SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે Ro ૪) વંશાવMT=નિર્નવ, પાસત્યા, આદિ મિથ્યાદષ્ટિ જીવોનો સંગ ન કરવો. કવિએ કડી ર૯૫માં નવતત્વનાં નામ કહ્યા છે. નવ તત્ત્વના નામ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં દર્શાવેલ છે. (૧) પરમાર્થ સંતવઃ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્વ છે. તેના પરમાર્થની શ્રદ્ધા થવી એ સમકિત છે. શ્રી તત્વાર્થસૂત્ર કહે છે - તાર્યશ્રદ્ધાનં જીવાદિ પદાર્થોની શ્રદ્ધાને સમકિત છે. શ્રી સમયસાર કલશમાં કહ્યું છે - चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानम्, कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरुपम्, प्रतिपदमिदमात्म ज्योतिरुद्योतमानम् ।। અર્થ: નવ તત્ત્વરૂપ અનેક વર્ષની માળામાં આત્મતત્ત્વરૂપ સોનાનો દોરો પરોવાયેલો છે, જે લાંબા સમયથી છુપાઈને રહેલો છે તેને શોધી કાઢી સમ્યગુરષ્ટિ પુરુષ આત્મતત્વનો અનુભવ કરે છે. નવ તત્ત્વમાં જીવ અને અજીવ એ મુખ્ય બે તત્ત્વો છે. જીવ કર્મ (અજીવ)થી બંધાયેલો છે. તેનું કારણ પુણ્ય અને પાપ છે. પુણ્ય અને પાપ એ આસવ છે. આસવના કારણે બંધ છે. આસવને રોકનાર સંવર છે. તપ દ્વારા પૂર્વ સંચિત કર્મોને ખેરવી શકાય છે. સર્વ કર્મનો ક્ષય થવો એ મોક્ષ છે. તે જ શુદ્ધ આત્મસ્વરૂપ છે. દેહ અને આત્માનું ભેદ જ્ઞાન થવું તે સમકિત છે. સમકિતને પ્રાપ્ત કરવા, નિર્મળ રાખવા અને સુરક્ષિત રાખવા તત્ત્વશ્રદ્ધા અને ગીતાર્થ ગુરુનો સત્સંગ આવશ્યક છે. શ્રી જ્ઞાતાસૂત્રમાં અનેક શ્રાવકની તત્ત્વશ્રદ્ધા વિખ્યાત છે. (૨) સુદૃ ષ્ટ પરમાર્થ સંસ્તવ : મોક્ષમાર્ગને જાણનારા ગીતાર્થ ગુરુની સેવા કરવી એ સમકિતની બીજી સદ્દણા છે. શ્રી આનંદઘનજી મહારાજ ગુરુનું લક્ષણ બતાવતાં કહે છે – આગમધર ગુરુ સમકિતી, ક્રિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, સુચી અનુભવાધારરે. આગમના અભ્યાસી, જિનાજ્ઞા અનુસાર જીવન જીવનારા, આત્માનુભૂતિને પામેલા ગીતાર્થ ગુરુ સાધકને અનુભૂતિના સ્તરે પહોંચાડવામાં સહાયક બને છે. જ્ઞાનીને સમર્પિત રહેવાનું ફળ અપેક્ષાએ જ્ઞાની છે. જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા, જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા. મિથ્યાત્વનો સંગ સમકિતને નષ્ટ કર્યા વિના ન રહે. જેમ કાજળની કોટડીમાં બેસનાર સર્વથા કદાચ કાળો ન બને, તો પણ તેના હાથ કાળા બન્યા વિના ન રહે. જેવું બીજ હોય તેવી જ ફળની પ્રાપ્તિ થાય તે યુક્તિએ જ્ઞાનીના સંગથી જ્ઞાની થવાય. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ત્રણ પ્રકારના જ્ઞાન દર્શાવેલ છે. • વિષય પ્રતિભાસજ્ઞાન : હેય અને ઉપાદેય વિનાનું મૂઢ જ્ઞાન. અગ્નિના દાહક સ્વભાવથી અજાણ બાળક અગ્નિની ચમકમાં આકર્ષાય છે, તેમ મિથ્યાદષ્ટિ વિષયભોગોમાં આકર્ષાય છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy