SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ રરર કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે સ્થાપિત કર્યું.) તે મંદિરને શિવપ્રસાદ બનાવ્યો છે...૫૭૪. ધર્મની રક્ષા માટે ચક્રવર્તીની સેનાનો નાશ કરવો પડે તો તે પણ કરવો. આવી વાત શાસ્ત્ર સિવાય બીજે સ્થાને કહી નથી...૫૭૫. સંઘના વચનોને ચિત્તમાં ધરી સિદ્ધસેનસૂરિએ નવા ચાર શ્લોક રચ્યા. તે શ્લોક બનાવીને તેઓ વિકમ રાજાના દરબારમાં આવ્યા. ત્યાં દ્વારપાળને (રાજાને મળવાની અભિલાષા વાળો) ભિક્ષુ દ્વારે ઉભો છે, એવું લખી મોકલ્યું...૫૭૬. પ્રતિહારીએ વિક્રમરાજા પાસે આવી મુનિ ચરિત્ર અત્યંત ઉમળકાપૂર્વક કહ્યું, “હે રાજન! તમારી કીર્તિ (પ્રશંસા) સાંભળી ભિક્ષુ તમને મળવા આવ્યો છે. તે આવે કે જાય?".૫૭૭. વિક્રમ રાજાએ દ્વારપાળને કહ્યું, “તેને(દસ)લાખ સુવર્ણમુદ્રા અને ચૌદ ગામો આપો. (હાથમાં ચાર શ્લોકો છે, તેને આવવું હોય તો આવે અને જવું હોય તેને કોઈ અટકાવશે નહીં'.૫૭૮. વિક્રમ રાજાના વચનો સાંભળી દ્વારપાળ સિદ્ધસેનસૂરિ પાસે આવ્યો. તેણે રાજાની આજ્ઞા અનુસાર સૂરિને દાન આપ્યું તથા પ્રણામ કર્યા, પરંતુ સિદ્ધસેનસૂરિએ તે દાન ન રવીકાર્યું. ત્યાર પછી સૂરિ રાજા પાસે ગયા...૫૭૯. સિદ્ધસેનસૂરિએ રાજા સમક્ષ પ્રથમ શ્લોક કહ્યો. “હે રાજન! તમારી ધનુર્વિદ્યા અપૂર્વ છે. માંગનારાઓનો સમૂહ તમારી પાસે આવે છે. એના કારણે તમારા ગુણો દિગંતર(ચારે દિશા)માં ફેલાય છે''..૫૮૦. રાજાએ સૂરિના મુખેથી પોતાની કીર્તિ સાંભળી ખુશ થઈ પૂર્વ દિશાનું રાજ્ય આપ્યું. રાજા દક્ષિણ દિશા સન્મુખ બેઠો ત્યારે મુનિએ ફરી એક શ્લોક કહ્યો...૫૮૧. (હે રાજન!) જગતમાં એવું કહેવાય છે કે, જે માંગો તે રાજા આપે. વિદ્વાનોનું આ વચન ખોટું છે કારણકે તમે પરસ્ત્રીને ક્યાં ખુશ કરો છો? અર્થાત્ તમે પરસ્ત્રીઓને ચાહતા નથી...૫૮૨. શત્રુઓએ તમારી પીઠ પ્રાપ્ત કરી નથી. (અર્થાતુ તમે શત્રુઓને ક્યારેય પીઠ દેખાડી નથી, રણમેદાન છોડી યુદ્ધમાંથી પાછા ફર્યા નથી) લોકો કહે છે તે જૂઠું છે. આવા વચનો સાંભળી રાજા ખુશ થયો. તેણે દક્ષિણ દિશાનું રાજ્ય હસતાં હસતાં મુનિને આપ્યું...૫૮૩. વિક્રમરાજા ત્યાર પછી પશ્ચિમ દિશામાં બેઠો. તેની સન્મુખ થઈ સિદ્ધસેનસૂરિએ એક શ્લોક કહ્યો, “હે રાજન! તમારી રણભેરી વાગતાં શત્રુઓના હૃદયરૂપી ઘડાઓ ફૂટે છે.” (અર્થાતુ તમારું શૌર્ય અદ્ભુત છે, તમારું નિશાન સચોટ છે.)...૫૮૪. જ્યાં પાણીનું એક ટીપું નથી ત્યાં આપના શૌર્યથી શત્રુઓની પ્રિયાઓના નેત્રો મળે છે. (તમારા શૌર્યથી શત્રુઓની પ્રિયાઓ ભયભીત બને છે.) જ્યારે તમે ડંડાથી પ્રહાર કરો છો ત્યારે મારો છો કોઈકને અને વાગે છે બીજા કોઈકને...૫૮૫. હવે રાજાએ પશ્ચિમ દિશાનું રાજ્ય સૂરિને આપ્યું. ત્યાર પછી વિક્રમરાજા ઉત્તર દિશા સન્મુખ બેઠા
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy