SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે નંદિષણ મુનિએ તપનું ફળ માંગી નિયાણું કર્યું. તે સમયે તેમના ગુરુએ તેમને (અકૃત્ય કરવા બદલ) રોક્યા. ગુરુએ કહ્યું,‘‘હે નંદિષણ ! લાકડાના નાનાટુકડા માટે વૃક્ષના થડ પર પ્રહાર ન કરાય...૪૪૩. તાંબાના નાના નાના ટુકડા માટે મણિહાર ન ખોલાય. રાખ માટે ચંદનના લાકડા બાળનાર મનુષ્ય અજ્ઞાની મૂઢ−ગમાર ક ૨ કહેવાય...૪૪૪. વળી લોખંડના નાના નાના ટુકડા માટે કોઈ વહાણ ભાંગનાર અથવા ચૂના માટે ચિંતામણી રત્ન ભાંગનાર નાદાન અથવા મૂર્ખ કહેવાય...૪૪૫. પત્થરના ટુકડા માટે કામકુંભનો નાશ કરવો અથવા એક પાંદડા માટે કેળાના વૃક્ષનું થડ કાપવું એ મૂર્ખતા છે...૪૪૬. ચારિત્ર એ કનકકુંભ અને ચિંતામણિ રત્ન કરતાં અમૂલ્ય છે. સંસારનાં સુખો એ તો કાંકરા સમાન તુચ્છ છે માટે હે મુનિ ! તમે અજ્ઞાનનો ત્યાગ કરો...૪૪૭. તેમજ ચારિત્રને કલંકિત ન કરતાં નિર્મળ રાખો. ચારિત્રનું યથાર્થ પાલન કરવાથી શાશ્વત સુખ મળે છે. સંયમથી સંસારનાં સુખો અને દેવતાનાં સુખો પણ મળે છે''...૪૪૮. ગુરુએ નંદિષેણ મુનિને નિયાણું ન કરવા ઘણો સમજાવ્યો, પરંતુ નંદિષણ મુનિએ અંતે તત્કાલ નિયાણું કર્યું. તેઓ મૃત્યુ પામીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. (તે ભવ પૂર્ણ કરી) ત્યાંથી ચ્યવી મનુષ્યોમાં શ્રેષ્ઠ વસુદેવ નામના રાજકુમાર થયા...૪૪૯. વસુદેવ ૭૨૦૦૦ રાણીઓને પરણ્યા તેમનો વૈભવ અપાર હતો. તેઓ સ્ત્રી વલ્લભ બન્યા. અર્થાત્ તેઓ રૂપમાં દેવલોકના દેવ જેવા સ્વરૂપવાન હતા... ૪૫૦, મનુષ્ય ભવના સુખો ભોગવી વસુદેવ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ફરીથી દેવલોકમાં ઉત્પન્ન થયા. વૈયાવચ્ચ (સેવા) નું ફળ કલ્યાણકારી છે. આ સમકિતનું ત્રીજું લિંગ છે ... ૪૫૧. જેમ સમકિત જગતમાં ઉત્તમ છે. તેમ દશ જણનો વિનય કરવો પણ ઉત્તમ છે. વિનયનાં દશ બોલ વ્યવહાર સમકિતનાં છે. તેને શાસ્ત્ર અનુસાર સાંભળો અને વિચારો... ૪ પર. • વૈયાવચ્ચ ઃ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે ४० नाणं च दंसणं चेव चरितं च तवो वहा । एस मग्गु त्तिपन्नतो, जिणेहिं वरदंसिहिं । । અર્થ : જિનેશ્વર ભગવંતોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ મોક્ષમાર્ગ પ્રરૂપ્યો છે. વૈયાવચ્ચ એ આત્યંતર તપ છે. જે આત્માને જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ પ્રત્યે બહુમાન હોય તે જ દેવ-ગુરુની સેવા કરી શકે. શ્રી ભગવતીસૂત્ર તથા પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં દશ પ્રકારની વૈયાવચ્ચ દર્શાવેલી છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy