________________
૮૯૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
છે. આવાં નકામાં પાપોથી કેમ બચવું તે તો આપણા હાથની જ વાત છે.
(૧૧) કેટલાક ભાગ્યશાળીઓ પાલિતાણામાં યાત્રા કરવા પધારીને યાત્રા ર્યા પછી જયારે રાત્રે બઝારમાં ફરવા નીકળે અને રેકડીઓ પાસે ઊભા રહીને કુટુંબ સાથે ભેળપૂરી – પાણીપૂરી – રગડો પેટીસ – દાડમનો ચેવડો – ઇડલી ઢોસા વગેરે ખાતાં હોય ત્યારે ત્યાંથી પસાર થતા નિયમ-વતવાળા શ્રાવભાઈઓનું મસ્તક શરમથી ઝૂકી પડે છે કે આ શું? શું આ શ્રાવક ભાઈ બહેનોને પાલિતાણા ધર્મનું સ્થાન છે. ધર્મ કરવા આવ્યા છીએ, પાપને છેવા માટે આવ્યા છીએ અને પાછા ધર્મશાલામાં ઊતર્યા છીએ. આ બધું કેમ ભૂલી જાય છે? તમને અહીં આવું ખાવું શોભે ખરું?તમારાં સંતાનોમાં ક્યા સંસ્કાર પડશે? તમારી સાથે યાત્રામાં તમારા જેનેતર મિત્ર હશે તો તમારા ધર્મના નિયમો માટે ક્વી મશ્કરી કરશે ? અહી આવી મોટી પાયાની ભૂલ ન કરતાં.
અને આમ પણ અત્યારે આરોગ્ય - દૃષ્ટિએ બઝારમાં રોડપર ઊભેલી લારીઓની વસ્તુઓ ખાવામાં સોએ સો ટકા જોખમ છે. આ વાત તમે બરોબર જાણો છે પછી હાથે કરીને શું કામ હેરાન થાવ છો ?
પાલિતાણામાં પધારી આટલું તો જરૂર કરજો.
૧- પાલિતાણામાં યાત્રા માટે આવીને ધર્મશાલામાં ઊતર્યા છીએ તે ન ભૂલતાં, ધર્મશાલા – એટલે ધર્મ કરવાનું સ્થાન. તેમાં રહીને ધમને શોભે તેવાં કામો કરવાં.
૨- તેમાં રહી રાત્રિભોજન – અભક્ષ્ય ભક્ષણ – કંદમૂલ ભોજન વગેરે ન જ થઈ શકે અને જો આ કાર્યો તેમાં કરશે તો તેને ધર્મશાલા ધી રીતે કહેવી?
૩- અહીં આવીને રાતના ફરવા જાવ અને રાતના –૧૧–૧ર – વાગે આવો, બંધ થયેલા દરવાજા ખખડાવીને ખોલાવો. સહુને ઊંધમાં ખલેલ પડેસાથે સાથે મોટેથી રેડિયો વગાડતાં બીજાની ઊંધ બગડે અને બીજા દિવસે યાત્રામાં મોડું થાય.
૪– ગાદલાં કે જાઈને જમીનપર આખો દિવસ નાંખી રાખવાં, તેના પર બેસી ચા પાણી કરવાં. ઢોળવાં. નાનાં - નાનાં બાળકો પેશાબ વગેરે કરે તો ઉપેક્ષા કરવી. આવું બધું આપણાં ઘરનાં ગાદલાંમાં ચલાવીએ ખરાં? આપણું ગંદું કરેલું બીજાને મલે. તે રીતે બીજાએ ગંદું કરેલું આપણને મલે, પછી આપણે જ સ્વચ્છતાની ફરિયાધે કરીએ તો