________________
આમરાજાનો સંબંધ
૪૯૯
મુખેથી વિચક્ષણ જાણીને તે (રાજા) પોતાની પાસે લઈ ગયો. કેટલોક કાળ ગયે ન્ને યશોવર્મ રાજા મરણ પામે તે મંત્રીઓવડે તેના સ્થાને આમ નામનો પુત્ર સ્થાપન કરાયો.
गुणैरूत्तुङ्गतांयाति, नोच्चैरासन संस्थितः। प्रासादशिखरस्थोऽपि, काकः किं गरूडायते ? ॥
ગુણોવડે કરીને ઉન્નતપણાને પામે છે, ઊંચા આસન ઉપર રહેલો નહિ, મહેલના શિખર ઉપર રહેલો એવો પણ કાગડો શું ગરુડ થાય છે?
રાજય ઉપર બેઠે છતે આમરાજા શ્રેષ્ઠ એવા બપ્પબકમુનિને ક્ષણવાર પણ છેડતો નથી. જેમ જૈન (માણસો) ચિત્તમાંથી જિનને ન છોડે તેમ, હ્યું છે કે :
आरम्भगुर्वी क्षयिणीक्रमेण, ह्रस्वा पुरा वृद्धिमती तु पश्चात् । दिनस्य पूर्वार्धपराद्ध भिन्ना, छायेव मैत्रीखलसज्जनानाम्॥१॥
શરૂઆતમાં મોટી અનુક્રમે ક્ષય પામતી, પહેલાં નાની પછી મોટી થતી દિવસના પૂર્વાર્ધ અને પરાધની ભેદ પામેલી છાયાની જેમ લુચ્ચા અને સજજનોની મૈત્રી હોય છે. (૧) બે લાખ ઘોડા- ચૌદસો રથ, એ પ્રમાણે ૧૪૦ હાથી, એક કરોડપાયદલ એવી આમરાજાની સેના બપ્પભટી મુનિવિના સર્વરાજ્ય આમરાજાને ઘાસના પૂળા જેવું લાગે છે. આમ રાજાએ પંડિત એવા બપ્પબદી મુનિને બોલાવવા માટે પ્રધાન પુરુષોને મોલ્યા. ત્યાં ગયેલા તેઓ બોલ્યા હે વિદ્ધાન ! બપ્પભટ્રી મુનિ ! આમ રાજા હંમેશાં તમારા વંદનની ઈચ્છા કરે છે. તેથી તમે ત્યાં આવી તેને આનંદ પમાડો. બપ્પભટ્ટીએ કહ્યું કે શ્રીમાન ગુન્ના આદેશવિના મારા વડે ત્યાં આવી શકાય નહિ. કારણ કે મુનિ ગુરુને અધીન હોય છે. તે પછી તેઓએ ગુરુનું કહેલું (બપ્પબદ્રીનું) આમરાજાની આગળ કહ્યું. તે વખતે ગુવડે મોક્લાવાયેલા બેપ્પબદ્રી ત્યાં આમ રાજાની આગળ આવ્યા. આમરાજાએ તે મુનિનો નગરીમાં અદ્ભુત પ્રવેશ ઉત્સવ કરતાં હર્ષવડે ત્રણ લાખ ધન વાપર્યું. બપ્પભટી મુનિનાં ચરણોને નમીને રાજાએ કહ્યું કે તમે પ્રસન્ન થઈને અર્ધ રાજ્ય ગ્રહણ કરો. મારી ઉપર અનુગ્રહ કરો.
મુનિએ કહ્યું કે અમારે રાજ્યવડે શું કરાય? કારણ કે નિર્ગથી હંમેશાં સર્વ સાવધનો ત્યાગ કરનારા હોય છે.
अनेकयोनिसम्पाता - नन्तपापविधायिनी। अभिमानफलाचेयं, राज्यश्री: सा विनश्वरी॥
અનેક યોનિમાં પડવાથી (જવાથી) અનંતપાપને કરનારી અભિમાનરૂપી વાળી રાજ્યલક્ષ્મી નાશ પામનારી