________________
૧૬૪
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
કપિલ કહે છે કે, “તમે એની ચિંતા શા માટે કરો છો?" ત્યારપછી) ઈન્દ્રદત્ત ઉપાધ્યાય કપિલ સાથે (તે જ નગરીના) શ્રેષ્ઠી શાલિભદ્ર નામના ગૃહસ્થના ઘરે આવ્યા...૩૨૫.
કપિલે (શિષ્ટાચાર જાળવવા) ક્ષેમકુશળ પૂછી. પોતાની સર્વ હકીકત જણાવી અને કહ્યું કે, “ભોજન (રહેઠાણ)ના પ્રબંધવિના હું અજ્ઞાની રહીશ." ત્યારે સ્વભાવે દાનવીર એવા શાલિભદ્ર વ્યાપારીએ (તરત જ) પોતાને ત્યાં ભોજનની વ્યવસ્થા કરી આપી...૩ર૬.
મને શ્રેષ્ઠ દાતાર મળ્યા છે. તે વિચારથી કપિલનું મન અત્યંત પ્રસન્ન થયું. તેણે દુકાનમાંથી પુસ્તક ખરીદ્યા. શાલિભદ્ર શ્રેષ્ઠીના ઘરે રહેલી જુવાન દાસી નિત્ય રસોઈ બનાવી આપતી..૩૨૭.
ઈન્દ્રદત્ત ઉપાધ્યાયના ઘરે રહીને કપિલે ખૂબ વિદ્યાભ્યાસ કર્યો. દાસીને મધુર વચનો(ઠઠ્ઠા મશ્કરી) અને શૃંગાર ક્રીડાથી કપિલ તેના પ્રત્યે મોહિત થયો. તેની સાથે કપિલ ભોગ-વિલાસ કરવા લાગ્યો....૩૨૮.
– દુહા- ૨૩સીહ ગફાયિં જઈ રહિ, રહિતે જ્યાહાં બલ્ય સાપ;
જિનકહિ શ્રી સંગિ રહી, રષિવિરલા આપ. ..૩ર૯ અર્થ : સિંહની ગુફા પાસે રહેવું અને સાપના બિલ પાસે રહેવું સરળ છે, પરંતુ સ્ત્રીના સંપર્કમાં અલિપ્ત કોઈ વિરલ મહાત્માજ રહી શકે, એવું જિનેશ્વરદેવ કહે છે...૩૨૯.
- ચોપાઈ-૧૧કપિલવિઝનરાષિ આપ, લાગું પરસ્ત્રી પાપ; દાસીસ્યુનત્ય રંગિંરમિ, ભણિ શાસ્ત્ર નંદીનની ગમિ. •૩૩૦ કાજલી મધ સર્વણી દિન અસિ, દાસી પ્રેમિં બોલી તસિં; સ્વામી મહારિ તુમસ્યપ્રેમ, બિમાસા મૂઝ જોઈઈ હેમ.
...૩૩૧ વિપ્રકહિ સૂણિનારી વાત, મુઝ કિંન મલિસોવન ઘાત; દાસી કહિ ઉત્તરસ્યું કરિ, સ્ત્રી કારણિતૃપરાવણ મરિ. વલી જૂઓ નારિનિકાય, પાણી પાકિબંધાવી રાખ્ય; નાચ્યો ઈશ્વર મૂકી માં, તુમ્યોનક એક નારી કામ.
...૩૩૩ એણઈ નગરિ સાહાધાન દાતાર, વહિલા ઉઠી જાઓ ભરતાર; બિમાસા સોવનદેઅસિ, તેણઈ કાજ મુઝ સઘળું થસિં. લાયો ભામણ અન્ય સંકાય, સ્ત્રીનું કામ મિં કરયું ન થાય; જાઉં તે વીવહારી બારય, લેઈ સોવન સંતોષં નારય. સૂવિચાર કરીની જાત્ય, ઉઠોવેશ્યન જાણી રાય; વાટિ જાતાં સુભટિ ગ્રહો, ચોર કરી તાણી બાંધીઓ.
•.૩૩૨
•••૩૩૪
•..૩૩૫
૩૩૬