________________
પw
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
यत्रान्यदेवे नहि किञ्चिदुपास्महे तद्
रूपं पुराणमुनि शीलितमीश्वरेऽस्य ॥१॥ જ્યાં ગંગા નથી, સર્પ નથી, હાડકાંની માલા નથી, ચંદ્રની કલા નથી, પાર્વતી નથી, જરા નથી, ભસ્મ નથી. જે બીજા દેવમાં નથી તે કાંઇક પુરાણ મુનિવડે હેલ રૂપને અમે ઈશ્વરને વિષે સેવીએ છીએ. સ્વરૂપથી જિનેશ્વર મુક્તિમાં છે. મૂર્તિથી જિનમંદિરમાં છે. રાગરહિત એવા બન્નેના ધ્યાનથી સજજનોની મુક્તિ થાય છે. વાકપતિએ કહ્યું કે હે પ્રભુ તો તમે જિનેશ્વરને બતાવો. ગુરુ તેને આમરાજાના મંદિરમાં લઈ જઈને પાર્શ્વનાથ ભગવાનને બતાવતાં સ્ત્રી વગેરે ચિહુનથી રહિત શાંત-દાંત અને નિરંજન એવા તેમને જોઈને વાકપતિએ કહ્યું કે ખરેખર આ જિનદેવ છે. ઉત્તમ ગુરુ એવા બપ્પભટ્ટીએ તેને જિનધર્મમાં અનુરાગી જાણીને દેવ-ગુરુ અને લ્યાણ મોક્ષ તત્વનાં સુતો ઘણા પ્રકારે ક્યાં.
ખુશ થયેલ વાકપતિ મિથ્યાત્વનો ત્યાગ કરી જિન શાસનને અંગીકાર કરી શ્વેતાંબર થયો, અને જિનેશ્વરની સ્તુતિ
मयनाहि सुरहिएण, इमिणा किं किर फलं निडालेन। इच्छामि अहं जिणवर-पणामकिणकलुसियं काउं॥१॥ दोवि गिहत्था धडहड वच्चइ को किर कस्य य पत्त भणिजइ। सारंभो सारंभं पुजइ कद्दमु कद्दमेण किमु सुज्झइ॥२॥
કસ્તૂરીથી સુગંધી એવા આ કપાલવડે શું ફલ છે? હું તો જિનેશ્વરના પ્રણામથી ઘસાઈ ગયેલા લૂષિત (કપાલ) કરવાને ઇચ્છું છું. (૧) બે ગૃહસ્થો ધડધડ કરતા જાય છે. તેને શું પ્રાપ્ત થયું? એથી કહેવાય છે કે જે આરંભ સહિત છે તે આરંભને પૂજે છે. કાદવ શું કાદવવડે શુદ્ધ થાય ? (૨)
આયુષ્યના અંતે સમસ્ત જીવરાશિને સારા ભાવથી ખમાવીને પંચ નમસ્કારને યાદ કરતો વાકપતિ સ્વર્ગમાં ગયો. વાકપતિને જૈન ધર્મમાં પ્રતિબોધી અનુક્રમે ગુસ્વડે સ્વર્ગને પામેલા જાણીને સેવકએ રાજાની આગળ નિવેદન કર્યું. સૂરિરાજ જ્યારે વાકપતિને અરિહંતનો ધર્મ અંગીકાર કરાવીને ગોપગિરિમાં ગયા. તે વખતે રાજાએ ઉત્સવ ર્યો, તે વખતે રાજાએ ગુરુવર્યને પ્રણામ કરીને શ્રેઝવાણીવડે ગંભીર અર્થપૂર્વક સ્તુતિ કરી.
आलोकवन्तः सन्त्येव - भूयांसो भास्करादयः । कलावानेव तु ग्राव -द्रावकर्मणि कर्मठः॥१॥
પ્રકાશવાળા ઘણા સૂર્ય વગેરે છે. લાવાન તો ગુરુ જે છે, જે પથ્થરને પણ ગાળવામાં સમર્થ છે. (૧) એક વખત રાજાવડે પુછાયું કે હે ગુરુ જેના વડે (જે કર્મવડે) વચ્ચે વચ્ચે તાપસ ધર્મમાં મન કેમ થાય છે? ગુરુએ આગલના દિવસે રાજાના પૂર્વભવ જાણીને આચાર્ય કહ્યું કે બ્રહ્મચર્યનો પાત કરવાથી કહેલી સ્થિતિવાળો સંસાર થાય છે.