________________
૫૪૮
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
પણ તે મદિરાને મૂઢપણાથી પીધી ને ક્ષણવારમાં મૃત્યુ પામ્યો, તે વણકર ક્ષણવારમાં મરીને પાતાલભવનમાં યક્ષોની અંદર દેદીપ્યમાન શરીરવાલા કપર્ધ નામે યક્ષ થયો. પતિને મરી ગયેલો જોઈને બન્ને પત્નીઓએ નગરની અંદર જઈને ગુરુને આળ આપીને રાજા મારફત ગુરુને ખાનામાં નંખાવ્યા કહ્યું છે કે :
पापी रूपविवर्जित: पिशुनवाग् यो नारको नाऽभवत्। तिर्यग्योनिसमागतश्च कपटी-नित्यं बुभुक्षातुरः ॥ मानीज्ञानविवेकबुद्धिकलितो यो मर्त्य लोकागतो। વસ્તુ સ્વપરિત્યુત: સુમ:, પ્રજ્ઞ: વિ: શ્રીયુતઃ આશા
જે મનુષ્ય પાપી, રૂપરહિત ને ચાડિયો હોય તે નારક થાય, તિર્યંચ યોનિમાંથી આવેલો કપટી અને હંમેશાં ભૂખવાલો હોય. અને જે મનુષ્ય લોકમાંથી આવેલો હોય તે માનવાલો જ્ઞાન અને વિવેક બુદ્ધિથી વ્યાપ્ત હોય, જે સ્વર્ગમાંથી આવેલો હોય તે સૌભાગ્યવાળો ચતુર-કવિ અને લક્ષ્મીથી સહિત હોય છે.
પાતાલમાં રહેલા કાયિક્ષ પોતાના ગુને કેદખાનામાં રહેલા જાણીને ગામની ઉપર પથ્થર ધારણ ર્યો. બલિદાન વડે પ્રસન્ન થયેલા યક્ષે કહ્યું કે હે રાજા! નિરપરાધી એવા મારા ગુરુ હમણાં તારાવડે કેદખાનામાં કેમ નંખાયા છે? રાજા વડે કહેવાયું છે કે મારાવડે તમારા ક્યા ગુરુદખાનામાં નંખાયા છે ? તે પછી દેવે પોતાના ગુને સર્વ સંબંધ કહ્યો. દેવવડે પોતાના ગુરુનો સંબંધ શરૂઆતથી કહેવાય ને રાજાએ ગુરુને દખાનામાંથી બહાર કાઢયા, અને તેની સેવા કરવા લાગ્યો. શિલાને ખસેડી લઈને (સંહરી લઈને) ગુરુને નમસ્કાર કરીને યક્ષે ગુરુને કહ્યું કે હે ગુરુ! તમારા વડે મનોહર એવા સ્વર્ગલોકને વિષે હું લઈ જવાયો હ્યું છે કે :
मंसासी मज्जरउ इक्केण, चेव गंठिसहिएणं। सोहं तु तंतुवाओ, सुसाहुवाओ सुरोजाओ॥१॥
માંસને ખાનારો, મદિરામાં રક્ત, વણકર, એવો હું ગંઠિસહિત પચ્ચકખાણવડે ઉત્તમ વખાણવા લાયક દેવ થયો. (૧) અવિરત એવા મેં પહેલાં ઘણું પાપ કર્યું હતું. હે ગુરુ ! તે પાપથી હું નિષ્પાપ ક્વી રીતે થાઉ? તે કહો. ગુરુએ કહ્યું કે પ્રાણીઓને ખરેખર પાપો લાગે છે, તે પાપ તીર્થની સેવાવડે પુણ્યકૃત્યથી છૂટે છે.
वरमेकदिनं सिद्धि-क्षेत्रे सर्वज्ञसेवनम्। न पुनस्तीर्थलक्षेषु - भ्रमणं शमभाजनम्॥१॥
સિદ્ધિક્ષેત્રને વિષે એક દિવસ પણ સર્વજ્ઞની સેવા કરવી શ્રેષ્ઠ છે. પરંતુ લાખો તીર્થમાં ભ્રમણ કરવું (એ) સુખનું ભાજન નથી (૧) શ્રી પુંડરીકગિરિ તરફ એક એક પગલું આપે છતે કરોડો ભવનાં કરેલાં પાપોથી મુક્ત થવાય છે. (૨)