________________
જાવડશાનો પ્રબંધ
૫૪૭
નહિ. વીરમ વણિકે તે સોનાને રજવડે ઢાંકીને માલીમની પાસે આવીને સુંદર સ્વરપૂર્વક આ પ્રમાણે કહ્યું. મારા પગમાંથી વહેતું લોહી આ રજ (ધૂળ) વડે હમણાં બંધ થઈ ગયું છે. તેથી આ રજવડે વહાણોને મજબૂતપણે ભરો. જયારે પોતાના નગરમાં જઈએ ત્યારે આ ઘાતંજિકા બંધાય અને દ્રવ્યસુખપૂર્વક રહે. દ્વારપાલો બોલ્યા કે નિરંતર તમારું વચન કરી કરીને અમે ભાંગી ગયા છીએ તમારી પાસેથી મરણ વિના છુટકારો નહિ થાય. વીરમે કે જો સુખપૂર્વક પોતાના નગરમાં જઈએ તો વહાણો તમારાં ને ધૂળ મારી થાય. તે પછી સાલી કરીને સંચળ વગેરેનો ત્યાગ કરીને (છોડીને) વહાણવટીઓ વહાણમાં ધૂળ નાંખવા લાગ્યા ત્યારે વીરમે તેઓની સાથે પૂર્વ ઢાલું સુવર્ણ –ધન ઉપાડતા વહાણની અંદર બધા સુવર્ણને ગુપ્તપણે નાંખ્યું. તે પછી વહાણો ચાલતે ક્ષે વીરમ વણિકે વિચાર્યું કે સમુદ્રમાર્ગે પોતાના નગરમાં કઈ રીતે જવાય? દિશા જણાતી નથી. આથી પવિત્ર એવા શ્રી જિનેશ્વરનાં બે ચરણો અહીં મને શરણ થાઓ.
धर्मोमहामङ्गलमझमाजांधर्मोजनन्युदलिताखिलार्तिः। धर्म: पिता पूरितचिन्तितार्थो, धर्म सुहृद्वर्धितनित्यहर्ष ॥१॥
ધર્મ એ પ્રાણીઓનું મહામંગલ છે. ધર્મ એ માતા છે. ધર્મ એ બધી પીડાઓને દૂર કરનાર છે. ધર્મ એ સમસ્ત ચિંતવેલો પદાર્થ જેણે પૂર્યો છે એવા પિતા છે. અને જેણે હંમેશાં હર્ષ વધાર્યો છે એવો ધર્મમિત્ર છે.
આ બાજુ મધુમતી નગરીમાં વણકર પદિને આડી અને કુહાડી નામની બે સ્ત્રીઓ મદિરાઆપવાથી સેવે છે. વસ્ત્રને બનાવતો કપ નામનો વણકર બને પત્નીના હાથથી દારુને પીતો અલ્પ આયુષ્યવાલો ગુવડે જોવાયો ત્યારે ગુરૂડે કહેવાયું કે તું ગંઠસીનું પચ્ચકખાણ કર, તેથી તેને ભવિષ્યમાં નિચ્ચે મોટો લાભ થશે.
पोरिस चउत्थछट्टे काउकम्मं खवंति जं मुणिणो। ततो नारय जीवा वाससय सहस्सलक्खेहिं॥१॥ जे निच्चमपमत्ता गंठिंबंधंति गंठिसहियम्मि। सग्गापवग्गसुक्खं तेहिं निबद्धं सगंठिमि॥२॥ भणिउण नमुक्कारं निच्चं विम्हरणवजिया धन्ना। पारंति गंठिसहिय गंठिं सह कम्मगंठीहिं॥३॥
જે કારણથી મુનિઓ, પોરિસી, ઉપવાસ ને છઠ કરીને જે કર્મો ખપાવે છે તે કર્મો નારકીના જીવો, સો, હજાર, ને લાખ વર્ષવડે ખપાવે છે.
(૧) જેઓ હંમેશાં પ્રમાદરહિત ગ્રંથિસહિત પચ્ચકખાણમાં ગાંઠ બાંધે છે. તેઓએ પોતાની ગાંઠમાં સ્વર્ગ અને મોક્ષનાં સુખ બાંધ્યાં છે (૨) જે ધન્યપુસ્કો હંમેશાં ભૂલ્યા વગર, નવકાર ભણીને ગંથિસહિત (ગસી) પચ્ચકખાણને પારે છે. તે કર્મની ગાંઠો સાથે ગાંઠને છોડે છે. (૩) ગુવડે પ્રત્યાખ્યાન કહેવાય છે ને તે કપર્દિ વણકરે અંગીકાર કરે મે ગુરુ ગામની અંદર આવ્યા. સમડીના મુખવડે ગ્રહણ કરાયેલા સર્પના મુખમાંથી ઝેર મદિરાની અંદર પડ્યું તેણે