SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-લ્પત્તિ-ભાષાંતર तावन्मनोनिवासान्त निवसन्ति गुणसम्पदः । बुभुक्षा राक्षसी सेयं यावद् धावति न क्रुधा॥१॥ पञ्च नश्यन्ति पद्माक्षि। क्षुधातस्य न संशयः। तेजो लजा मतिर्ज्ञान; मदनश्चापि पञ्चमः ॥२॥ ત્યાં સુધી જ મનરૂપી ઘરની અંદર ગુણની સંપત્તિઓ નિવાસ કરે છે. ક) જ્યાં સુધી ભૂખરૂપી રાક્ષસી ક્રોધવડે ઘેડતી નથી. (૧) હે કમલ સમાન નેત્રવાલી ! (સ્ત્રી) ભૂખ્યા થયેલાનું તેજ, લજજા, બુદ્ધિ જ્ઞાન ને કામ આ પાંચ નાશ પામે છે તેમાં સંશય નથી (૨) जीवंति खग्गछिन्ना, पव्वयपडिआवि केवि जीवंति जीवंति उदहि पडिया वड्डु छिन्ना न जीवंति ॥१॥ जीवंति अवहपडिया भयरय पडिया पुणोवि जीवंति। भूख भमाडी तओ भणिओ सव्वो वाई माइ मारिया कुटया बाहिरओ माणुस आणइ ठाइ॥२॥ *તલવારથી છેદાયેલો જીવે છે. પર્વત ઉપરથી પડેલા પણ કેટલાક જીવે છે. સમુદ્રમાં પણ પડેલા કેટલાક જીવે છે. પરંતુ ભોજનથી છેદાયેલાં જીવતાં નથી. (૧) કેટલાક કૂવામાં પડેલા જીવે છે. વળી સમુદ્રમાં પડેલા પણ જીવે છે. ભૂખથી ભમણ પામેલા તે પછી સર્વ કહે છે કે હે બાઈ ! માઈ ! અમો મરાયા કુટાયા, બહારથી માણસને સ્થાને લાવે છે. તે વનમાં વૃક્ષોનાં ઝાડ ઉપર ઊગેલાં પાંદડાં ખાતા ને દુઃખિત ચિત્તવાલા એવા લોકોએ ઘણો સમય પસાર ર્યો. મગ-નિષ્પાવ નીરખંડિક-મસુર-રાલ–ગતું- hથી તુવેર-શ્યામ-રાયણ–પવનાલ-જુવારભદ્રટીરાણ-સરસવ -તલ પેજગવેધુકા-વગેરે વનમાં ઉત્પન્ન થયેલાં ધાન્યો તેમજ કંગ ક્લમ બાજરી આદિ ખાઈને વહાણના મનુષ્યો સુખપૂર્વક રહેતા હતા, તે લોકો ધાન્ય સૂક્ષને હર્ષપૂર્વક વહાણો ભરીને ધર્મમાં પરાયણ એવા નિર્વાહ કરતા હતા. ત્યાંથી વનમાં વહાણોને ચલાવતો વીરમહંમેશાં રત્નદ્વીપમાં જવા માટે ઇચ્છે છે. તે વખતે ગોમુખયક્ષ પવનથી વહાણોને ઉપાડીને સંચળના પર્વતથી શોભતાં સૈધવ દ્વીપમાં લઈ ગયો, જ્યાં સુધી એકદુ:ખરૂપી સમુદ્રના પારને હું પામતો નથી તેટલામાં બીજું દુ:ખ મને ઉત્પન્ન થયું. છિદ્રોને વિષે ઘણા અનર્થો થાય છે. મોટેથી સિંધવડે વહાણો ભરીને વીરમ અનુક્રમે બારમે વર્ષ સુવર્ણદ્વીપ પાસે ગયો તે વખતે વીરમના પગમાં વાગેલો) કાંટો ખેંચતે તે જ્યારે લોહી વહેતું જરાપણ અટકતું નથી ત્યારે તે માલમે (ખલાસીએ) કહ્યું કે હે વીરમ તું અહીં ક્લિારે જલદી જા અને રાખ લઈને જલદી ઘા ઉપર મૂકુ જેથી લોહી અટકી જાય. વીરમે ત્યાં જઈને પગને વિષે ધૂળ બાંધી ને રહ્યો, તેટલામાં રાખની અંદર સોનાના ટુકડા જોયા, આ ધૂળવડે સોનું થાય છે. તે વખતે તેમ જાણીને વરમ ચિત્તમાં હર્ષિત થયો ને કોઈની આગળ તે કહ્યું
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy