SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ ..૨૪૯ ...ર૫ર નંદષેણ મુની તપ બહુ કરી, વસુદેવ હુઓ તે મરી, બોહોતિરિ સહિત અંતે ઉર વલી, ચક્રીની પરિલીલા કરી ...૨૪૮ તપરૂપીઉં વીરખ છિ જેહ, તેહનાં ફલ વલી કહીઈ એહ, ફલ એહનાં મુગતિ સહી હોય, પાંડવ પરમુખ મુનીવર જોય દ્રઢ માહારી ઢંઢણકુમાર, અર્જન માલી પામ્યુ પાર, ચોથો જોય ઉદાઈ રાય, તપ તપતાં મુની મુગતિ જાય ..ર૫૦ ચુધભાવ નર દેહી પરી ભજઇ, ચઉદ બોલથી તે ઉપજઇ; સમકત સૂધ ચારીત્રની સૂધ્ય, ચંદ્રી જઇ કરવાની બુધ્ય. કષાય નીગૃહિ ગુરૂકુલવાસ, દોષ ટાલવા કરઈ અભ્યાસ; વીનિ વઇરાગ વસાવચ કરઈ, શ્રી સંગ પર અવગુણ પરીહરઈ. ..૨૫૩ ધર્મવીષિ જસ ધીરતાપણું છેe (), મન કરતો અણસણતણું; પંચ પ્રકારે કરઈ સઝાય, ચઉદ બોલથી ભાવ ભલ (ભલા) થાય. ..૨૫૪ અર્થ : (ઉત્તમ સુપાત્ર) જ્ઞાની ભગવંતોને દાન આપવાથી ઉત્તમ ફળ મળે છે. ઉત્તમ સુપાત્રમાં પણ જે માર્ગ (વિહાર)માં ચાલવાથી થાકી ગયા છે તેવા મુનિને દાન આપવાથી વિશેષ લાભ થાય છે ...૨૩૯ રોગ વગેરેને કારણે પીડા અનુભવતાં, લોચ કરેલ હોય તેવા મુનિઓને અન્ન-પાણી આદિનું દાન આપતાં સંસારનો અંત આવે છે. વિશિષ્ટ અભિગ્રહધારી, તપસ્વી મુનિ, પાચરણ અને વિદ્યાચરણ સાધુઓને આપેલું દાન બહુ પુણ્ય બંધાવે છે...૨૪૦ ઉત્તમકુળ, ઐશ્વર્ય, આભૂષણ, સૌંદર્ય સહિત સુંદર વર્ણ હોવા છતાં જેમ હાથી મદ ઝર્યા વિનાનો શોભતો નથી તેમ ઉપરોક્ત સર્વ વસ્તુઓ પણ શ્રેષ્ઠ હોવા છતાં દાન વિના શોભતી નથી. (ત્યાગ વિના ધર્મની કે જીવનની સુંદરતા નથી)...૨૪૧ જે વ્યક્તિ દાન આપતો નથી તે દરિદ્રી બને છે. તેને ગરીબાઇ (દાસપણું) અને દુર્ભાગ્ય મળે છે. તે અન્ય વડે અપમાનિત બને છે. લાચાર બને છે. તે મનુષ્ય કાયર બની ભીખ માંગે છે ...૨૪૨ તિર્યંચ, નારકી અને દેવતાની ગતિમાં પ્રાયઃ કરીને નિત્ય દાન અપાતું નથી. દાન આપવા યોગ્ય એક મનુષ્ય ભવ પ્રખ્યાત છે. તેથી નિત્ય દાન આપવાની વાત કરવી જોઇએ...૨૪૩ સુપાત્રદાન અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર વર્તમાન ભવમાં અને પરભવમાં સુખી થાય છે. શિવકુમાર અને જંબુસ્વામીએશીયળવ્રત અંગીકાર કરી સ્થિર રાખ્યું....૨૪૪ વજવામી અને મેઘકુમારે ભોગવિલાસનો ત્યાગ કર્યો. શ્રેષ્ઠીવર્ય સુદર્શનશેઠનું નામ શીલવતમાં વિખ્યાત છે. તેમણે શીલવતનું દઢપણે પાલન કર્યું, તેથી તેમના ગુણગ્રામ ગવાય છે .૨૪૫ સ્થૂલિભદ્રની શીલની દઢતા પ્રશંસનીય છે તેથી ચોર્યાસી ચોવીસી સુધી તેમનું નામ લેવાશે. વળી *(છે) (ભલા) શબ્દ સુધારીને લખેલ છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy