SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે ધન આવિ કરિ મંદીર મોટાં, કરતો વાડય આપ; ઘણા કાલ લગિતે ચાલિ, દૂઠિ લાગું પાય. હો ભાઈ.....૩૦૭ વડ સફરીનું વાંહાંણ કરાવિ, શપત વાતની નાલ્ય; પાપ તણી તેણિ વેલ્ય વધારી, નાખ્યું સૂકીત બાલ્ય. હોભાઈ...૩૦૮ એક ધન પામી નગર વસાવિ, પાતીગઠામકરાવિ; ચઉગત્ય માંહિ ફરતાં ભાઈ, પાતીગ પૂઠિ આવિ. હો ભાઈ..... ૩૦૯ એ ધનથી દૂબ પરગટ પાંમિ, સમુદ્રવેલિમાં જાઈ; અગ્યન ચોર કુવસને વણસિ, ઉદાલી લિરાય. હોભાઈ...૩૧૦ જ્ઞાનરૂપ ધનકોનથલીઈ, જ્યાહાં જાઈ ત્યાહાં પૂઠિ; સોય સભૂટ નર કહીંયિં નહારિ, લોહ મગરબી મુંઠિ. હોભાઈ....૩૧૧ અર્થ : જગતમાં મનુષ્ય પ્રાયઃ ધન આવવાથી પાપ કરે છે. ક્રોધ, માન, માયા અને મોહરૂપી કષાયોની વૃદ્ધિ કરે છે, તેમજ રાત્રિ અને દિવસ નિરંતર ધનની પ્રાપ્તિ પાછળ દોડતા રહે છે...૩૦૪. હે ભાઈ ! જ્ઞાનવંત આ જગતમાં સર્વ શ્રેષ્ઠ છે. કિંમતી અમૃતથી ભરેલ સોનાનાં કુંભની જેમ જ્ઞાનવંત જગતમાં શ્રેષ્ઠ (પૂજનીય, મંગલકારી?) છે...૩૦૫. જેમ ધણથી અગ્નિ, ચોરથી લૂંટફાટ અને વાદીઓથી વિવાદ વધે છે તેમ સંપત્તિથી મનુષ્યની તૃણા વધે છે...૩૦૬. લક્ષ્મી પ્રાપ્ત થતાં મનુષ્ય મોટા દેવમંદિરોનું નિર્માણ કરે છે. રવયં અલગ સંપ્રદાય રચે છે. ઘણા સમય સુધી અલગ સંપ્રદાયો ચલાવે છે અને (રાગદ્વેષના કારણે) પાપ કર્મ બાંધે છે.૩૦૭, (ધનવાન બનવાની લાલચમાં) ખલાસી બની મોટું વહાણ બનાવડાવ્યું, જીવહિંસા ત્યાગના અલ્પ પણ પચ્ચશ્માણ(સોગંદ, નિયમ) લીધા નહિ તેથી પાપરૂપી કર્મની વેલડી વૃદ્ધિ પામી. અજ્ઞાનને કારણે પુણ્ય કર્મવેડફી નાખ્યું.૩૦૮. વળી કોઈ ધનવાન બની નગર વસાવી આશ્રવ (પાપ કર્મનું પ્રવેશવું) નાં સ્થાન બનાવે છે, જેથી ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં આ પાપકર્મ તેની પાછળ આવે છે...૩૦૯. આ ધનથી પ્રગટ દુ:ખ પમાય છે, વળી ધનનું રક્ષણ કરવું પડે છે, તે સમુદ્રના મોજામાં ડૂબી જાય છે, અગ્નિ, ચોર અને વ્યસનો દ્વારા નષ્ટ થાય છે, વળી રાજા તેનું હરણ કરે છે...૩૧૦ (પરંતુ) જ્ઞાનરૂપી સંપત્તિનું હરણ થતું નથી! જ્ઞાની જ્યાં જાય ત્યાં જ્ઞાન તેની સાથે જ જાય છે. જ્ઞાનરૂપી સેનાપતિની બે મુઠ્ઠીમાં લોઢાનું મુદ્રગર છે, જેથી તે ક્યાંય હારતો નથી...૩૧૧. કવિ ઋષભદાસે ઢાળઃ ૧૬ માં ધનવંત અને જ્ઞાનવંતની તુલના કરી છે અને કડી-૩૧૧માં જ્ઞાનવંતને સેનાપતિની ઉપમા આપી છે. સમ્યગુજ્ઞાન થવામાં સદ્ગુરુ મહત્વનો ભાગ ભજવે છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy