________________
૫૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
સોનાને રૂપારૂપલક્ષ્મી હાથ પગમાં જોડાય છે. (દાગીના વડે) પરંતુ અક્ષરરૂપ સરસ્વતી અંતર આત્માને શોભાવે છે. રૂપ અને યૌવનથી યુક્ત વિશાલક્ષમાં ઉત્પન્ન થયેલા વિદ્યા વગરના લોકો ગંધ વગરના કેસૂડાની જેમ શોભતા નથી. (૨) યૌવનમાં જાવડી શુભલગ્નને વિષે ધનદશેઠની સીતાનામની શ્રેષ્ઠ પુત્રીને જેમ શંભુ સતી પાર્વતી) ને પરણે તેમ પરણ્યો. પતિ અને સાસુ સસરાના વિનયને કરતી સીતા મોક્ષસુખને આપનારા જૈન ધર્મને કરે છે.
શીલ એ મનુષ્યોના ક્લની ઉન્નતિ કરનારું છે. શીલ એ શ્રેષ્ઠ આભૂષણ છે. શીલ એ પાપરહિત વિનાશ ન પામે તેવું ધન છે. શીલ એ સગતિને પમાડનારું છે. શીલ એ દુર્ગતિનો નાશ કરનારું છે. શીલ એ અત્યંત વિપુલ પવિત્ર યશ છે. શીલ એ નિચ્ચે મોક્ષનો હેતુ છે. શીલ એ લ્પવૃક્ષ છે.
જાવડી હંમેશાં ચતુર્દશીના દિવસે શ્રી પુંડરીકગિરિતીર્થમાં જઈને શ્રી યુગાદિવની પૂજા કરતો હતો. ત્રણવાર જિનેશ્વર પ્રભુની પૂજા અને હંમેશાં પ્રતિક્રમણ કરતો ગુનાં ચરણકમલને વંદન કરતો હતો. જાવડી પણ પિતાની પેઠે ભાવથી ધર્મ કાર્યોને કરતો ધર્મિષ્ઠ લોકોમાં મુખ્ય રેખાને પામ્યો કહ્યું છે કે :
स्थाने निवास: सकलं कलत्रं-पुत्र: पवित्रः स्वजनानुरागः।। न्यायात्तवितं स्वहितं च चित्तं, निर्दम्भधर्मस्य सुखानि सप्त ॥१॥
યોગ્ય સ્થાનમાં નિવાસ, ક્લાવાળી સ્ત્રી, પવિત્ર પુત્ર, સ્વજનોનો અનુરાગ ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય, પોતાનું હિત અને ચિત્ત એ દંભરહિત ધર્મનાં સાત સુખો છે. (૧) એક વખત જાવડી પિતાની સાથે શ્રી સિદ્ધગિરિ ઉપર ગયો. તીર્થનું માહાત્મ સાંભળીને પિતાની આગળ આ પ્રમાણે કહ્યું. મારે મૂર્તિની સ્થાપનાથી મોક્ષનાસુખ માટે આ તીર્થમાં
ઓગણીસ લાખ સોનામહોર વાપરવાની છે. તે પછી ભાડે કહ્યું કે તારાવડે જે પ્રતિજ્ઞા કરાઈ છે. તે લોઢાની અને વજની રેખાની જેમ દૃઢપણે પાળવી જોઇએ. ત્યાં પુત્રસહિત ભાવડ પ્રભુપૂજા કરીને આવીને ઉત્તમ ભાવથી નિરંતર જૈન ધર્મ કરવા લાગ્યો.
એક વખત ભાવડે જ્યોતિષી પાસેથી પોતાનું આયુષ્ય અલ્પ જાણીને આરાધના કરવા માટે ગુઓને બોલાવ્યા. સારી રીતે આરાધના કરતા સર્વજીવોની શ્રેણીને ખમાવીને ભાવડે જિનમંદિરોમાં સર્વોની પૂજા કરાવી. કહ્યું છે કે :
जननं यदि जातमङिगनां, मरणं तन्नियतं भविष्यति। इति निश्चयत: प्रमोदभाग्, तदिदं पण्डितमरणमाश्रय॥
જો પ્રાણીઓનો જન્મ થયો તો મરણ નિચે થશે. આ પ્રમાણે નિશ્ચય કરતાં હર્ષને ભજનારો તે પંડિતમરણનો આશ્રય કર, વીરમ નામના મિત્રને બોલાવીને યથાયોગ્યપણે ખમાવીને ભાડે કહ્યું કે મારા વડે આ પુત્ર તારા ખોળામાં મુકાયો છે. સારું એ પ્રમાણે વીરમે કહયે તે તે વખતે અનશન સ્વીકારીને ભાવડ શ્રી જિનેશ્વરના ચરણમાં