SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે • સુદેવ-અરિહંત પરમાત્મા: કવિઋષભદાસે પણ અરિહંત દેવ માટે જિન' શબ્દનો પ્રયોગ કર્યો છે. અરિહંતને જિન કહેવાય છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે - નિયોહિનીમાયા નિયનોદા તેનતે નિકુંતિ “ અર્થ : જિન એટલે ક્રોધ, માન, માયા અને લોભ ઉપર વિજય મેળવનાર. લોગસ્સ સૂત્રમાં જિન વિશે બે વિશેષણો મૂકાયા છે. ___लोगस्स उज्जोअगरे भने धम्मतित्थयरे ।" અર્થ: (૧) લોકમાં જ્ઞાનનો ઉદ્યોત કરનારા (૨) ધર્મતીર્થના સંસ્થાપક. આ બે વિશેષણોને કારણે અરિહંત (જિન) અને સામાન્ય કેવલી જુદા પડે છે. આત્માના આંતર શત્રુઓ રાગ અને દ્વેષ છે. તેને જે જીતે તેને જિન કહેવાય. • જિનના કેટલાંક ગુણનિધ્યન નામો છે. ૧) અનું ર) પારગત ૩) જગાભુ ૪) તીર્થકર ૫) સ્યાદ્વાદી ૬) અભયપદ ૭) કેવલી ૮) દેવાધિદેવ ૯) આપ્ત ૧૦) વીતરાગ ૧૧) સર્વજ્ઞ ૧૨) ત્રિભુવનપતિ ૧૩) સદાશિવ ૧૪) વિભુ ૧૫) અચિંત્ય ૧૬)અસંખ્ય ૧૭)આધ્ય ૧૮) ઈશ્વર ૧૯) અનંત ૨૦) બ્રહ્મા ર૧) યોગીશ્વર રર) સ્વયં બુદ્ધ ર૩) અમલ ૨૪) ધર્મચક્રી ર૫)મહામાહણ આદિ અનેક નામોથી તીર્થંકર પરમાત્મા વિખ્યાત છે. શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્રપૂજામાં તેઓ કહે છે ભત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા, તત ઈન્દ્રિય સુખ આશંસના, કરી સ્થાનકવીશની સેવના; અતિરાગ પ્રશસ્ત પ્રભાવતા, મનભાવના એહવી ભાવતા, સવિજીવ કરૂં શાસન રસી, ઈસી ભાવદયા મન ઉત્સસી. જગતના સર્વ જીવો સુખી થાવ એવી વિશ્વમૈત્રીની પ્રબળ ભાવનાના પ્રભાવથી તેમજ આગલા ત્રીજે ભવે અરિહંત ભક્તિ વગેરે ૨૦ સ્થાનકની આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું છે, તેનો અહીં ઉદય થવાથી તીર્થકર કહેવાય છે. તે તારકના પરાર્થકરણ ગુણના કારણે તેમના સમ્યગુદર્શન “વરબોધિ' કહેવાય છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષ્યની ગાથા ૧૩૪૧માં કહે છે. ઉભયઆવરણ રહિત, કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વભાવવાળા જિનેશ્વર સર્વ શેય પદાર્થોને સદાકાળ કેવળજ્ઞાનથી જાણે છે અને કેવળદર્શનથી જુએ છે. તીર્થંકર પરમાત્મામાં કેટલીક વિશેષતાઓ હોય છે. તેમને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયના પ્રભાવે ચોત્રીસ અતિશયો હોય છે, વચનના પાંત્રીસ અતિશયો હોય છે, જેને સત્ય-વચનાતિશય કહેવાય છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy