________________
પર
શ્રી શત્રુંજય-ક્લ્પવૃત્તિ-ભાષાંતર
उत्तिष्ठन्त्या रतान्ते भरमुरगपतौ पाणिनैकेन कृत्वा, धृत्वाचान्येन वासो विगलित कबरीभारमंसे वहन्त्याः । सद्यस्तत्कायकान्ति द्विगुणित सुरत प्रीतिना शौरिणा वः शय्यामालिङ्ग्य नीतं वपुरलसलसद् बाहुलक्ष्म्याः पुनातु ॥४॥
રામ નામે રાજા થયો હું તેની સીતા નામની સ્ત્રી હતી હું પિતાની વાણીવડે પંચવટીમાં ફરતાં તેનું રાવણે હરણ ર્યું. આ પ્રમાણે હોંકારો આપતા ને સાંભળતા હરિને નિદ્રામાટે માતા કથા (રામાયણ) ક્લે છે. આ પ્રમાણે પૂર્વનું સ્મરણ કરનારા કૃષ્ણની કોપથી કુટિલ ભૃકુટિના ભંગવાલી દ્રષ્ટિઓ તમારું રક્ષણ કરો. (૩) ક્રીડાનાઅંતે ઊભી થતી શેષનાગ ઉપર એક હાથવડે ભાર કરીને પડી ગયેલા વસ્ત્રને ધારણ કરીને ખભાઉપર અંબોડાના ભારને વહન કરતી એક્દમ તેની કાયાની કાંતિથી બમણી થયેલી સૂરતની પ્રીતિવડે વિષ્ણુવડે શય્યાઉપર આલિંગન આપવાવડે દેદીપ્યમાન છે હાથ જેનો એવું લક્ષ્મીનું શરીર લઇ જવાયું તે તમને પવિત્ર કરે. (૪)
दधिमथनविलोलल्लोल द्दग् वेणिदम्भा, दयमदयमनङ्गो विश्वविश्वकजेता, भवपरिभव कोपात्त्यक्तबाणः कृपाण:, श्रममिव दिवसादौ व्यक्तशक्तिर्व्यनक्ति: ॥५॥
દહીંના મથનથી ચપલ છે. દ્રષ્ટિ જેની, વેણીનાબહાનાથી આ કામદેવ યારહિતપણે સમસ્ત વિશ્વને એક જીતનારો શંકરના પરાભવના કોપથી છેડી દીધાં છે બાણ જેણે એવો કામદેવ દિવસની શરૂઆતમાં પ્રગટ શક્તિવાલો જાણે શ્રમને પ્રગટ કરે છે.
हलमगु बल: सैको नड्वान् हरस्य न लाङ्गलं, क्रमपरिमिता विष्णो भूमि र्न गौ र्नच लाङ्गलम् । न भवति कृषिस्तेषां गावं द्वितीयमहो ! विना, जतिसकले ग् ष्टं दरिद्रकुटुम्बकम् ॥ कृष्णात्प्रार्थय मेदिनीं धनपते ! बीजं बलेर्लाङ्गलं, प्रेतेशान्महिषं वृषस्य भवतः, फालं त्रिशूलादपि । शक्ताहं तव भक्षदानकरणे, स्कन्दोऽपि गोरक्षणे, दग्धाहं तवभिक्षया कुरूषि किं गोर्या वचः पातु वः ॥
બલદેવ હલને પામ્યા. શંકરને એક જ બળદ હતો. હળ ન હતું, વિષ્ણુનીભૂમિ પગવડે મપાયેલી હતી, ને બળ દેવને હળ ન હતું, તેઓને ખેતી ન હતી. તેને બીજા બળદ વિના ખેતી ન હતી. સઘળા જગતમાં આવા પ્રકારનું દરિદ્ર કુટુંબ જોયું નથી. હે કુબેર ! તું કૃષ્ણની પાસેથી પૃથ્વીને માંગ. બલિરાજા પાસેથી બીજ રૂપ એવા હલને માંગ. યમરાજા પાસેથી પાડે માંગ, શંકર પાસેથી બળદ માંગ ત્રિશૂળ પાસેથી ફળ માંગ, તને હું ભોજનનું દાન આપવામાં શક્તિમાન