SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ • આત્મ પરિણામયુક્તજ્ઞાન : આધ્યાત્મિક માર્ગે લાભ અને નુકશાનપૂર્વકનું જ્ઞાન. આવું જ્ઞાન સમકિતીને જ્ઞાનાવરણીય કર્મના ઘટવાથી ઉત્પન્ન થાય છે. • તત્ત્વ સંવેદનજ્ઞાન અનેકાંતવાદથી યુક્ત હેય અને ઉપાદેયના વિવેક સહિતનું જ્ઞાન. વરૂપની દિશામાં પ્રચુર પ્રમાણમાં વીર્યનું પિંડીભૂત થઈ વહેવું અને તેમાંથી ક્ષયોપશમ થઈ પ્રગટેલું જ્ઞાન તે તત્વ સંવેદનયુક્ત જ્ઞાન છે. આ જ્ઞાન કેવળજ્ઞાન લાવે છે. તે જ્ઞાન વિશિષ્ટ વિરતિધરોને હોય છે. કડી ર૯૮ થી ૩૦૨ સુધીમાં કવિ જ્ઞાન અને જ્ઞાનીઓની મહત્તા દર્શાવે છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં પણસૂત્રકાર જ્ઞાનની મહત્તા દર્શાવે છે. જ્ઞાનથી આત્મા જીવ આદિ પદાર્થોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે. કવિએ કડી ૨૯૮-૨૯૯ માં જ્ઞાનને દીપકની અને મિથ્યાત્વને અંધકારની ઉપમા આપી છે. આ જગતમાં દીપક, સૂર્ય અને સરોવર કરતાં જ્ઞાની શ્રેષ્ઠ છે કારણકે આ સર્વ પદાર્થોની એક સીમા છે. દીપકના તળિયે અંધારું છે. સૂર્યનો પ્રકાશ પાતાળમાં પહોંચી શકતો નથી. સરોવરનું પાણી ઉષ્ણતાથી સૂકાઈ જાય છે. આ સર્વ સંયોગો વિયોગમાં પરિણમે છે પરંતુ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું કેવળજ્ઞાન (સંપૂર્ણજ્ઞાન) લોકલોકને પ્રકાશિત કરનારું હોવાથી તે શાશ્વતુ અને અમર્યાદિત છે. તેની સ્થિતિ સાદિ અનંત છે. આવું જ્ઞાન ધરાવનાર જ્ઞાની ભગવંતો છે. તેમના શરણે આવેલો તેમના જેવો બને છે. દીપક, સૂર્ય અને સરોવરથી પણ જ્ઞાનીજન અધિક શ્રેષ્ઠ છે, એવું કહી કવિ વ્યતિરેક અલંકાર વાપરે છે. -દુહા : ર૧ત્રીજા સોય જાય સહી, કોઠો સીતલ થાય; કવિજન કહિ ઘનવંતથી અદીકોજ્ઞાની રાય. ૩૦૩. અર્થ: જ્ઞાનરૂપી નીરથી અજ્ઞાનરૂપી તૃષા નષ્ટ થાય છે. હૃદય શીતલ બને છે. તેથી જ કવિઓ કહે છે કે શ્રીમંતથી પણ જ્ઞાની મહાત્મા શ્રેષ્ઠ છે. જ્ઞાનીની મહત્તા ઢાળઃ ૧૬ (દેશીઃ પાટ કેસમ(કુસુમ) જિન પૂજ પરૂપઈ.) થન આવિ નર જગહાં જાણો, પ્રાહિં પાપ કરતા; કોધ, માન, મોહ, માયા વાધઈ, રાયણી દીવશ હતા. •૩૦૪ હો ભઈ જ્ઞાનવંત તે મોટો, ફૂફમાલનિઅમૃત ભરીઉં; જન્મ્યો કનકનોલોટોહો ભાઈ, જ્ઞાનવંતતે મોટો. હો ભાઈ જ્ઞાનવંત..આંચલી. ધ્યન આવિનર ત્રિીણા વાધઈ; (જ) યમ ઈધણથી આગ્ય; તસકર ઘાડિથકી (જ) યમવાધિ, સબદ ઘણેરો લાગ્યો . હો ભાઈ....૩૦૬ ..૩૦૫ *અર્થપૂર્તિ માટે (જ) અક્ષર ઉમેર્યો છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy