SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ શલોક એક કહ્યો ગહિ ગહી, અપૂર્વ ધનુર વીદ્યા તુઝ સહી; માર્ગણ સાહામો આવિ વહી, ગુણ તુઝ દૂરિ જાઇ સહી. કીર્તિ વચન મુખ્ય સૂણીઆં જસિ, પૂર્વ દશ તવ આપિ તસિં; દુખ્યણ સાહામો બિઠો સહી, શલોક એક કહ્યો ગહિ ગહી. જગમાં વચન અસ્યું કહિવાય, જે માગિ તે આપિરાય; એહ વચન મુની જૂઠું વિદ, પરસ્ત્રીનિં કયાહાં આલ્ફી દઇ ? જૂઠો લોક હિ એ સદા, રીપૂનિ પૂઠિ ન દીધી કદા; એણિ વચન રાજા થયો ખૂસી, દખ્યણ દશ આપિ નૃપ હસી. નૃપ પદ્યમ દશ બિઠો સહી, એક શલોક કહી મૂની રહી; તૂઝ નીસાંણ તણા થા વડા, શત્રુ રીદઇ રુપ હૂંટિ ઘડા. તીહાં નીર ઢંપૂં નવ્ય લહિ, વિરિ નારય લોચન જલવહિ; નીસાંણ ડંડ તણા તુઝ થાય, મારિ અન્ય વાગઇ અન્ય ઠાહિ. વલી પછયમ દશ આપી તસિં, બિઠો સ્વામી ઉત્તર દશિ; ...૫૮૦ ...૫૮૧ .૧૮૨ ...૫૮૩ ...૫૮૪ ...૫૮૫ ૨૨૧ ...૫૮૬ શલોક એક કરિ નર ગુંણી, નંદ્યા સ્તુત્ય કીધી નૃપ તણી. અર્થ : કવિ પ્રભાવક કવિતાનું સર્જન કરે છે. સિદ્ધસેનસૂરિ કવિ પ્રભાવકમાં શ્રેષ્ઠ હતા. તેમણે (ઉજ્જયિની નગરીના) વિક્રમાદિત્ય રાજાને (સુંદર કાવ્ય રચનાથી) પ્રતિબોધ્યા. કવિ સિદ્ધસેનસૂરિનો વૃત્તાંત આ પ્રમાણે છે...૫૬૮. સિદ્ધસેનસૂરિ વિચરતાં વિચરતાં એકવાર અવંતી નગરીના અરણ્યમાં પહોંચ્યા. ત્યારે નગરપતિ વિક્રમરાજા (અશ્વવાહનિકા માટે) ત્યાં આવ્યા. તેમણે સિદ્ધસેનસૂરિને મનથી વંદન કર્યા..૫૬૯. સિદ્ધસેનસૂરિએ રાજાની સમીપ આવી તેને ‘ધર્મલાભ’ આપ્યો, ત્યારે રાજાએ પૂછ્યું, ‘‘શું વંદન કર્યા વિના જ તમે ધર્મલાભ કહ્યો ? આવું કરવાથી તમારો આચાર કેમ રહેશે ?''...૫૭૦. સિદ્ધસેનસૂરિ બોલ્યા,‘હે રાજન ! જેણે અમને નમસ્કાર કર્યા તેને મેં ધર્મલાભ આપ્યો છે. ’ આ વચનો સાંભળી વિક્રમ રાજા ખુશ થયો. તેને ખાત્રી થઈ કે સિદ્ધસેનસૂરિ ‘સર્વજ્ઞનો પુત્ર’ કહેવાય છે તે સત્ય છે..૫૭૧. વિક્રમ રાજાએ સૂરિને વંદન કરી વિવેક સાચવ્યો. તેણે ક્રોડ સોનામહોર સૂરિને આપી. ત્યારે સિદ્ધસેનસૂરિએ તે સોનામહોરો ગ્રહણ ન કરી. તેમણે તે ધન વિક્રમ રાજાને પાછું સોપ્યું... ૫૭૨ વિક્રમ રાજાએ ક્યું (આપેલું ધન) મને કહ્યું નહિ. ત્યારે તે ધન સંઘમાં સુરક્ષિત સ્થાને રખાયું. જિન મંદિરના જિર્ણોદ્ધાર અર્થે તે ધનનો ઉપયોગ કરવો એવું નક્કી કરી વિક્રમ રાજા નગરમાં પાછો ફર્યા...૫૭૩. એકવાર ચતુર્વિધ સંઘ (ઉજ્જયિની નગરીમાં) એકત્રિત થયો. તેમણે સિદ્ધસેનસૂરિને વિનંતી કરી કે, પૂર્વે અહીં (પાર્શ્વનાથ ભગવાનનું) મોટું જિનમંદિર હતું. શૈવ ધર્મીઓએ (તે બિંબ ઢાંકી દઈ મહાદેવનું લિંગ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy