SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે માંજારી મૂખ્ય ભોગલ અસિં, બાલીકનિં શશિર વાગી તસિ; સોય કુમર (કુમાર)* ત્યાંહાં મુર્ણિ ગયો, ભદ્રબાહુ તે સાચો થયો. ...પર૩ અર્થ : અષ્ટાંગ નિમિત્તનો જાણકાર અને તે અનુસાર કહેનાર તે ચોથો નૈમિત્તિક પ્રભાવક કહેવાય છે. જિનશાસનના શ્રેય અને કલ્યાણ માટે મુનિવરો નિમિત્ત ભાખે છે, પરંતુ (સાંસારિક કાર્યની સિદ્ધિ માટે) અન્ય સ્થાને નિમિત્ત જ્ઞાનનો ઉપયોગ કરતા નથી... ૫૧૪ . વરાહમિહિરે પોતાના કાર્ય (પ્રસિદ્ધિ) માટે વિવિધ સ્થળોએ નિમિત્ત કલા કહી તેથી તે મરીને સંસારમાં પરિભ્રમણ કરતો રહ્યો, જ્યારે (તેનો ભાઈ) ભદ્રબાહુસ્વામી શુભ ગતિમાં ગયા..૫૧૫. તેની કથા હું આ સ્થાને કહું છું. ભદ્રબાહુ સ્વામી જયેષ્ઠ મુનિવર હતા. વરાહમિહિર તેમનો લઘુ બાંધવ હતો. તે સાધુવેશ ત્યાગી અલગ રહ્યો... પ૧૬. રાણીએ પુત્રને જન્મ આપ્યો. વરાહમિહિરે રાજપુત્રની જન્મકુંડલી કરી તરત જ ભવિષ્ય ભાખ્યું કે, આ રાજપુત્રનું આયુષ્ય ૧૦૮ વર્ષનું છે. આવું કહી તેમણે રાજા અને પ્રજાને ખુશ કર્યા...૫૧૭. સર્વ પ્રજાજનો અને ધર્માચાર્યોએ(ભદ્રબાહુસ્વામી સિવાય) રાજપુત્રને આશીર્વાદ પાઠવ્યા તેથી વરાહમિહિરે ભદ્રબાહુસ્વામીને રાજસભામાં તેડાવ્યા. ભદ્રબાહુસ્વામીએ જાહેરમાં કહ્યું કે, ‘‘યતિઓએ વારંવાર રાજસભામાં શા માટે જવું ?'' ... પ૧૮. (ભદ્રબાહુસ્વામીએ કહ્યું) બાળકનું આયુષ્ય આઠ દિવસનું છે. તેનું મૃત્યુ થશે ત્યારે હું ત્યાં આવીશ. આવા વચનો સાંભળી વરાહમિહિરને પોતાના ભાઇ પ્રત્યે ગુસ્સો આવ્યો. વરાહમિહિર રાજા પાસે ગયો. (તેણે રાજાને ભદ્રબાહુસ્વામીને રાજસભામાં તેડાવવા કહ્યું.) ... ૫૧૯. વરાહમિહિરના કહેવાથી રાજાએ ભદ્રબાહુસ્વામીને રાજસભામાં તેડાવ્યા. ભદ્રબાહુસ્વામી રાજ્યસભામાં આવ્યા. રાજાએ તેમને પુત્રનાં આયુષ્ય વિષે પૂછયું. ભદ્રબાહુસ્વામીએ બાળકનું આયુષ્ય આઠ દિવસનું કહ્યું...૫૨૦. વરાહમિહિર રાજાને કહે છે કે, ‘‘ભદ્રબાહુસ્વામી જૂઠ્ઠું બોલે છે. મારા ભાઇને જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન નથી. જોતજોતામાં આઠ દિવસ વ્યતીત થઇ જશે અને તે ખોટો સાબિત થતાં અપમાનિત થશે' 'પર૧ રાજાએ બાળકના રક્ષણ માટે દાન-પુણ્ય કરવા કહ્યું. બાળકને સુરક્ષિત સ્થાને રાખવામાં આવ્યો. આઠમા દિવસે માતા-પિતા બાળકને તેડીને ઉભા હતા...પર૨. તે સમયે બિલાડીના મુખના ચિહ્ન વાળી દરવાજાની ભોગળ (દરવાજો બંધ ક૨વાની લોઢાની ભારે અર્ગલા) અચાનક બાળકના મસ્તક પર પડી, તેથી બાળકનું ત્યાંજ મૃત્યુ થયું. ભદ્રબાહુસ્વામીનું ભવિષ્ય કથન સત્ય થયું. (વરાહમિહિર ખોટો ઠર્યો તેથી રાજા અને પ્રજામાં અપમાનિત થયો.) ...પર૩. *() મૂકેલ શબ્દ સુધારીને લખ્યો છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy