SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ રર૬ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે કડી ૪૯૮ માં કવિ મિથ્યાત્વને શોક્ય (બીજી પત્ની)ની ઉપમા આપે છે. સમકિતધારી પ્રભાવક પુરુષની નજીક મિથ્યાત્વરૂપી શોક્ય ન આવે. સમ્યગ્દર્શનથી યુક્ત મુનિ જિનશાસનની પ્રભાવના ક૨વાના હેતુથી પોતાના યોગ બળથી વિશિષ્ટ ગુણ સામર્થ્યનો ઉપયોગ કરી પ્રભાવક બને છે. જિનશાસન સ્વયં પ્રભાવશાળી છે, પણ જેમ સોની સુવર્ણને વિશેષ ઘાટ આપી શોભાયમાન બનાવે છે, તેમ પોતાની શક્તિ દ્વારા જિનશાસનની પ્રભાવક્તાને વિવિધ રીતે પ્રસિદ્ધ કરનારા મહાત્માઓને પ્રભાવક કહેવાય છે. તેઓ જ્ઞાનાદિ ગુણોથી વિશિષ્ટ આઠ પ્રકારના છે. पावयाणी धम्मकही वाई नेमित्तिओ तवस्सी य" । દર विज्जा सिद्धो य कवी अद्वैव पभावगा भणिया ।। અર્થ : પ્રવચન પ્રભાવક, ધર્મકથિક પ્રભાવક, વાદી પ્રભાવક, નૈમિત્તિક પ્રભાવક, તપસ્વી પ્રભાવક, વિદ્યા પ્રભાવક, સિદ્ધ પ્રભાવક, કવિ પ્રભાવક એમ આઠ પ્રકારના પ્રભાવક છે. ધર્મ પ્રચારકને પ્રભાવક કહેવાય. ધર્મનો પ્રચાર કરવો તે પ્રભાવના છે. (૧) પ્રાવચનિક પ્રભાવક : કવિ ૪૯૯ થી ૫૦૨માં પ્રાવચનિક પ્રભાવકનું સ્વરૂપ દર્શાવે છે. ૬૩ વ્હાલોનિયનુત્તધરો, પાવવાળી તિસ્થવાહનો સૂરી | જે કાળમાં જેટલા આગમો હોય તેને ધારણ કરનારા, તીર્થને વહન કરનારા આચાર્ય ભગવંત પ્રવચન પ્રભાવક છે. પ્રવચન એટલે ગણિપિટક (આચાર્ય ભગવંતોની ઝવેરાતની પેટી). તેના મર્મને જાણે તે પ્રાવચની કહેવાય. જનભાષામાં સરળ શબ્દો દ્વારા જિનવાણી લોકો સુધી પહોંચાડવી એ શાસન પ્રભાવના છે. પ્રાવચનિક આગમના રહસ્યના જાણકાર હોય છે. તેઓ કુશળ વક્તા હોય છે. રોગથી ઘેરાયેલા બાળક પ્રત્યે માતા જેટલી કાળજી રાખે છે, તેનાથી વિશેષ કાળજી સમ્યગ્દષ્ટિ જીવો પોતાના સાધર્મિક બંધુ પ્રત્યે રાખે છે. જેવી રીતે માતા બાળકને નિરોગી બનાવવા કડવું ઔષધ તેના ભલા માટે પીવડાવે છે, તેવી જ રીતે અજ્ઞાનરૂપી રોગથી ઘેરાયેલા જીવો કડવી દવા સમાન જિનવાણીનું પાન કરી મિથ્યાત્વરૂપી રોગથી મુક્ત થઈ સમ્યક્ત્વરૂપી તંદુરસ્તી(નિરોગિતા) પ્રાપ્ત કરે, એવું પ્રાવચનિક પ્રભાવક ઈચ્છે છે. જૈનદર્શન અનેકાન્તવાદી દર્શન છે. તે સર્વ નયોના સમન્વયને સ્વીકારે છે. પ્રાવચનિક સ્યાદ્વાદ શૈલીથી શાસ્ત્રજ્ઞાન આપી અનેક જીવોને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ કરાવે છે. પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે દેવાદ્ધિ ગણી ક્ષમાશ્રમણે આગમ લખી જિનશાસનની પ્રભાવના કરી. આગમ શાસ્ત્ર મહાસાગર સમાન ગંભીર છે. તેના વચનો શારીરિક, માનસિક, અધ્યાત્મિક શીતળતા આપે છે. આ જિનવાણીને ઓઘસંજ્ઞાએ સાંભળનાર રોહિણેય ચોર પણ તરી ગયો. પ્રભુ મહાવીરની વાણી રોહિણેય ચોર માટે અમૃત તુલ્ય બની ગઈ. પ્રભુ મહાવીર પ્રખર પ્રાવચનિક પ્રભાવક હતા. કોઈ વૃદ્ધાનો હંસરાજ નામનો પુત્ર સર્પ દંશથી બેભાન બન્યો ત્યારે વૃદ્ધાએ હંસ શબ્દનું વારંવાર રટણ કર્યું. આ હંસ શબ્દ વારંવાર ઉચ્ચારાતાં મંત્ર બની ગયો. જેથી સર્પ દંશનું વિષ દૂર થયું. અજાણતા પણ હંસ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy