________________
રર૫
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
સંતોષી નહીં. તેથી ત્રણે ભુવનમાંતે ફરતી રહે છે. (વિક્રમરાજાની કીર્તિ ચારે દિશામાં ફેલાયેલી છે).
તે કારણથી ઉપરોક્ત ત્રણે બોલ અસત્ય છે. તમારી ખોટી કીર્તિ મને કેમ ગમે? (એ અપૂર્વ શ્લોકની વકોક્તિની યુક્તિ સાંભળી) વિક્રમરાજા હર્ષિત થયો. તેણે મુનિને નમસ્કાર કરી પોતાનું ચારે દિશાનું રાજ્ય આપ્યું...૫૯૨. | વિક્રમ રાજાએ સિદ્ધસેનસૂરિને ખુશ થઈ ચારે દિશાઓનું રાજ્ય આપ્યું ત્યારે સૂરિએ કહ્યું, “શ્રમણો પૈસા, સોનું કે સ્ત્રી નિશ્ચયથી પોતાની પાસે રાખતા નથી..૧૩
(શ્રમણો મહાવ્રતની રક્ષા માટે) પોતાની પાસે કંઈ જ રાખતા નથી એવું જાણી વિક્રમ રાજા અત્યંત ખુશ થયા. થોડા દિવસ પછી) રાજાએ મુનિને કહ્યું, “જ્યાં શિવ મંદિર છે ત્યાં જઈ આવીએ.".
સિદ્ધસેનસૂરિએ કહ્યું, “હું મહાકાળના મંદિરમાં આવીશ તો શિવલિંગના ટુકડા થશે.” વિક્રમ રાજાએ કહ્યું, “હેસૂરિ !તમે મારી સાથે આવો જે થવાનું હશે તે થશે.”...૫૯૪
સિદ્ધસેનસૂરિ મહાકાળ (શિવમંદિર)ના મંદિરમાં આવ્યા ત્યારે ભાવપૂર્વક, ઉલ્લાસથી મહાદેવની (અરિહંત દેવની) ભક્તિ-સ્તુતિ (કલ્યાણમંદિર સ્ત્રોત) કરી. (અગિયારમી કડી રચાઈ) ત્યારે શિવલિંગ પૂજવા લાગ્યું.
મહાદેવનું શિવલિંગ પૂજતાં, તેમાંથી ધૂમાડો પ્રગટયો. ત્યાર પછી અગ્નિ જ્વાળા એટલે તેજ પુંજ ફેલાયો. તેમાંથી ધરણેન્દ્ર સહિત શ્રી પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ થઈ.
સિદ્ધસેનસૂરિએ લોકો સમક્ષ કથા કહી. (પૂર્વે અહીં અવંતી સુકુમાલના પુત્ર મહાકાલનામથી લોકમાં પ્રસિદ્ધ એવા પોતાના પિતાનું નલિની ગુલ્મ વિમાનમાં જતી વખતે જે સ્થાને કાયોત્સર્ગ કર્યો હતો તે સ્થાને નવું મંદિર કરાવ્યું હતું. તેમાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી હતી. સમય જતાં અન્ય દર્શનીઓએ તે બિંબ ઢાંકી દઈ મહાદેવનું લિંગ સ્થાપિત કર્યું) આ મહાકાલનું મંદિર પૂર્વે જૈનોનું હતું. તેને શૈવધર્મીઓએ જબરદસ્તી કરી લઈ લીધું. હવે અમે તેને ગ્રહણ કર્યું છે તેથી તે આપણું (જૈનોનું) છે...૫૯૫.
વિક્રમ રાજા આચાર્યના વચનો સાંભળી આનંદ પામ્યા. રાજાએ પાર્શ્વનાથ પ્રાસાદ(જિનપૂજાદિખર્ચ) માટે હજાર ગામ આપ્યા...પ૯૬,
વિકમ રાજા દાન આપી સમક્તિધારી શ્રાવક બન્યા. તેમણે બારવ્રત ધારણ કર્યા. તેમણે મુમતા (પાખંડી મત) અને કદાગ્રહ (મિથ્યાત્વ) નો ત્યાગ કર્યો.
વિક્રમ રાજા ધર્મી બન્યા. તેમાં સિદ્ધસેન આચાર્યનો પ્રભાવ હતો. સિદ્ધસેનસૂરિ પ્રભાવિક પુરુષ હતા. તેઓ આપણું સમકિત નિર્મળ કરે છે..૫૯૭. • પ્રભાવકઃ
સમકિતના નિઃશંકતા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા આદિ આઠ આચારોના પાલનથી અતિચાર રહિત શુદ્ધ, નિર્મળ અને દઢ સમકિતની પ્રાપ્તિ થાય છે, તેથી સાત્વિકતાપ્રગટે છે.