________________
જૈન દર્શનમાં સખ્યત્વનું સ્વરૂપ
•.૪૩૧
૪૩૬
બઈસી મુનીવર ખંધ્ય ચઢાવિ, નંદષેણ પોસાલિ આવઈ; વાર્ટિ આવતાં સંકા કરતો, મુનવરનિ છાંતિ ભરતો. ગ્રુહ પાસ ચાલિરેલા, જેમ વર્ષ પૂઠ લિંવેલી; ઉપરિમુનીવર નિ મારિ, દીઈ ગાલિનિ સબલપચારઈ.
...૪૩૨ નંદણ ફરી એમ બોલિ, તૂમવચનતે અમૃત તોલિ; હારો મલતે મુનીવર કેહવો, મુઝ મચતે ચંદન તેહવો.
૪૩૩ દેવમુનીવર જુતો જેહ, તવચાનિ નરખિતે; નંદણ વડો મુનીરાય, નીશ્વલ મન વચનનિ કોય.
•••૪૩૪ જે સમતા રસનો દરિયો, ઉદ્યો અધવચ્ચે આહાર નકરીઓ; ચુધ ગોચરીનો કરહાર, માહાતપીઓએ નીરધાર.
..૪૩૫ મનમાંહિં પ્રસંસી દેવ, રૂપ પ્રગટ કરયુ તતખેવ; દેઈ ત્રણ પરદક્ષણ વંદિ, અવિકીર્ત કરઈ આનંદિ. તૂસરીખૂનહી નર કોઈ, ત્રિભોવન પ્રથવીમિં જોઈ; કીધી અસાતના તુમ જેહ, મુઝ મીછાદૂકડતેહ.
...૪૩૭ કરિ અંદ્ર પ્રસંસા તાહરી, ત્યારિ મત્ય મુંઝાણી હારી; કરૂપરીખ્યા મુઢ ગમાર, હારા ગુણોનલહૂ પાર.
...૪૩૮ અર્થ: સંપૂર્ણ નગર મુનિના મળની તીવ્ર દુર્ગધથી ગંધાઈ ઉડ્યું. કોઈ પણ વ્યક્તિ તેની પાસે જવા તૈયાર ન હતું. ત્યારે મુનિ નંદિષેણે રોગી શ્રમણ તરફ મનથી પણ અભાવ (સૂગ, અણગમો) ન કર્યો. ધન્ય છે નંદિપેણ મહાત્માને !...૪૨૮.
રોગી સાધુના દેહને સ્વચ્છ કર્યા પછી નંદિષેણ મુનિ કહે છે કે, “હે મહાત્મા ! તમે ઉભા થાવ, હું તમને ટેકો આપું છું.” ત્યાં તો રોગી સાધુરૂપી દેવે (તર્જના કરી) કહ્યું, “તું શું બોલે છે તેનું તને ભાન છે? તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે નંદિષેણ?...૪ર૯.
(રોગી મુનિ કહે છે) મારાથી ધરતી ઉપર પગ પણ મંડાતો નથી ત્યાં હું કેવી રીતે ચાલે?” ત્યારે મુનિ નંદિષેણે રોગી મુનિને કહ્યું કે હું તમને ખભે બેસાડું છું'. નંદિષણમુનિ પ્રસનતાપૂર્વક મનમાં વિચારે છે કે મુનિના મળથી મારું શરીર આજે પવિત્ર બની જશે..૪૩૦.
નંદિષેણ મુનિ રોગી શ્રમણને ખભે બેસાડી પૌષધશાળા (ઉપાશ્રય)માં લાવ્યા. રસ્તામાં તે રોગી મુનિએ મળ મૂત્રથી નંદિષેણ મુનિના દેહને ચારે તરફથી ભરી દીધો...૪૩૧.
જેમ વૃક્ષની ચારે તરફ વડવાઈઓ ફૂટી નીકળે છે તેમ નંદિષેણ મુનિના શરીરે ચારે તરફ અશુચિના