રિરત્નનો અભાવ રહે છે, તેને સર્વ પાસસ્થા કહેવાય છે. તેના ચરણોમાં મસ્તક મૂકી નમસ્કાર ન કરો. (અર્થાત્ તેઓ અવંદનીય છે.)...૬૫૭ જે શય્યાતર*' (જેના ઘરે ઉતર્યા હોય તેનો આહાર લેવો) અથવા રાજપિંડ* નો આહાર લે તેમજ વિના કારણ આહાર કરે તેને દેશપાસત્થો કહેવાય...૬૫૮ જે નિયમિત*' સ્વજનોના ઘરેથી ગોચરી લે, સ્થાપના કુલ'માંથી ગોચરી લાવી વાપરે તેમજ જે ઘરમાં સામૂહિક ભોજનનો પ્રસંગ હોય તે ઘરેથી ભોજન વ્હોરે. (અથવા જે ઘરે તપેલામાં એકદમ થોડી રસોઈ હોય તે લે પરંતુ પાછો ન વળે.)...૬૫૯ આમંત્રણ આપનાર ગૃહસ્થને ત્યાંથી મુનિ ભોજન લઈ પોતાના સંયમનો નાશ કરે છે. તે દેશ પાસસ્થો છે. કોઈએ પણ તેનો સંગ ન કરવો જોઈએ...૬૬૦ જેઓ અવબદ્ધ પીઠ ફલકનો ઉપયોગ કરે છે તેમજ સ્થાપના કુલનો આહાર ગ્રહણ કરે છે. આ સર્વ અવસન્ન સાધુનું લક્ષણ છે. તેઓ પ્રમાદી હોવાથી અસાર છે...૬૬૧ તેઓ પ્રતિક્રમણ આદિ આવશ્યકમાં, વાંચન આદિ સ્વાધ્યાયમાં, મુહપત્તિ આદિના પડિલેહણમાં, ધર્મધ્યાન વગેરે શુભ ધ્યાનમાં, ગોચરીમાં તેમજ પચ્ચક્ખાણમાં વિરાધના કરે છે તથા સમાચારીમાં અસત્ય આચરણ કરે છે...૬૬૨ ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં તેમજ ઉપાશ્રયની બહાર જતાં ગમનાગમનની ક્રિયામાં મુનિ યત્ના (જનતા) ન કરે તેમજ સમાચારીની કોઈ પણ ક્રિયા યથાર્થપણે ન કરે અને કદાચ ક્રિયા કરે તો ઉતાવળથી જેમ તેમ *૧. શય્યાતર પિંડ = સાધુ જે મકાનમાં રાતે ઊંઘે કે પ્રતિક્રમણ કરે તેના માલિકનો પિંડ શય્યાતરપિંડ કહેવાય. *૨. રાજપિંડ = રાજાના ઘરનો આહાર લેવો તે રાજપિંડ કહેવાય છે. (શ્રી નિશીથસૂત્ર ઉં. ૯, સૂ. ૧, પૃ. ૧૨૦ સં. લીલમબાઈ મહાસતીજી.) *૩. નિત્ય પિંડ = ‘તમારે રોજ મારે ત્યાં આવવું' આવું આમંત્રણ આપનાર ગૃહસ્થને ત્યાંથી ગોચરી વહોરવી તે નિત્યપિંડ. (એજ. ઉં. ૨, સૂ. ૩૨, પૃ. ૨૭) *૪. સ્થાપના કુળ = સ્થાપના કુળ એટલે વિશિષ્ટ પરિસ્થિતિ માટે અલગ સ્થાપિત કરવામાં આવેલ કુળ અથવા જે ઘરોમાં ભિક્ષા માટે જતાં ન હોય તેવા ઘર. સ્થાપના કુળના ચાર પ્રકાર છે. ૧) અત્યંત દ્વેષ રાખનારા ઘર ૨) અત્યંત અનુરાગ ધરાવતા ઘર ૩) ઉપાશ્રયની સમીપ ના ઘર ૪) બહુ મૂલ્ય પદાર્થ તથા વિશિષ્ટ ઔષધિ વગેરે ઉપલબ્ધ થાય તેવાં ઘર. અથવા જે ઘરોમાં સાધુ નિમિત્તે આહારાદિ, વાદિ, ઔષધિ આદિ અલગ સ્થાપિત કરી રાખવામાં આવે તે પણ સ્થાપના કુળ કહેવાય. બાળ, ગ્લાન, વૃદ્ધ, આચાર્ય, અતિથિમુનિ માટે વિશેષ આવશ્યકતા હોય, ત્યારે ગીતાર્થ બહુશ્રુતમુનિ તે સ્થાપિત કુળમાં ભિક્ષા માટે જાય છે. (એજ. ઉ. ૪, સૂ. ૩૩, પૃ. ૬૮/૬૯). *પ. અવબદ્ઘ પીઠ ફક = શ્રમણો ચાતુર્માસમાં એક કાષ્ટથી તૈયાર થયેલી પાટ ન મળે તો ઘણા કાષ્ટ ખંડીને દોરા ઈત્યાદિથી બાંધીને તૈયાર કરેલી પાટ વાપરી શકે. તે પાટને પંદર દિવસ પડિલેહણ ન કરે તો ‘અવબદ્ધ પીઠ ફલગ' કહેવાય અથવા વારંવાર શયન કરવા માટે નિત્ય સંથારો પાથરી જ રાખે કે તદ્દન સંથારો પાથરે જ નહિ. આ સર્વ અવબહુ પીઠ ફલગ કહેવાય. (શ્રી પ્રવચન સારોદ્વાર ભા. ૧, પૃ. ૪૮)
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy