________________
જાવડશાનો પ્રબંધ
એકાગ્ર મનવાલો થયો. સુલલિતાએ પતિને હ્યું કે હું હમણાં તમારી સાથે આવીશ. ભાવડે ક્યું કે આપણા કુલમાં કાષ્ઠ ભક્ષણ નથી. કાઇભક્ષણ કરવાથી સ્રીઓ અને પુરુષો નિરંતર ઘણાં દુ:ખની પરંપરાને આપનાર દુર્ગતિને પામે છે.
છે કે :
रज्जुग्गह विसभक्खण, जलजलण प्रवेसतह छुहदुहओ । गिरिसिर पडणाउ मुआ - सुहभावा हुंति वर्तरिया ॥ १ ॥
૫૫
ગળા ફાંસો ખાવો—ઝેર ખાવું, પાણી અને અગ્નિમાં પ્રવેશ કરવો. તરસને ભૂખના દુ:ખથી તેમજ પર્વતના શિખર ઉપરથી પડવાથી મરેલા શુભભાવવાળા વ્યતર થાય છે. ભાવડ અનુક્રમે ૨૭ દિવસ સુધી અનશન પાળીને સ્વર્ગમાં ગયો. જેટલામાં તેની પત્ની પોતે પતિનું મરણ અકસ્માત સાંભળે તે હુંકારના સમૂહને ઉત્પન્ન કરતી ભાવડની પ્રિયા ઉત્તમ ધ્યાનના મનવાલી સમભાવને કરતી (રહી,) (મરણ પામી) માતા–પિતાનાં પરલોકનાં કાર્યો ધર્મ શિરોમણિ એવા જાવડીએ અનેક સ્થાનમાં કર્યાં.
જાવડી સંસારની અસારતાને વિચારતો શોક છોડી દઇને ધર્મકાર્યમાં તત્પર દેવગુરુની સેવા કરનારો થયો. કેટલાક વર્ષ ગયે છતે જાવડીએ ક્યું કે હે વીરમ ! આજે મારા ઘરમાં થોડી જ લક્ષ્મી દેખાય છે. પિતાની પાસે મેં ક્યું હતું શ્રી સિદ્ધગિરિ ઉપર પુણ્યને માટે ઓગણીસ લાખ સોનામહોર વાપરવી. ઘરની લક્ષ્મી જોઇને જાવડીએ સમુદ્રમાર્ગે જવા માટે અઢાર વહાણ તૈયાર કર્યો, ક્યું છે કે :–
तावन्माता पिता तावत्, तावत् सर्वेऽपिबान्धवाः । तावद्भार्या सदाहृष्टा, यावल्लक्ष्मीर्गृहे स्थिरा ।।१।।
જ્યાં સુધી ઘરમાં લક્ષ્મી સ્થિર હોય ત્યાં સુધી માતા, ત્યાં સુધી પિતા, ત્યાં સુધી સર્વે બાંધવો હોય છે, અને ત્યાં સુધી જ હંમેશાં સ્રી હર્ષ પામેલી હોય છે, (૧) જુદા જુદા પ્રકારનાં કરિયાણાંવડે વહાણો ભરીને આવક જાવક કરીને વીરમ સમુદ્રમાર્ગે ચાલ્યો. જાવડી વિહાર કરતાં ધર્મધ્યાનમાં પરાયણ એવો ગુરુની સેવા કરતો હતો, અને દેવપૂજાને કરતો હતો. શરુઆતમાં સિંહલદ્વીપમાં જઈને વ્યવસાય કરતાં વીરમને ચાર પાંચઘણો લાભ થયો, તે પછી ઉતાવળ થી સુવર્ણફૂલ તરફ વહાણો જાય છે. તેટલામાં તે વહાણો વાયુવડે તેવી રીતે દૂર લઇ જવાયાં કે જેથી કોઇ માર્ગ જણાતો નથી. ક્રુદ્ધ મનવાલા ગોમુખે તે વખતે જાવડીનાં વહાણો પવનવડે રૂના પુંજની જેમ દૂર નાંખ્યાં. સમુદ્રમાં જતાં વહાણો ઉજજડ ક્વિારે આવ્યાં, (ગયાં) અનુક્રમે વહાણની અંદર સર્વ ભાતું ખૂટી ગયું.
તે પછી ધાન્યના અભાવથી અત્યંત દુ:ખી થયેલા લોકો નિતંર પાંદડાં વગેરે ખાંડીને પોતપોતાના પેટને ભરતા હતા. ક્યું છે કે :