SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ ચોત્રીસ અતિશય • સહજ ચાર અતિશય : ૧) તીર્થકર દેવનું શરીર અભૂત રૂપવાળું, સુગંધવાળું, રોગરહિત, પ્રસ્વેદ રહિત અને મલરહિત (નિર્મલ) હોય છે. (૨) ગાયના દૂધની ધારા સમાન ધવલ, દુર્ગધ વિનાના માંસ અને લોહી હોય (૩) કમળ સમાન સુગંધી શ્વાસોશ્વાસ હોય. (૪) પ્રભુનો આહાર અને નિહાર (મળ-મૂત્રત્યાગ) અદશ્ય હોય. • દેવકૃત ૧૯ અતિશય : ૧) આકાશમાં દેદીપ્યમાન ધર્મચક્ર ચાલે છે જેથી વિરોધીઓનાં મદ ઓગળી જાય. (૨) આકાશમાં ત્રણ શિરછત્ર રચાય. ત્રણે ભુવનને રાગ-દ્વેષ અને મોહથી બચાવવા મણિ, સુવર્ણ અને રજતના ત્રણ પ્રકાર રચાય છે. (૩) આકાશમાં દેદીપ્યમાન શ્વેત ચામર વીંઝાય. (૪) આકાશ સમાન નિર્મળ પાદપીઠ સહિત સ્વચ્છ ફટિકમય સિંહાસન રહે. (૫) આકાશમાં હજાર નાના પતાકાયુક્ત ઈન્દ્રધ્વજ (ધર્મધ્વજ) ભગવાનની આગળ ચાલે. (૬) જ્યાં અરિહંત દેવ ઊભા રહે અથવા બેસે ત્યાં દેવતાઓ પાંદડા, પુષ, પલ્લવોથી યુક્ત, છત્ર, ધ્વજા, ઘંટ અને પતાકાથી યુક્ત શ્રેષ્ઠ અશોકવૃક્ષની રચના કરે. (૭) ભક્તિથી સભર હૃદયવાળા દેવતાઓ ભગવંતના પાદન્યાસુ નિમિત્તે નવ સુવર્ણકમળોની રચના કરે. (૮) સમવસરણમાં રત્નમય, સુવર્ણમય અને રજતમય એમ ત્રણ મનોહર ગઢની રચના થાય છે. (૯) સમવસરણમાં ભગવંત ચાર મુખ અને ચાર અંગવાળા હોય છે. પૂર્વ દિશામાં તેમનું મૂળ સ્વરૂપ હોય છે. બીજી ત્રણ દિશામાં વ્યંતર દેવતાઓ સિંહાસન આદિ સહિત ત્રણ પ્રતિકૃતિ રચે છે. (૧૦) વિહારભૂમિમાં કાંટાઓ અધોમુખ-નીચી અણીવાળા થઈ જાય છે. (૧૧) વિહાર માર્ગમાં બને બાજુનાં વૃક્ષો ડાળીઓ ઝુકાવી નમસ્કાર કરે છે. (૧૨) દુંદુભિ નાદ થાય છે. (૧૩) તીર્થકર જ્યાં વિચરે છે ત્યાંની એક યોજન ભૂમિ શીતલ બને અને સુગંધિત પવનથી સર્વ દિશા શુદ્ધ થાય છે. (૧૪) વિહાર માર્ગમાં આકાશમાં જતાં પક્ષીઓની પંક્તિ પ્રદક્ષિણાવાળી થાય છે. જે શકુન શાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ શકુન છે. (૧૫) દેવો ધૂળને શમાવવા સુગંધી જળની વૃષ્ટિ કરે છે. આકાશમાંથી મંદ, સુગંધિત વર્ષા થાય છે. (૧૬) પંચવર્ણી દિવ્ય પુષ્પવૃષ્ટિથી ભૂમિ આચ્છાદિત થાય છે. (૧૭) મસ્તકના કેશ, રોમ, નખ, દાઢી અને મૂછની એક સરખી અવસ્થિતતા રહે છે. (૧૮) એક કરોડ દેવો સેવકની જેમ સમીપમાં રહે છે. (૧૯) છ ઋતુઓ (વસંત આદિ) અનુકૂળ થાય છે. • કર્મક્ષયથી થનારાં ૧૧ અતિશયઃ (૧) યોજન પ્રમાણ ક્ષેત્રમાં ક્રોડાકોડી દેવો, મનુષ્યો અને તિર્યંચો સમાય છે (૨) યોજન ગામિની તથા સર્વ ભાષામાં પરિણમનારી વાણી હોય (૩) મસ્તકની પાછળ આભામંડળ હોય, જે દશે દિશાઓને પ્રકાશિત કરે છે (૪) રોગ (૫) વેર, (૬) ઉંદરો, તીડો આદિનો ઉપદ્રવ થતો નથી (૭-૮) અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય (૯) મરકી-પ્લેગ જેવાં રોગથી અકાળે મૃત્યુ ન થાય (૧૦) દુર્ભિક્ષદુકાળ નાશ પામે. (૧૧) વચક્ર-સ્વરાષ્ટ્રમાં ભય, હુલ્લડ-આંતરવિગ્રહ આદિ ઉપદ્રવ તથા પરચક એટલે શત્રુનો ભય નહોય.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy