SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે બ્રહ્મચર્યનું પાલન કરી મહર્ષિ નારદ મોક્ષમાં ગયા. જગતમાં શીયળ વ્રતના પાલનથી ઘણા ગુણો પ્રાપ્ત થાય છે...૨૪૬ (જે સાધક) બ્રહ્મચર્યનું શુદ્ધિ પૂર્વક પાલન કરે છે, ઉગ્ર તપશ્ચર્યા કરે છે, તે દુષ્કર કર્મોનો ક્ષય કરી ચક્રવર્તી અથવા ઇન્દ્રની પદવી પ્રાપ્ત કરે છે. કરોડો દેવતાઓ તેની આજ્ઞામાં હોય છે ...૨૪૭ (સેવાભાવી) નંદિણ મુનિએ ઉગ્ર તપશ્ચર્યા કરી, મૃત્યુ પામી તેઓ વસુદેવ (નામે રાજકુમાર) થયા. તેમના અંતઃપુરમાં ૭૨,૦૦૦ સ્ત્રીઓ હતી. તેમણે ચક્રવર્તી જેવાં સુખો ભોગવ્યાં.૨૪૮ જેનું વીર્ય (આત્મિક ઉલ્લાસ) તપરૂપી ધર્મમાં છે. (તેવા જીવો માટે) તપ ધર્મનું ફળ દર્શાવતાં કહે છે કે તપનું ફળ મુક્તિ છે, જે પાંડવો જેવા શ્રેષ્ઠ મુનિવરોને પ્રાપ્ત થયું ...૨૪૯ દ ૢપ્રહારી, ઢંઢણકુમાર, અર્જુનમાળી, ઉદાયનરાજા જેવા ચારે વ્યક્તિઓએ ઉગ્ર તપશ્ચર્યા કરી મુક્તિ મેળવી ...૨૫૦ જેમ જગતમાં શેરડીનાં ફૂલો ન હોય, તેમ શુદ્ધ ભાવ વિના દાન, શીલ, તપ ધર્મની આરાધનાનું કોઇ મૂલ્ય નથી (ભાવ વિના અન્ય ગુણો નપુંસક છે) ...૨૫૧ શુદ્ધ ભાવ જીવને કેવી રીતે પ્રાપ્ત થાય છે ? શુદ્ધ ભાવ ચૌદ બોલથી ઉત્પન્ન થાય છે, પ્રાપ્ત થાય છે. ૧) સમ્યક્ત્વનું શુદ્ધિપૂર્વક પાલન કરવાથી, ૨) વિશુદ્ધ ચારિત્ર પાલનથી, ૩) ઇન્દ્રિય વિજેતા બનવાની બુદ્ધિથી ...૨૫૨ ૧૧૫ ૪) કષાય નિગ્રહથી ૫) ગુરુકૂળ વાસમાં વસવાટ કરવાથી ૬) વિષય કષાય અને વિકારો (દોષો) ને ટાળવાનો અભ્યાસ કરવાથી ૭) વિનય કરવાથી ૮) સંસારની અસારતારૂપ વૈરાગ્ય ભાવથી ૯) વૈયાવચ્ચ કરવાથી ૧૦) સ્ત્રી સંગનો ત્યાગ કરવાથી ૧૧) બીજાનાં અવગુણો તરફ દષ્ટિ ન કરવાથી ......૨૫૩ મ ૧૨) ધર્મમાં ધીરતા ૧૩) આયુષ્યના અંતે અનસન ઇત્યાદિ તપશ્ચર્યાથી ૧૪) પાંચ પ્રકારના સ્વાધ્યાયથી એમ ચૌદ બોલથી ભાવની શુદ્ધિ થાય છે ...૨૫૪ કવિએ આ ચોપાઈમાં દાન, શીલ, તપ અને ભાવધર્મનો મહિમા તેમજ તેનું ફળ દર્શાવ્યું છે. તે માટે કવિએ કેટલાંક શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો મૂક્યા છે. • દાનધર્મ : શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજી દાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે – ૧૧૬ અનુપ્રહાર્ય સ્વસ્થતિસર્જ: વાનમ્। બીજા ૫૨ અનુગ્રહ કરવા પોતાની માલિકીની વસ્તુનો ત્યાગ કરવો તે દાન છે. ન્યાયવિશારદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથમાં કહ્યું છે 11.9 अपूर्ण पूर्णतामेति पूर्णमाणस्तु हीयते । पूर्णानन्दस्वभावोड्यं जगदद्भुतदायकः ।। અર્થ : પરવસ્તુના ત્યાગની ભાવનાવાળો ભલે પુદ્ગલો વડે અપૂર્ણ ગણાય છે, પરંતુ તે આત્માના જ્ઞાનાદિ ગુણો વડે પૂર્ણતાને પામે છે. પુદ્ગલોના સંયોગમાં પૂર્ણતા માનનારો આત્મિક સુખોથી વંચિત રહે છે. દાન ધર્મનું પાલન તે જ કરી શકે છે, જે શૂન્ય થવા તૈયાર હોય. દા.ત. પુણિયો શ્રાવક ભોગ સામગ્રીથી અપૂર્ણ હતો પણ આત્મિક ગુણોથી
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy