________________
૮૬
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
48
પાંત્રીસ અતિશય
તીર્થંકરની વાણીમાં પાંત્રીસ વિશેષતાઓ છે, જે શ્રી સમવાયાંગ સૂત્રમાં તેમજ અભિધાન ચિંતામણિ નામમાલામાં દર્શાવેલ છે.
• ઉચ્ચારણની દ્રષ્ટિએ વાણીના દસ ગુણો ઃ (૧) ઉદાત્ત (૨) મેઘગંભીર (૩) પ્રતિનાદયુક્ત (૪) સંગીતયુક્ત (૫) સ્નિગ્ધ અને મધુર (૬) વિવિક્ત (૭) કારક વિપર્યાયસહિત (૮) અનતિવિલંબી (૯) સત્ત્વપ્રધાન (૧૦) અખેદ.
• શબ્દરચનાની દ્રષ્ટિએ વાણીના નવ ગુણો : (૧) અભિજાત્ય (૨) સંસ્કારી (૩) ઉપચારપરિત (૪) શિષ્ટવાણી (૫) ઉચિત (૬) અતિહૃદયંગમ (૭) ચિત્રકારી (૮) અદ્ભુત (૯) પ્રશંસનીય.
• દોષરાહિત્યની દ્રષ્ટિએ વાણીના આઠ ગુણો : (૧) દાક્ષિણ્ય (૨) અસંદેહકર (૩) વિભ્રમાદિયુક્ત (૪) અન્યોત્તરહીન (૫) અપ્રકિર્ણઅપ્રસૃત (વિષય અનુસાર) (૬) અવ્યાઘાત (૭) સ્વશ્લાઘા અને
પરનિંદારહિત (૮) અમર્મવેધી.
• પદાર્થની દ્રષ્ટિએ વાણીના આઠ ગુણો : (૧) મહાર્થ (૨) ઉદાર (૩) ધર્માર્થ પ્રતિબધ્ધ (૪) તત્ત્વનિષ્ઠ (૫) સાકાંક્ષા (૬) અનેક જાતિ વિચિત્ર (અનેક હેતુ દર્શાવનારી) (૭) આરોપિત વિશેષતા (શબ્દે શબ્દે વિશેષતા હોય) (૮) અવિચ્છિન્ન (અભાવ રહિત)
આવા અનંત ગુણસંપન્ન વીતરાગીનું ધ્યાન કરવાથી પ્રત્યેક આત્મા પરમાત્મા બની શકે છે. આનંદઘનજી મ.સા. શ્રી નમિનાથ સ્તવનમાં કહે છે
‘જિન સ્વરૂપ થઈ જિન આરાધે તે સહી જિનવર હુએ રે.’ શ્રી કલ્યાણ મંદિરની પંદરમી ગાથામાં કહ્યું છે
ध्यानाज्जिनेश ! भवतो भविनः क्षणेन । देहं विहाय परमात्मदशा व्रजन्ति । । तीव्रानलादुपलभावमपास्य लोके । चामीकरत्वमचिरादिव धातुभेदाः । ।
અર્થ : જેમ લોકમાં રહેલા પ્રબળ અગ્નિથી જુદી જુદી ધાતુઓ થોડા સમયમાં સુવર્ણપણાને પામે છે. તેમ હે જિનેશ ! તમારા ધ્યાનથી ભવ્ય પ્રણીઓ ક્ષણ માત્રમાં દેહનો ત્યાગ કરી સિદ્ધ અવસ્થાને પામે છે.
• તીર્થંકરો જન્મથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના ધારક હોય છે. તેઓ પૂર્વભવમાંથી આ ત્રણ જ્ઞાન સહિત ચ્યવન કરે છે. તેઓ મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ કરે ત્યારે મનઃપર્યવજ્ઞાન પ્રગટ થાય છે. સાંવત્સરદાન":
તીર્થંકર ભગવંત દીક્ષા અંગીકાર કરે તે પૂર્વે એક વર્ષ સુધી, એક પહોર સુધી દાન આપે છે . તેમને દાન આપવા માટે ત્રણ અબજ, અઠ્ઠયાસી કરોડ, એંસી લાખ (૩,૮૮,૮૦,૦૦,૦૦૦) સોનામહોરો ઈન્દ્ર આપે