SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ ૧૨૭ પૂર્ણ હતો. જ્યારે સુભૂમ ચક્રવર્તી ભોગ સામગ્રીથી પૂર્ણ હતો પણ આત્મિક ગુણોથી અપૂર્ણહતો. પરવસ્તુના સંગનો ત્યાગ એટલે પૂર્ણાનદસ્વરૂપ આત્મગુણોની વૃદ્ધિ અને પરભાવની પૂર્ણતાની હાનિ. અનંત ચક્રવર્તીઓ ક્ષણવારમાં છ ખંડની સંપત્તિ છોડી અકિંચન્ય દશા પ્રાપ્ત કરે છે. ચોવીસ તીર્થકરોને દાન આપીને તે વ્યક્તિઓએ સંસાર ક્ષય કર્યો. ભગવતી સૂત્ર શતક-૭માં આહારદાનનું અચિંત્ય મહાસ્ય દર્શાવેલ છે. રેવતી શ્રાવિકાએ સિંહાઅણગાર મુનિને નિર્દોષ આહાર વહોરાવી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું, જ્યારે અવિવેકપૂર્વક, ઉકરડો સમજીને નાગશ્રીએ કડવી તુંબડીનું શાક માસક્ષમણના તપસ્વી ધર્મરૂચિ અણગારને વહોરાવી ગાઢ પાપકર્મ બાંધ્યા. આઠ લક્ષણોથી યુક્ત જીવ દાતાર કહેવાય છે. ૧) ભક્તિ, ૨)પ્રસન્ન ચિત્ત, ૩) શ્રદ્ધા, ૪) વિજ્ઞાન, ૫) સાત્વિક્તા, ૬) ક્ષમતાવાન, ૭) ક્ષમાવાન, ૮) મત્સરરહિત. - સુપાત્રદાનથી શ્રમણોપાસક શ્રમણોની સાધનામાં સમાધિભાવ પ્રગટાવે છે અને બોધિ પ્રાપ્ત કરાવે છે તેથી સુપાત્રદાન શ્રેષ્ઠ છે. આહારદાનના લાભનો આધાર દાતા, ગ્રહણકર્તા, દાન યોગ્ય દ્રવ્ય અને દાનની વિધિ પર આધાર રાખે છે. ભગવાનની આજ્ઞા અનુસાર પંચાચારનું પાલન કરનારા સાધુને પ્રસન્ન ચિત્ત વિધિપૂર્વક નિર્દોષ આહાર-પાણી, વહોરાવે તેને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે. કડી ર૩૯ થી ૨૪૩ માં કવિ દાનનો મહિમા દર્શાવે છે. છ સ્થાનોમાં આપેલું દાન ઉત્કૃષ્ટ કોટિનું પુણ્ય બંધાવે છે. કડી ૨૪ર માં કવિ દાન ન આપવાથી થતા ગેરલાભ, દાનને યોગ્ય ગતિ અને મનુષ્યભવ દાનધર્મનું આચરણ કરવા માટે શ્રેષ્ઠ ભવ છે એવું દર્શાવે છે. સુપાત્રદાનની શ્રેષ્ઠતા દર્શાવી હવે કવિ શીલધર્મની મહત્તા દર્શાવે છે. • શીલધર્મ વ્યવહારથી શીલ એટલે વિષય સેવનનો ત્યાગ. નિશ્ચયથી પરદ્રવ્યનો ત્યાગ કરવો એ શીલ છે. આત્મા સતત આત્મામાં રહેતે પરમ બ્રહ્મચર્ય છે. પરમ બ્રહ્મચર્ય એ શીલનું નામાંતર છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે પાત્રવિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિકજ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય ગતિમાન. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બ્રહ્મચર્યનું સેવન અનિવાર્ય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નો શીલા થકી ઉત્પન્ન થાય છે. શીલા એ જગતમાં શ્રેષ્ઠ રન છે. શીલ વિના ઇન્દ્રિયોના વિષયો જ્ઞાનનો નાશ કરાવે છે. તે જ્ઞાનને મિથ્યાત્વ, રાગદ્વેષમય અને અજ્ઞાનરૂપ કરે છે તેથી અજ્ઞાન એ કુશીલ છે, જ્યારે જ્ઞાન એ સુશીલ છે. સમ્યગદર્શન પછી કુશીલપણું આવે તો જીવનું પતન થાય છે. સુશીલ એ આત્માના શુદ્ધ પરિણામ છે. કવિએ ઈન્દ્રિયવિજેતા એવા વિરલ વ્યક્તિઓને નામ અહીં ટાંક્યા છે. (૧) શિવકુમાર (૨) જંબુસ્વામી (૩) વજસ્વામી (૪) મેઘકુમાર (૫) સ્થૂલિભદ્ર (૬) નારદજી (૭) શેઠ સુદર્શન * શીલધર્મનો મહિમા દર્શાવતી કથાઓ જુઓ પરિશિષ્ટ વિભાગ.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy