SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આમરાજાનો સંબંધ ૫૧૭ છું. કાર્તિક્ય કુમાર પણ ગાયનું રક્ષણ કરવામાં સમર્થ છે. હું તારી ભિક્ષાવડે બળી ગઈ, છું તું શું કરે છે ? એ પ્રમાણેનું ગૌરીનું વચન તમારું રક્ષણ કરો. બપ્પભટ્ટી ગુરુની વાણી જાણીને ધ્યાનને છોડીને વાકપતિએ સન્મુખ થઈને આચાર્યને ક્યું “હે બપ્પભટ્ટી! તમે હમણાં અમારી આગળ શૃંગાર ને રૌદ્ર કાવ્યો કેમ ભણો છે ? ગુરુએ ક્યું કે તમે સાંખ્ય મતવાલા છે. ક્યું છે કે :– કેટલાક સાંખ્ય નિરીશ્વરવાદી છે, ને કેટલાક ઇશ્વરવાદી છે, તે સર્વેનાં રપ તત્ત્વો હોય છે. આપને સાંખ્ય જાણીને અને શંકરના ભક્ત જાણીને હે વાકપતિ ! તમને ગમે એવાં કાવ્યો હમણાં અહીં મારાવડે બોલાય છે. વાકપતિએ ક્યું કે મરણ સમયે સર્વેને ક્લ્યાણ માટે પરમાત્માનું ધ્યાન જ હોવું જોઇએ, (કરવું) બપ્પભટ્ટીએ ક્યું કે તો શું ? શંકર વગેરે દેવો મોક્ષને આપનારા નથી ? એમ હે વાકપતિ ! તમે માનો છે ? વાકપતિએ ક્યું કે પંડિતોવડે શિવ બે પ્રકારે વ્હેવાય છે. એક અહીં સુખ આપનાર ને બીજો પરલોકમાં સુખ આપનાર. વીતરાગનું સ્મરણ કરનાર યોગી વીતરાગપણાને પામે છે. સરાગીનું ધ્યાન કરતાં થકાં (છતે) તેનું સરાગીપણું નિશ્ચિત જ છે. येन येन हि भावेन तेन तन्मयतां याति 9 > युज्यते यत्र वाहकः । विश्वरूपो मणि र्यथा ॥ વાહક જે જે ભાવવડે જોડાય છે તે તે ભાવવડે તન્મયપણાને પામે છે. જેમ વિશ્વરૂપમણિ, (સ્ફટિક પાછળ ની વસ્તુના રંગવાળો થાય છે તેમ) તે પછી બપ્પભટ્ટીએ ક્યું કે ખરેખર તમારા મુખથીજ જિનેશ્વર જ મુક્તિ આપનારા થયા, બીજો (દેવ) કોઇ દેવ ન થાય. મવડે માનવડે કામદેવવડે, ક્રોધવડે, લોભવડે, અને હર્ષવડે બળાત્કારે પરાજિત થયેલા દેવોને સામ્રાજ્યલક્ષ્મી ફોગટ જ વ્હેવાય છે. जं दिट्ठि करुणातरंगअपुडी, एयस्स सोम्मं मुहं, आयारो पसमायारो, परियरो संतो पसन्ना तणू । तं मन्त्रे जरजम्ममच्हरणो, देवाहिदेवो इमो देवाणं अवराण दी सइ जओ नेयं सरूवं जए । જે કારણથી આ જિનેશ્વરની દૃષ્ટિ–દયાના તરંગના પુવાલી થાય છે, તેમનું મુખ સૌમ્ય છે. તેમનો આચાર સમતા રૂપી ખાણ છે. જેમનો પરિકર (પરિવાર)શાંત છે. તેમનું શરીર પ્રસન્ન છે. તેથી હું માનું છું કે જરા જન્મને મૃત્યુને હરણ કરનાર આ દેવાધિદેવ છે. જગતમાં બીજા દેવોનું સ્વરૂપ આ પ્રમાણે દેખાતું નથી. ઇત્યાદિ વચન સાંભળીને વાકપતિએ શ્રી ગુરુને હ્યું કે જિન ક્યાં વિદ્યમાન છે ? આચાર્યે ક્યું કે તે મોક્ષમાં છે. ક્યું છે કે : न स्वर्धुनी नफणी न कपालदाम, नेन्दो: कला न गिरिजा न जटा न भस्म ।
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy