________________
૧૮૮
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
રેલા ઉતાર્યા. એટલું જ નહિ રોગી સાધુ રસ્તામાં નંદિષેણ મુનિને મારવા લાગ્યા તેમજ જોર જોરથી અપશબ્દ બોલી પોતાનું શારીરિક બળ વધારવા લાગ્યા...૪૩૨.
(સમતામૂર્તિ) નંદિષેણ મુનિ બોલ્યા, “હે મહાત્મા ! આપના વચનો અમૃત જેવાં મધુર છે. આપનું મળમૂત્ર એ મારા માટે ચંદનના લેપ સમાન શાતાકારી અને સુગંધી છે'...૪૩૩.
સાધુ વેષમાં રહેલા દેવે પોતાના અવધિજ્ઞાનથી મુનિના મનના ભાવ જાણ્યા. નંદિણમુનિ સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ સેવાભાવી મુનિ છે. તેના મન વચન અને કાયાનાવિયોગ અચલ છે..૪૩૪.
નંદિષણમુનિ સમતા ગુણનો ભંડાર છે (છઠ્ઠનું પારણું કરવાનું રોકાતાં) નંદિષેણ મુનિએ અધવચ્ચે જ આહાર છોડવો. તે નિર્દોષ આહારની ગવેષણા કરનારો છે. ખરેખર!તે મહાન તપસ્વી છે....૪૩૫.
(અવધિજ્ઞાની) દેવોએ મંદિષેણ મુનિની ખૂબ પ્રશંસા કરી. તેમણે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. મુનિને અત્યંત અહોભાવપૂર્વક દેવોએ ત્રણ પ્રદક્ષિણા સહિત વંદન કર્યા તેમજ તેમની ભક્તિભાવપૂર્વક સ્તુતિ અને કીર્તન કર્યા...૪૩૬.
(દેવ બોલ્યા, “તારા જેવો ઉત્તમ નર આ પૃથ્વી ઉપર ત્રણે લોકમાં કોઈ નથી. તારી મેં આશાતના કરી છે. તેનું હું મિચ્છામિ દુક્કડ (ક્ષમા) માંગુ છું''..૪૩૭.
(દેવે પ્રસન્ન થઈ કહ્યું, “ઈન્દ્ર મહારાજાએ તારી ખૂબ પ્રશંસા કરી હતી. મારી બુદ્ધિ શંકાશીલ હોવાથી હું અજ્ઞાની, ગર્વ સહિત તારી પરીક્ષા કરવા આવ્યો હતો, પરંતુ તારા ગુણો અપાર છે'...૪૩૮.
-દુહા : ૨૮ગુણનો પાર ન પામીઈ, એમ કહી ચાલ્યો દેવ; નંદષેણ, નીત્ય તપતાઈ, કરતો ગુરૂની સેવ.
.૪૩૯ અર્થ : નંદિષેણ મુનિના ગુણનો કોઈ પાર નથી એમ કહી દેવ દેવલોકમાં ચાલ્યા ગયા. નંદિષેણ મુનિ નિત્ય તપશ્ચર્યા કરતા તેમજગુરુની સેવા કરતા હતા...૪૩૯.
ઢાળ : ૨૩. (દેશીઃ પારધિયાની. રાગ કેદાર.) બાર હજાર વર્સલગિરે, તપતપીઓaષીરાય; ચુધ આહાર વયાવચીરે, નકરિ અંસ કષાય. મુનીવરનું અંતિઓ અજ્ઞાન, અણસણ લેઈ સંથારો તારે; કીનારી ધ્યાન મુનીવર, અંતિ હુઓ અજ્ઞાન. આંચલી; આણિ ભવ્ય નવ્ય આદરયો રે, મુઝ નારિ નીરધાર; મનની હોસમનહારીરે, આલિંગયો અવતાર મુની. ...૪૪૧ જો મુઝતપનું બલ ઘણુંરે, નારિવલ્લભલહોય; મુઝ દીઠિ મન ઉહોલસિરે, ફરી ફરી સાહામું જોય. મુની. ...૪૪૨
..૪૪૦