SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે દસઇ નપુંસક કામી કહ્યા, અસુભ પ્રણાંમી તે દસ લહ્યા; માહાનગર દાહા સમ કામ, તેણઇ ચારીત્ર તસ નહી અભીરાંમ ...૧૭૯ હવઇ નપૂસક ષટ વીસ્તરા, છેદ્યા મદ્યા મંત્રિં કરયા; દેવ રષી સ્વર ઔષધિ કરિ, એ ષટ્ દીક્ષા સંયમ વરઇ. ...૮૦ અર્થ : જે સંવેગી હોય, સમકિતી હોય, ધૈર્યવાન હોય, બુદ્ધિશાળી હોય, ચંચલતા રહિત શાંત હોય, ઈન્દ્રિય વિજેતા હોય, માયા અને કદાગ્રહ જેવા દોષોથી રહિત હોય તે વ્યકિત ચારિત્રગ્રહણ કરવા યોગ્ય છે ...૧૬૧ કરુણાવંત, સુશીલવંત, બુદ્ધિશાળી, ધર્મના મર્મને જાણનાર સુજ્ઞ યતિ અરિહંત દેવની આજ્ઞાનું યથાર્થ પાલન કરે છે. આવા કુશળ મુનિ ગ્રહણ કરેલ ચારિત્રને અખંડપણે યર્થાથ રીતે પાળે છે ...૧૬૨ જેણે ઉત્તમ, દેશ, કુળ,જાતિ પ્રાપ્ત કરી છે તેમજ ઘણાં કર્મો ક્ષય કર્યાં છે; એવો પુરુષ ચારિત્ર ગ્રહણ કરવા યોગ્ય છે . અઢાર પ્રકારના પુરુષો અયોગ્ય હોવાથી તેનો ત્યાગ કરવો ...૧૬૩ બાળક, વૃદ્ધ, નપુંસક, કાયર, જડ, વાદી, ચોર, રાજાનો અપરાધી, ઇન્દ્રિય વિષયોમાં ઉન્મત્ત, ચક્ષુહીન માનવી સંયમનું યોગ્ય રીતે પાલન ન કરી શકે માટે તેઓ સંયમ માટે અયોગ્ય છે ...૧૬૪ થીણદ્ધિ નિદ્રાવાળો મનુષ્ય, દાસ, દુષ્ટ, મૂઢ, દેવાદાર(ઋણવાળો), યુદ્ધમાં ખોડખાંપણવાળો બનેલો તેમજ જેને પોતાના હાસ્ય પર કાબૂ ન હોય તેવો પુરુષ સંયમ માટે અયોગ્ય છે...૧૬૫ જે મનુષ્ય બીજાના આદેશ અનુસાર વર્તે છે અર્થાત્ પરાઘીન છે તેવા શિષ્યો શું કરશે ? આ પ્રમાણે અઢાર પ્રકારના પુરુષો સંયમને અયોગ્ય છે, તેથી સંયમ માટે ત્યાગવા યોગ્ય છે...૧૬૬ અઢાર દોષ પૂર્વે કહ્યાં તે તથા સબાલવત્સા (સ્તનપાન કરાવતી બાળકવાળી સ્ત્રી) અને ગર્ભવતી સ્ત્રી એમ વીસ પ્રકારની સ્ત્રીઓ સંયમ માટે અયોગ્ય છે તેમજ સોળ પ્રકારના નપુંસક મનુષ્ય સંયમ ગ્રહણ કરવા માટે અયોગ્ય છે.............૧૬૭ પ્રથમ પંડક નામના નપુંસકનું વર્ણન કરું છું. તેના છ લક્ષણો છે. સ્ત્રી જેવો સ્વભાવ, સ્ત્રી જેવા સ્વર તેમજ તેના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ સ્ત્રી જેવો હોય છે...૧૬૮ જેનું પુરુષ ચિન્ત્ સ્થૂલ હોય, જેની વાણી સ્ત્રી જેવી હોય, જેના શબ્દો સ્ત્રી જેવા હોય (સ્ત્રીની જેમ ચેષ્ટા કરવાવાળો હોય, સ્ત્રીની જેમ મૂત્ર કરતાં અવાજ થાય તેમજ જેનું મૂત્ર ફીણ વિનાનું હોય છે. આ છ લક્ષણો પંડક નપુંસકના છે...૧૬૯ બીજા વાતક નપુંસક છે. જેનું લિંગ સ્તબ્ધ હોય છે. સ્ત્રીને ભોગવ્યા વિના તે રહી શકે નહિ, માટે તે ચારિત્ર ગ્રહણ કરવાને યોગ્ય નથી ...૧૭૦ ત્રીજા ક્લીબ નપુંસક વિષે માહિતી જણાવે છે. તેના ચાર ભેદ કહ્યા છે. દ્રષ્ટિક્સીબ નપુંસક નિર્વસ્ત્ર સ્ત્રીને જોઇ વિશેષ પ્રકારે ક્ષોભ (વ્યગ્રતા) પામે છે ...૧૭૧ આશ્લિષ્ટ ક્લીબ નપુંસક જે સ્ત્રીનાં આલિંગનથી ક્ષુબ્ધ થાય છે. પ્રાર્થના ક્લીબ નપુંસક સ્ત્રીના ભોગનિમંત્રણથી ક્ષુબ્ધ થાય છે ...૧૭૨
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy