________________
આવશ્યક સૂચનાઓ વિવેચન ને સમજૂતી સાથે
નવા સારા વિચારો આવશે. ઘોંઘાટ ગયા વગર શાંતિ ક્યાંથી આવશે ?
૮૯૫
(૮) ગિરિરાજના રસ્તે ચાલતાં કે પગથિયાં ચઢતાં તમારા તન-મન અને વચનને પવિત્ર રાખવા માટે મનમાં સતત નવકારમંત્ર કે આદિનાથાય નમ: શ્રી સિદ્ધગિરિવરાય નમ: આનો જાપ કરો. તે ન ફાવે તો ધાર્મિક સ્તવનો–ભજનો ગાવ અને ગવડાવો. અથવા નવકાર મંત્રની ધૂન ૐ નમો અરિહંતાણં સહુ સાથે મલીને ગાઓ.
(૯) શ્રી ગિરિરાજ ઉપર ચઢતાં સંસાર સંબંધી કે વ્યાપાર સંબંધી વાતો શરુ ન જ કરતાં. કારણ કે વાતનો રસ બહુજ વિચિત્ર હોય છે. તેનો છેડો પણ ખરાબ હોય છે. અને વાતમાંથી વાત નીક્લ્યાજ કરતી હોય છે. માટે માલા ગણવાનું કામ સારું છે. તે ન ફાવે તો મોઢે બોલીને જાપ કરો. અથવા તમને જે ધાર્મિક સ્તોત્રો વગેરે આવડતાં હોય તે ગણો. (સ્મરણ કરો) પણ વાતો તો ન જ કરો. કેટલાક યુવાન કોલેજિયન ભાઇ બહેનો મશ્કરી ઠઠ્ઠા– ગપ્પામાં ચઢી જાય છે. પછી તેમાં કોઇ મર્યાદા રહેતી જ નથી. માટે તમે તેનાથી જરુર બચજો.
આજથી ચાર પાંચ વર્ષ પહેલાં અમે એક્વાર સવારના નવ વાગે તળેટીનાં દર્શન ને ચૈત્યવંદન માટે ગયા હતા. ત્યારે ત્યાં એક પંજાબી શ્રાવનું કુટુંબ પંજાબી ડ્રેસમાં આવેલ હતું. તેને જોતાં એક્દમ ફેશનેબલ લાગે. પણ જ્યારે એ કુટુંબના મુખ્ય યુવાન ભાઇએ ગળામાં ઢોલક ભેરવીને ગાવાની શરુઆત કરી. કુટુંબના બધાજ માણસોએ તેને ઝીલીને ગાવાની શરુઆત કરી. આવું સુંદર દેશ્ય જોઇને આપણને પણ મન થઇ જાય કે ચાલો આપણે પણ આમાં જોડાઈને ભાવનાથી પ્રભુનાં ગીતો ગાતાં ગિરિરાજ ચઢીને યાત્રા સફલ કરીએ, ફક્ત આમાં જરૂર છે તમારા હૈયાના ભાવની. આમેય નવરાત્રીના ઉત્સવમાં યુવક-યુવતીઓ પૈસા આપીને મેમ્બર બનીને ગાવા –નાચવા ક્યાં નથી જતાં ? આતો પ્રભુભક્તિ માટે ગાવાનું છે. આ રીતે ગાતાં ગાતાં જો તમારું હૈયું ભાવનાથી તરબોળ થઇ ગયું તો સમજી લો કે ભવનો બેડો
પાર.
(૧૦) આ આખોય ગિરિરાજ પવિત્રમાં પવિત્ર છે. તેના ઉપર ચઢતાં કે ચઢયા પછી ત્યાં રોકાઇએ તેટલો ટાઇમ પેશાબ–સંડાસ–થૂંક્યું–નાક સાફ કરવું. વગેરે અશુચિ કરવાની નથી, કારણ કે એક જણ ગંદકી કરે, તેને જોઇ બીજો કરે. એક જણ પેશાબ કરે તો બીજો સંડાસ કરે, આમ થતાં તે પવિત્ર વાતાવરણ – શુદ્ધ પુદગલો ધીમે ધીમે દૂષિત થઇ જાય ને પછી પવિત્રતા – પ્રસન્નતા આપવાનો સ્વભાવ દીનપ્રતિદિન ઘટતો જાય. માટે તેના પર આવાં કાર્યો કરવાનાં નથી. આ આખોય ગિરિરાજ આપણા માટે પ્રભુની જેમ જ પૂજનીય છે.
હમણાં હમણાં કેટલાક અલ્પજ્ઞાની જીવો રામપોળની બહાર બેસતી ભરવાડણ બહેનો પાસેથી દહીં વેચાતું લઇને ખાય છે આ વાત એમ અયોગ્ય છે. તેની પાછળ બીજી પણ આશાતનાઓ થશે. એક જીવ ખાય તેને જોઇ બીજો ખાવા માટે બેસે, આમ ખાવાની પરંપરા ચાલે. પછી વેચનારા પણ માલ વધુને વધુ લઇને આવે શ્રી આણંદજી લ્યાણજીની પેઢીએ પાટિયું માર્યું છે અને વિનંતિ કરી છે પણ ભાવિકો ન જ માને તો લોક્શાહીના જમાનામાં હાથ પકડીને રોકી શકાતા નથી અરે ! ભાગ્યશાળીઓ શું તમે ત્રણ ચાર ક્લાકમાં ભૂખ્યા થઇ ગયા છો ? કેટલાક ભાઇ બહેનો તો પોતાના નાનાં – બાલક બાલિકાને ખાવું છે એમ ક્હીને પછી પોતે પણ સાથેજ ખાઇ લે આ ઘણું જ ખોટું થાય