________________
પ૪૨
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
જિનદત્તે રાજાને બધાં ગામો આપીને પૈસાદાર એવો તે ફરીથી વિહાર કરનારો થયો. (બીજા ગામમાં રહેવા ગયો) પોતાના પુત્ર ભાવડને વિષે ઘરનોભાર આરોપણ કરીને સંસારની અસારતા જાણીને જિનદત્ત વ્રત ગ્રહણ ક્યું.
संज्झरागजलबुब्बुओपमे - जीविए जलबिन्दुचंचले। जुव्वणे नईवेगसंनिभे- पावजीव किमियं न बुज्झसे? ॥१॥
સંધ્યાનો રંગ ને પાણીના પરપોટા સરખું જીવિત હોય છે. પાણીના બિંદુ સરખું ચંચલ યૌવન હોતે છતે અને નદીના વેગ સરખું યૌવન હોતે બે હે પાપી જીવ ! તું કેમ બોધ પામતો નથી ? (૧) જિનદત્ત (મુનિ) ગુસ્વચનોને અને હંમેશાં વૈયાવચ્ચ કરતો તપમાં તત્પર અનુક્રમે દેવલોકનું સુખ પામ્યો, ભાવડ વેપારને કરતો ધન ઉપાર્જન કરે છે. સુલલિતાએ દોહદને સૂચવનારા ગર્ભને ધારણ કર્યો. દુષ્ટ સ્વખોવડે અને દુષ્ટ નિમિોવડે પોતાના પુત્રને દુષ્ટ જાણીને ભાવડવણિક જન્મ પામેલા માત્ર એવા પુત્રને છોડી દેવાની ઇચ્છાવાળો થયો. પુત્રના જન્મને વિષે મૃત્યુનો યોગ જાણીને તે વણિક માલણ નદીના ક્લિારે પુત્રને લઈને આવ્યો. અનામક વૃક્ષના સ્કંધને વિષે દાસીની પાસેથી પુત્રને મૂકીને તેનું ચરિત્ર જાણવા માટે તે વખતે તે ગુપ્તપણે ઊભો રહ્યો. તે બાલક એક ક્ષણ રુદન કરીને હસીને બોલ્યો કે મારું લેણું એક લાખ સોનામહોર આપ્યા વિના કેમ મૂકો છો? તે નહિ આપે ન્ને ભાવડને મોટો અનર્થ થશે. આ પ્રમાણે જાણીને શેઠ અને દાસી પોતાના ઘરે ગયાં વધામણું કરીને લક્ષ્મીને વાપરતા વણિક ભાડે છઠ્ઠીના દિવસે ઉત્તમ ભાવથી એક લાખ સોનામહોર વાપરી. તે બાલક પિતાની પાસેથી પોતાનું લેણે લઈને રાત્રિમાં સર્વઆયુષ્ય પૂર્ણ થવાથી ક્ષણવારમાં દેવલોકમાં ગયો.
सीदन्ति सन्तो विलसन्त्यसन्तः, पुत्रा म्रियन्ते जनकश्चिरायुः। दाता दरिद्रः कृपणो धनाढ्य: पश्यन्तुलोका: ! कलिचेष्टितानि॥
સત્પષો દુઃખ પામે છે. ખરાબ પુરુષો વિલાસ કરે છે, પુત્રો કરે છે. પિતા દીર્ધ આયુષ્યવાળો હોય છે. દાન આપનારો દરિદ્ર થાય છે. પણ ધનથી યુક્ત ધનાઢય) થાય છે. તે લોકો કલિયુગની ચેષ્ટાઓ જુઓ પૂર્વની જેમ ત્રણ લાખ માંગીને પુત્ર રહ્યો. તે વખતે ભાડે તે પણ ધર્મમાં વાપર્યું. કહ્યું છે કે:
एकस्य दुःखं न यावदन्तं, गच्छाम्यहं पारमिवार्णस्य। तावद् द्वितीय समुपस्थितंमे, छिद्रेष्वन बहुलीभवन्ति ॥१॥
જ્યાં સુધીમાં હું એક દુ:ખરૂપી સમુદ્રના પારને પામતો નથી, તેટલામાં મને બીજું દુ:ખ ઉપસ્થિત થયું છિદ્રોને વિષે ઘણા અનર્થો થાય છે. આ પ્રમાણે બે પુત્રે મૃત્યુ પામ્યા છતાં પણ સ્ત્રી સહિત ભાવડ જરાપણ શોને ધારણ કરતો નથી. કહ્યું છે કે :