________________
જાવડશાનો પ્રબંધ
૫૪૩
जे जिण धम्मह बाहिरा - ते जाणो वाचारि।
उगी उगी खयगया, संसारीया संसारी॥१॥ જે જિનધર્મથી બાહ્ય છે તેઓને વાચાલ જાણવા. સંસારમાં સંસારી જીવો ઉત્પન્ન થઈ થઈને ક્ષય પામ્યા છે. (મર્યા છે.) (૧) શરીર અનિત્ય છે. વૈભવ પણ શાસ્વત નથી. હંમેશાં મૃત્યુ પાસે રહેલું છે. માટે ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. તે પુત્ર મૃત્યુ પામે તે છીના જાગરણમાં લોકો બોલવા લાગ્યા કે આના ઘરમાં અભાગ્યથી પુત્રો રહેતા નથી. ભાવડશેઠના ઘરમાં કોઈ દુષ્ટદેવ ઝી જાગરણ સહન કરતો નથી. ઘી વગરનું ઘણું ભોજન, પ્રિયજન સાથે વિયો, અપ્રિય સાથે સંયોગએ સર્વ પાપની ચેષ્ટા છે. કેટલોક કાળ ગયે છતે સુલલિતાએ સારા સ્વપ્નથી અનુક્રમે ત્રીજા ગર્ભને ધારણ ર્યો. સારા દિવસે સુંદર નિમિત્તવડે સુંદર દેહદ પૂર્ણ થવાવડે ભાવડની પ્રાણપ્રિયાએ સારાં લક્ષણવાલા પુત્રને જન્મ આપ્યો. તે પછી અનામક વૃક્ષની નીચે તે પુત્રને મૂકો, તે પુત્ર હસીને બોલ્યો કે મારે ઓગણીશ લાખ સોનામહોર પિતાને આપવાની છે. તેથી હું અહીં આવ્યો છું. આથી માતા પિતા વગેરેએ હંમેશાં હર્ષ કરવો. ભાવડ જ્યારે તેનું છી જાગરણ કરવા તૈયાર થયો, ત્યારે જિનદત્તની પુત્રવધૂએ આવીને આ પ્રમાણે પ્રગટપણે કહ્યું.
જો આ પુત્રનું છઠ્ઠી જાગરણ કરાશે તો હમણાં ઝેર ખાવાથી મૃત્યુને સાધીશ. આ જીવે કે મરે આનું નામ જાવડી થાઓ મિથ્યાત્વ ધર્મને છેડી દેવો અને અહીં મજબૂતપણે જૈન ધર્મ કરાઓ.
मिथ्यात्वं परमोरोगो-मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परम: शत्रु-मिथ्यात्वं परमं विषम्॥१॥ जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं विषं रिपुः । अपि जन्मसहस्रेषु, मिथ्यात्वमचिकित्सितम्॥२॥
મિથ્યાત્વ પરમ રોગ છે. મિથ્યાત્વ એ શ્રેષ્ઠ અંધકાર છે. મિથ્યાત્વ એ પરમ શત્રુ છે. મિથ્યાત્વ એ પરમ વિષ ઝેર છે (૧) રોગ, અંધકાર, ઝેર ને શત્રુ એક જન્મમાં દુ:ખને માટે થાય છે. (પણ) ચિકિત્સા નહિ કરાયેલું મિથ્યાત્વ હજારો જન્મમાં દુ:ખને માટે થાય છે. ભાવડ છઠી જાગરણ મૂકી દઈને અનેક પ્રકારે ધર્મકાર્યો કરાવતો ને કરતો પુત્રને મોટે કરવા લાગ્યો. ભાવડે પુત્રને ભણવા યોગ્ય જાણીને વિનયથી યુક્ત એવા જાવડીને ભણવા માટે પતિ પાસે મૂક્યો. હંમેશાં ગુરુપાસે શાસ્ત્રોને ભણતો જાવડી સુરાચાર્ય (બૃહસ્પતિ)ની પેઠે નિરંતર પંડિતો સાથે બોલતો હતો. કહ્યું છે કે વિદ્વાનપણું ને રાજાપણું ક્યારે પણ સરખું નથી. રાજા પોતાના દેશમાં પૂજાય છે. વિદ્ધાન સર્વ ટેકાણે પૂજાય છે.
लक्ष्मी: स्वर्णरूपापि पाणिपादेषु योज्यते। भूषयत्यन्तरात्मानं वर्णरूपापि भारती॥१॥ रूपयौवनसम्पन्ना, विशालकुलसम्भवाः । विद्याहीना न शोभन्ते निर्गन्धा इव किंशुकाः ॥२॥