SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ સ્ત્રી પ્રત્યેના અત્યંત મોહના કારણે સ્ત્રીનો શબ્દ સાંભળવા માત્રથી ક્ષુબ્ધ થાય છે. તેને શબ્દ ક્લબ કહેવાય છે. આ ચાર પ્રકારના ક્લીબ નપુંસકનો અધિકાર શ્રી નિશીથસૂત્રમાં દર્શાવેલ છે...૧૭૩ કુંભી નપુંસક ચોથા પ્રકારના છે. તેમનું પુરુષ ચિન્હ કે અંડકોષ કુંભની જેમ ઉત્સુન સ્તબ્ધ રહે છે અને પાંચમા ઇર્ષાળુ નપુંસકને અન્યના કાર્યો પર અદેખાઈ આવે છે. સ્ત્રીને ભોગવતા પુરુષને જોઇને તેને ઇર્ષા આવે છે...૧૭૪ છઠ્ઠો શુકની નામનો નપુંસક છે. જે શુકની પક્ષીની જેમ તીવ્ર અભિલાષાપૂર્વક અને આસક્તિપૂર્વક પુનઃપુન કામચેષ્ટા કરે છે ...૧૭૫ સ્ત્રીનું સેવન કર્યા પછી પણ વિશેષ ગલિત વીર્ય સ્થાનને જોઇ પોતાની ઇન્દ્રિયથી ચાટે છે તેને તત્કર્મસેવી નપુંસક કહેવાય છે ...૧૭૬ પાક્ષિકાપક્ષિકા તેનું નામ છે, જેને શુકલ પક્ષમાં અતિ ઉત્કટ કામભોગની વાસના જાગે અને કૃષ્ણ પક્ષમાં કામ ભોગની વાસના ન હોય. આ આઠમા પ્રકારના નપુંસક છે ...૧૭૭ સુગંધિક નપુંસક ઇન્દ્રિય વિષયોમાં અંધ બને છે તેથી પોતાના વીર્યને સુગંધી માનીને સ્વલિંગને સુંઘે છે. દસમા અશક્ત નપુંસક છે જે વીર્યપાત પછી પણ સ્ત્રીને આલિંગીને રહે છે...૧૭૮ ઉપરોક્ત દસ પ્રકારના નપુંસક અતિશય કામી, અશુભ અધ્યવસાયવાળા છે. તેમની કામવાસના મોટા નગરના અગ્નિદાહ સમાન અતીવ પ્રબળ હોય છે. તેથી તેઓ ચારિત્ર ગ્રહણ કરવા યોગ્ય નથી..૧૭૯ હવે છ પ્રકારના નપુંસકનું વર્ણન છે. છેદ કરીને, મસળી નાખીને, બળથી, દેવ કે તપસ્વીના શ્રાપથી, ઔષધિના પ્રયોગથી જેને નપુંસક બનાવેલ હોય તેવા છ પ્રકારના નપુંસક સંયમ ગ્રહણ કરવાને યોગ્ય છે ...૧૮૦ કવિ ઋષભદાસે પ્રસ્તુત ૨૦ કડીઓમાં દીક્ષાને અયોગ્ય ૮ પ્રકારના પુરુષ અને ૨૦ પ્રકારની સ્ત્રીઓ દર્શાવી છે. પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં તેની ગાથા આપેલ છે. ચારિત્ર એ ચિંતામણિ રત્ન કરતાં અમૂલ્ય છે. અનુત્તર વિમાનવાસી દેવો પણ તેની ઝંખના કરે છે. ચારિત્ર એક મોટી સાધના છે. આ સાધનાને અખંડિત બનાવવા શાસ્ત્રકારોએ ઉપરોક્ત નિયમો દર્શાવ્યા છે. જૈન પરંપરામાં અંતિમ તીર્થકરના સમયના સાધકો વક્ર અને જડ છે, એવું મનાય છે. સંયમની મહત્તા ઓછીન થાય તે હેતુથી મહા મૃતધરોએ આ નિયમો દર્શાવ્યા છે. • દીક્ષાને યોગ્ય વ્યકિત: (૧) આર્ય ક્ષેત્રોત્પન. (૨) જાતિ કુળ સંપન. (૩) લઘુકર્મી. (૪) વિમલ બુદ્ધિ. (૫) સંસારસમુદ્રમાં મનુષ્ય ભવની દુર્લભતા, જન્મ-મરણનાં દુઃખ, લક્ષ્મીની ચંચળતા, વિષયોનાં દુઃખ, ઇષ્ટનો વિયોગ, આયુષ્યની ક્ષણભંગુરતા,મરણ પશ્ચાતુ પરભવનો અતિ રૌદ્ર વિપાક અને સંસારની અસારતા આદિ ભાવોને જાણવાવાળો. (૬) સંસારથી વૈરાગ્ય પ્રગટેલ હોય. (૭) અલ્પ કષાથી. (૮) કુતુહલવૃત્તિથી રહિત. (૯)
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy