SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ (તેરમા) વિમલનાથ પ્રભુને ખીરનું દાન આપી જય રાજાએ પોતાના હાથ પવિત્ર કર્યા. ગુણવાન વિજય રાજાએ ચૌદમા અનંતનાથ સ્વામીને સુપાત્રદાન આપ્યું ...૨૩૧ ધર્મસિંહ રાજાએ (પંદરમા) ધર્મનાથ સ્વામીને ખીરનું દાન વહોરાવી પોતાના કર્મો ક્ષય કર્યા. સોળમા દાતાર સુમિત્ર રાજાએ (સોળમા) શાંતિનાથ પ્રભુને પારણું કરાવી પોતાનું જીવન પવિત્ર કર્યું .. ...૨૩૨ ૧૨૩ રાજા વ્યાઘ્રસિંહે (સત્તરમા) કુંથુનાથ જિનને દાન આપી શુભપંથે પ્રયાણ કર્યું. અપરાજિત રાજાએ (અઢારમા) અરનાથ પ્રભુને દાન આપી આત્માનો ઉત્કર્ષ કર્યો ... ...૨૩૩ ઓગણીસમા દાતાર વિશ્વસેનરાજાએ જેણે મલ્લિનાથ ભગવાનને ખીરનું દાન આપ્યું. વીસમા દાતાર બ્રહ્મદત્ત રાજા હતા, જેમણે મુનિસુવ્રત સ્વામીને પારણું કરાવવાનો લાભ મેળવ્યો ...૨૩૪ દત્તરાજાના ઘરે (એકવીસમા) નિમનાથ ભગવાનના પારણાનો લાભ થતાં ઉત્સવ ઉજવાયો. (બાવીસમા) નેમનાથ ભગવાનનું પારણું વરદત્ત બ્રાહ્મણના ઘરે થવાથી ક્ષેમ કુશળતા વર્તાઇ ... ...૨૩૫ ધન્ય નામના ગૃહસ્થના ઘરે (ત્રેવીસમા) પાર્શ્વનાથ જિનનું પારણું ખીર વડે થતાં તેની સર્વ આશા પૂર્ણ થઇ. (ચોવીસમા) મહાવીર સ્વામીને બહુલ બ્રાહ્મણને ત્યાંથી પારણામાં ખીર પ્રાપ્ત થઇ ...૨૩૬ ઉપરોક્ત દાતાર પુરુષો વર્તમાન ચોવીસીના છે. તેમાંથી આઠ તેજ ભવે કેવળજ્ઞાની થયા. બાકીના સોળ દાનેશ્વરી ત્રીજા ભવે મુક્તિ મેળવશે ...૨૩૭ આ ઢાળમાં કવિએ ૨૪ તીર્થંકરને સુપાત્રદાન આપનાર દાતાઓના નામનો ઉલ્લેખ કર્યો છે. • દાન : દાનના અનુકંપાદાન, ઔચિત્યદાન, સુપાત્રદાન, કીર્તિદાન અને અભયદાન આદિ પ્રકાર છે. તેમાં ગૃહસ્થો માટે સુપાત્રદાન શ્રેષ્ઠ છે. સુપાત્રનો મહિમા વર્ણવતાં આચાર્ય રાજશેખરસૂરિ મ. કહે છે – ૧૧૨ मिथ्यादृष्टि सहस्त्रेभ्यो, वरमेको जिनाश्रयी । जिनाश्रयि सहस्त्रेभ्यो, वरमेको लघुव्रती ।। लघुव्रति सहस्त्रेभ्यो, वरमेको महाव्रती महाव्रती सहस्त्रेभ्यो, वरमेको जिनेश्वर ।। ' અર્થ : હજારો મિથ્યાદષ્ટિઓથી એક સમ્યગ્દષ્ટિ ઉત્તમ છે, હજારો સગદષ્ટિઓથી એક અણુવ્રતી ઉત્તમ છે, હજારો અણુવ્રતીઓથી એક મહાવ્રતધારી ઉત્તમ છે, હજારો મહાવ્રતધારીઓથી એક જિનેશ્વરદેવ ઉત્તમ છે. જિનેશ્વર એ શ્રેષ્ઠ પ્રકારના સુપાત્ર છે. સુપાત્રદાન અતિ ઉત્તમ છે. સુપાત્ર દાનથી સમ્યક્ત્વની પ્રાપ્તિ અને સંસાર પરિત થાય છે. ૧૧૩ યોગબિંદુ ગ્રંથકાર કહે છે – ધર્મમાં દાનનું સ્થાન પ્રથમ છે. દાન દરિદ્રતાનો નાશ કરે છે. લોકોમાં કીર્તિ વધારે છે. દાનેશ્વરી લોકોમાં પ્રિય બને છે . પોતાને પ્રાપ્ત થયેલ સંપત્તિનો જે સમીચીન સંવિભાગ કરતા નથી તે મોક્ષ જેવી મૂલ્યવાન સંપત્તિ પ્રાપ્ત કરી શકતા નથી.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy