________________
૧૦૬
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
સુકૃતજ્ઞ. (૧૦) વિનીત. (૧૧) રાજાનો અવિરોધી. (૧૨) સુડોલ શરીર. (૧૩) શ્રદ્ધાવાન. (૧૪) સ્થિર ચિત્તવાળો. (૧૫) સમર્પણભાવ. આ ગુણોથી સંપન વ્યકિત દીક્ષાને યોગ્ય છે. આવા વ્યક્તિઓમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે, જેના કારણે સંયમ પર્યાયનું સુયોગ્ય રીતે પાલન કરી શકે છે. • દીક્ષાને અયોગ્ય વ્યક્તિ શ્રી પ્રવચન સારોદ્વાર ગ્રંથમાં દીક્ષાને અયોગ્ય વ્યક્તિ દર્શાવતાં કહ્યું છે -
बाले वुड्ढे नपुंसे य कीवे जड्डे य वाहिए । तेणे रायावगारी य उम्मत्ते य असणे १०।। ७६०।। दासे दुढे य मूढे य अणत्ते जुंगिए इय १५।
ओबद्धाए य भयए सेहनिफेडिया इय १८।। ७६१।। जे अठ्ठारस भेया पुरिसस्स तहित्थियाण ते चेव ।।
गुबिणी १ सबालवच्छा २ दुन्नि इमे हुँति अनेवि ।। ।।७६२ ।। (૧) બાલ - આઠ વર્ષથી નાની ઉંમરના (૨) વૃદ્ધ - ૭૦ વર્ષથી અધિક ઉંમરવાળા (૩) નપુંસક - જન્મ નપુંસક (૪) જડ – શરીરથી અશકત, બુદ્ધિહીન, મૂક (૫) કલબ – સ્ત્રીના શબ્દ, રૂ૫, નિમંત્રણ આદિ નિમિત્તથી ઉદિત મોહ-વેદને નિષ્ફળ કરવામાં અસમર્થ (૬) રોગી - રોગ અથવા વ્યાધિથી યુક્ત. (૭) ચોર -ચોરી કરવાવાળો (૮) રાજ્યનો અપરાધી - રાજ્યવિરુદ્ધ કાર્ય કરવાથી અપરાધી ઘોષિત થયેલો. (૯) ઉન્મત - પાગલ (૧૦) ચક્ષુહીન - જન્માંધ અથવા કોઈ પણ કારણથી આંખોની જ્યોતિ ચાલી ગયેલી હોય. (૧૧) દાસ - કોઇના દ્વારા ખરીદાયેલો (૧૨) દુષ્ટ - અતિક્રોધી અથવા વિષયાસક્ત (૧૩) મૂર્ખ - ભ્રમિત બુદ્ધિવાળા (૧૪) કજંદાર - દેવાદાર (૧૫) જુગિત (હીન) - જાતિથી, કર્મથી, શરીરથી હીન (૧૬) બદ્ધ - કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર શીખવાડવા માટે કોઈ સાથે પ્રતિજ્ઞા બદ્ધ હોય (૧૭) ભૂતક (નોકર) - નોકરને દીક્ષા આપવાથી માલિકને સાધુ પ્રત્યે અપ્રીતિ થાય છે. (૧૮) અપહત- માતા પિતાની આજ્ઞા વિના બાળકને અદત્ત લાવવો (૧૯) ગર્ભવતી સ્ત્રી (૨૦) બાલવત્સા - સ્તનપાન કરાવતી સ્ત્રી.
અયોગ્ય વ્યક્તિને અજાણતાં દીક્ષા આપવાથી પ્રાયશ્ચિત આવે છે. તેથી અહીં સ્પષ્ટ થાય છે કે દીક્ષા આપ્યા પછી પણ યોગ્યતા-અયોગ્યતાની જાણકારી ન થાય ત્યાંસુધી વડી (મોટી) દીક્ષા આપવી જોઈએ.
કવિ ત્યાર પછી સોળ પ્રકારના નપુંસકમાંથી દશ પ્રકારના નપુંસક દીક્ષાને અયોગ્ય છે તે દર્શાવે છે. • નપુંસક વિચાર :
વેદ મોહનીય કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ પ્રત્યે તીવ્ર આકર્ષણ પેદા થાય, તેને નપુંસક વેદ કહેવાય છે. તેમને નગરના દાહ સમાન પ્રબળ કામવાસના હોય છે. શ્રી બૃહકલ્પસૂત્રમાં ત્રણ પ્રકારના નપુંસક દીક્ષાને અયોગ્ય દર્શાવેલ છે.
તો જે તિ વાવેત્તાતંગદ - પંss, વાડ, "