SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ મુની. એમ નીઆણ્ તે કરઈ રે, તવ વારિ રષિરાય; કડકા કાષ્ટનિં કાર્ય રે, મમદિ તરુ થડય થાય. તાંતું તારનિં કારણિ રે, મમ ખ્યોલો મણીહાર; ભસમ કાજ્ય ચંદન દહઈરે, તે નર મુઢ ગુંમાર કડકા લોહનિં કારણ રે, પ્રવહણ ભંજિ કોય; ચૂના ક્યજિ ચંતામણી રે, બાલી મુરયખ સોય. કટકા કાકર કારણિં રે, ભાંજિ કેતા કુંભ; પાત્ર એકનિં કારણિરે, કાપિ કેલિનો થંભ. કનકકુંભ સરીખું વલી રે ચારીત્ર રયણ નીધાંન; સંસાર સુખ જયમ કાક૨ો રે, મૂની મમ હો અજ્ઞાન. રાખો ચારિત્ર નીરમલું રે, પામો સુખ અનંત; સંસારના સૂખ એહથી રે, એહથી સૂર સૂખ અંત. બહુ પારિવારયો નવિ રહિ, કરયું નીઆણું ખેવ; મર્ણ લહી સુર ઉંપનો, તે નરપત્ય વસૂદેવ. બોહોત્યરિ હજાર નારી વરયો, રીધ્ય તણો નહી પાર; નારી વલ્લભ તે સહી, રુષિં સૂર અવતાર. માનવનાં સુખ ભોગવી, પામ્યો સુર અવતાર; વયાવચાદીક ફલ ભલું, ત્રતીઅ થંગ એ સાર. વીની કરો દસ જણ તણો, જયમ હોઈ સમકીત સાર; સોય બોલ વ્યવરી કરૂં, સૂણ્યો સ્યાહાસ્ત્ર વીચાર. મુની. ...૪૫૨ અર્થ : બાર હજાર વર્ષ સુધી નંદિષેણ મુનિએ ખૂબ તપશ્ચર્યા કરી. શુદ્ધ અને નિર્દોષ આહાર - પાણી વહોર્યા, મુનિ ભગવંતોની ભાવપૂર્વક સેવા કરી અને અંશ માત્ર પણ કષાય ન કર્યો. મુની. મુની. મુની. મુની. મુની. મુની. મુની. મુની. ...૪૪૩ ...૪૪૪ ...૪૪૫ ...૪૪૬ ...૪૪૭ ...૪૪૮ ...૪૪૯ ...૪૫૦ ૧૮૯ ...૪૫૧ જીવનના અંતિમ સમયે મહામુનિ નંદિષણે અનશન (જીવન પર્યંત આહાર પાણી, મીઠાઈ અને મુખવાસ એમ ચારે આહારનો ત્યાગ ) કરી સંથારો (મૃત્યુને મહોત્સવ બનાવવાની પ્રક્રિયા) કર્યો પરંતુ અજ્ઞાનના ઉદયના કારણે અંત સમયે તેમને અનશનમાં સ્ત્રીનું સ્મરણ થયું...૪૪૦. મુનિ નંદિણ મનમાં વિચાર કરે છે કે મનુષ્ય ભવ મેં વ્યર્થ ગુમાવ્યો. હું નારીનું સુખ બિલકુલ મેળવી ન શક્યો. મારી મનોકામના પૂરી ન થઈ. મેં આ ભવ વ્યર્થ ગુમાવ્યો... ૪૪૧. (મુનિ નંદિષણે નિયાણું કરતાં કહ્યું) ‘“જો મારા તપમાં શક્તિ (બળ) હોય તો તેના ફળ સ્વરૂપે હું સ્ત્રી વલ્લભ બનું. મને જોઈને સ્ત્રીઓ મારામાં આસકત બને. તેઓ ફરી ફરી મારી સામે જ જોયા કરે...૪૪૨.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy