________________
૧૬૩
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
૩ર૭
કહી કલ્યાણ વૃતાંત જ કહ્યો, ભોજન વીના હું મૂરખ રહ્યો; સાલિભદ્ર જાતિદાતાર, વ્યવહારીકઈ દેસ્ય આહાર.
૩૨૬ કપિલ તણઈ મનિહરીખ અપાર, મૂઝ મલીઉ મોટો દાતાર; હાટિ થકી અનચોપડ લઈ, ગુરૂની દાસી રાધી દીઈ. તવત્યાહાં કપિલ વિદ્યા બહુ ભણિ, રહિ ધઈરય ઉપાધ્યાય તણઈ; દાસી સુંદર વચન વીલાસ, તેહર્યું કરતો ભોગવિલાસ.
...૩૨૮ અર્થ: શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના આઠમા અધ્યયનમાં કપિલ કેવળીની કથા છે. કૌશંબી નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં શ્રીમંત લોકો રહેતા હતા...૩૧૪.
તે નગરીમાં કાસબભટ્ટ(કાશ્યપ) નામનો શાસ્ત્રી રહેતો હતો. તે ચોદ વિદ્યામાં પારંગત હતો. તેની જશા નામે એક પત્ની હતી. તેના ઉદરે કપિલ નામનો પુત્ર જન્મ્યો...૩૧૫.
કપિલ મોટો થયો ત્યારે તેના પિતા કસબભટ્ટ મૃત્યુ પામ્યા તેથી રાજાએ કાસબભટ્ટની રાજ્યશાસ્ત્રી ની પદવી (ગરાસ) બીજા ભટ્ટને (વિદ્વાનને) આપી દીધી...૩૧૬.
(એકવાર) તે રાજ્ય-શાસ્ત્રીની પાલખી પોતાના ગૃહ સમીપેથી પસાર થઈ. જશાની દષ્ટિ તેના પર પડી. (પૂર્વ સ્થિતિનું સ્મરણ થતાં) તે રડવા લાગી. ત્યારે કપિલે માને દુઃખનું કારણ પૂછ્યું..૩૧૭
મા એ કહ્યું, “વત્સ ! સાંભળ તારા પિતા પરલોક ગયા છે. તું કાંઈ ભણ્યો નથી, તેથી આ ભટ્ટ રાજ્ય-શાસ્ત્રીની પદવી મેળવી તારા પિતાનો ગરાસ લઈ લીધો છે'.૩૧૮.
(કવિ કહે છે) મુર્ખ પુત્ર, વ્યભિચારિણી સ્વરૂપવાન સ્ત્રી, ગલિત અંગ, વાંકા અંગ, દુર્ગધી શરીર, અભક્ષ્ય ભોજન, કડવાં વચન, આસાતે ખરાબ વસ્તુઓ જીવને જીવન પર્યત સંતાપ આપે છે...૩૧૯.
માતાના વચનો સાંભળી કપિલને દુઃખ થયું. તેણે માતાના ચરણે મસ્તક નમાવી વિનયપૂર્વક કહ્યું, હે માતા ! હું વિદ્યા ભણી તને સંતોષ પમાડીશ'.૩૨૦.
આ પ્રમાણે કપિલે મધુર વચનોથી માતાને પ્રસન્ન કરી. માતાએ તેને કહ્યું, “તું શ્રાવતી નગરીમાં જઈ, ઈન્દ્રદત્ત નામના તારા પિતાના પરમમિત્રને મળી તેમની પાસે ઉત્તમ વિદ્યા ભણ. '...૩૨૧.
કપિલ માતાને આપેલું વચન પૂર્ણ કરવા સાવથી નગરીમાં વિદ્યા ભણવા ગયો. નગરીમાં આવી તેણે પૂછતાછ કરી અને પિતાના મિત્ર ઈન્દ્રદત્ત ઉપાધ્યાયને ત્યાં આવી પહોંચ્યો...૩૨૨.
- કપિલે ઈન્દ્રદત્ત વિદ્વાનને વિનંતી કરી કે, “તમારા પરમ મિત્ર કાશ્યપ બ્રાહ્મણનો હું પુત્ર છું. હું તમારી પાસે એકાગ્રતાથી અત્યંત ઉલ્લાસપૂર્વક વિદ્યાભ્યાસ કરીશ...૩૨૩.
હું તમારા મિત્રનો ઉત્તમ પાત્ર (વિદ્યાર્થી) છું. યોગ્ય કે અયોગ્ય વિદ્યાર્થીની ગુરુપરીક્ષા કરી અને વિદ્યા આપવાની કૃપા કરો. જેથી હું રાજ્યશાસ્ત્રી (રાજપુરોહિત)ની પદવી પ્રાપ્ત કરી રાજ્યમાં સન્માન પ્રાપ્ત કરું”...૩૨૪.
ત્યારે બ્રાહ્મણ ઉપાધ્યાય ઈન્દ્રદત્ત બોલ્યા “જો ભોજન અને રહેઠાણનો પ્રબંધ થાય તો વિદ્યા ભણજે"